Poets
કવિઓ
Edited by: Adam Tankarvi and Mahek Tankarvi
સંપાદકો: અદમ ટંકારવી અને મહેક ટંકારવી
દુનિયાને તજુર્બાતો હવાદિસ કી શકલ મૈં
જો કુછ મુજ્હે દિયા હય વહ લૌટા રહા હું મૈં
□ સાહિર લુધ્યાન્વી
આ વિભાગમાં ખાસ કરીને ટંકારીઆના કવિઓ-લેખકોના અંગ્રેજી-ગુજરાતી કાવ્યો અને ગઝલો ઉપરાંત ટૂંકા લેખો, નિબંધો અને વાર્તાઓને સ્થાન આપવામાં આવશે.
ટંકારીઆના નવોદિત ગઝલકારો અને લેખકોની રચનાઓ, યોગ્ય વધઘટ કે સુધારા વધારાઓ સાથે, પ્રસિદ્ધ કરી તેમને જરૂરી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવશે.
માર્ગદર્શનની શુભ નિય્યતે કોઇ પણ રચનામાં જરૂરી સુધારો વધારો કરવાનો અધિકાર સંપાદકોને રહેશે.
જનાબ દીપક બારડોલીકર કહે છે તેમ હંમેશાં જીવન સાથે જોડાયેલી રહેલી ગઝલ “એ જીવતા જાગતા લોકોની લોકો માટેની કળા છે.” એને ધ્યાનમાં રાખી જીવનના દુખ-સુખની, મિલનની, જુદાઇની, ખુશીની-ખિન્નતાની વાતો કરતી, લાગણી અને બુદ્ધિના ચમકારાવાળી ટંકારીઆ ઉપરાંત દેશ-વિદેશના નામી-અનામી ગઝલકારોની ગુજરાતી, ઉર્દૂ, હિંદી અને અંગ્રેજી રચના અથવા શેરો Ghazal / Hazal of the Month – આ મહિનાની ગઝલ / હઝલ શિર્ષક હેઠળ રજૂ કરવામાં આવશે. અવારનવાર યોજાતા મુશાયરાઓના ચિત્રો, અહેવાલો પણ રજૂ કરી અહીં તહીં થતી મુશાયરા પ્રવૃત્તિના ટૂંકા અહેવાલો પણ પેશ કરવામાં આવશે.