કોઈ પણ માનવી પોતાની મરજીથી દુનિયામાં આવતો નથી કે જતો નથી : સૈયદ નૂરાની મિયાં

દુનિયાદારી છોડી પરહેજગારી અપનાવો : સૈયદ નૂરાની મિયાં

ભરૂચ તાલુકાના ટંકારીઆ કસ્બામાં ગતરોજ ઈશાની નમાજ બાદસમાજ સુધારણાબેનર હેઠળ સૈયદ નૂરાની મિયાં અશરફીયુલ જિલ્લાની કિછોછવી ની તકરીરનો પ્રોગ્રામ યોજ્યો હતો.

પ્રોગ્રામની શરૂઆત નૂરાની મિયાં દ્વારા લિખિત પોતાની અકીદતમંદી જાહેર કરતી પર્શિયન નાત પઢીને કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને પોતાના જોશીલા અંદાજમાં કરેલા બયાનમાં જણાવ્યું હતું કે, કોઈ પણ ઇન્સાન આ દુનિયામાં પોતાની મરજીથી આવતો નથી કે પોતાની મરજીથી દુનિયા છોડી જતો નથી. દુનિયાને સારી બંનાવવી હશે તો દુનિયામાં અલ્લાહ ની મરજીથી રહો અને તે જે કામથી રોકાઈ જવાનું કહે ત્યાં રોકાઈ જાઓ અને જે કામ કરવાનું કહે તેને કરતા રહો, તો તમારી દુનિયા સુધરી જશે. તેમને તેમના જોશીલા બયાનમાં એમ પણ નસીહતો કરી કે, એ ઈન્સાનો આપણી આદતોને સુધારો, ખોટા વિચારો, ખોટી આદતો, ખોટા કામો છોડી ફકત અને ફકત અલ્લાહની ઈબાદતોમાં મશગુલ થઇ જાઓ. દુનિયાદારી છોડો અને પરહેજગારી અપનાવવાની શિખામણ આપી હતી. ઇન્સાને દુનિયામાં મુસાફર ની જેમ રહેવું જોઈએ કેમ કે આપણે મુસાફરો છીએ અને એક દિવસ મુસાફરી પુરી થતા દુનિયાને છોડવી જ પડશે. તેમને નસીહતમાં જણાવ્યું હતું કે, આપણે પોતાનેજ પ્રથમ સુધારવો પડશે, આપણા નફ્સ ને મારવો પડશે, ફકત અલ્લાહ થી જ ડરો, અલ્લાહની કુર્બત હાંસલ કરો અને નમાજ પાબંદી સાથે પઢવાની નસીહત સાથે પ્રોગ્રામ પૂર્ણ થયો હતો.

પ્રોગ્રામમાં ગામના તથા આજુબાજુ થી મોટી સંખ્યામાં લોકો હાજર રહી ફૈઝયાબ થયા હતા.

અસ્સમુઅલયકુમ
ઘણા વર્ષો પછી આજે ઈદગાહમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરવાનું આપણાં સૌને નશીબ થયું. અલ્હમદુલિલ્લાહ…
ઇદગાહમાં નમાજ અદા કરવાનું સરળ બને એ માટે એની સાફ સફાઈ થવી ખુબ જ જરૂરી હતી.પાર્કિગની વ્યવસ્થા કરવાનું કામ પણ સહેલું ન હતું.પરંતુ આપણાં ગામના નવયુવાનોએ ખડે પગે રહી ઇદગાહની સાફ સફાઈ કરી.પાર્કિગની જગ્યાને પણ ગાડીઓ મૂકવા લાયક બનાવી.ખરેખર માનવામાં ન આવે એવી વ્યવસ્થા ગામના ખંતીલા નવયુવાનોએ કરી આપી.ઉપરાંત બિલાલભાઈ મેલા અને ઝાકિરભાઈ ઉમટા એ નમાજીઓને તડકો ન લાગે એ માટે મંડપની વ્યવસ્થા કરી આપી.આ તમામ વ્યવસ્થા આટલા ઓછા સમયમાં કરવી શક્ય ન હતું.પરંતુ સલામ છે આપણાં ગામના નવયુવાનોને જેઓએ ખભાથી ખભા મિલાવી અશક્ય કામને શક્ય બનાવી આપ્યું.તમામ કોમ માટે એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.
અલ્લાહ રબ્બૂલ ઈજ્જતથી દુઆ છે અલ્લાહ તમામની નિઃસ્વાર્થ સેવાને કબૂલ કરે અને બંને જહાંમાં બેહતરથી બેહતરીન બદલો આપે એવી દિલી દુઆ છે.આ ઉપરાંત તેઓના આ નેક કામ માટે સમગ્ર ટંકારીયા ગામ ખરા દિલથી આભાર માને છે.
આપણું ગામ સદા અન્યો માટે સારા ઉદાહરણ પૂરા પાડવા માટે જાણીતું છે.આપણી આજની યુવા પેઢી આપણાં ગામનો આ ઉત્તમ વારસો જાળવી રાખશે એવો વિશ્વાસ મજબૂત થયો છે.
ફરીથી તમામ નવયુવાનોનો ટંકારીયા ગામ ખરા દિલથી આભાર માને છે.