1 2 3 748

ગતરોજ તારીખ: ૨૬/૬/૨૦૨૨/ ના રોજ પાલેજ જિલ્લા પંચાયત ની બેઠક ની ચિંતન શિબિર તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા નિમાયેલા પ્રમુખ શ્રી પરિમાલસિંહ રાણા નો મોટા પાદર ટંકારીઆ ખાતે સમ્માન સમારોહ નું આયોજન કરવા મા આવ્યું.

અલ્હમદુ લીલ્લાહ ………………… અલ્લાહના ફઝલો કરમથી ચાલુ વર્ષે અલ્લાહે ગામ ટંકારીઆ પર બહુ મોટી રહેમત નાઝીલ કરી અને આપણા ગામના આશરે ૨૪ હુજ્જજો (હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા) આજે મગરીબની નમાજ બાદ હજ માટે રવાના થઇ ગયા છે. અલ્લાહ તઆલા તમામને સહી સલામત લઇ જાય અને હજના તમામ અરકાઆનો સારી રીતે અદા કરાવે અને તેમની તથા અત્યાર સુધી જેમને હજ પઢી હોય તેમની તથા ભવિષ્યમાં જેઓ હજ પઢશે તેમની હજ કબૂલ મકબુલ ફરમાવે.

લબબેક…………….. અલ્લાહુમ્મા………… લબબેક

આજરોજ BOB દ્વારા આયોજિત ભરૂચ ઝોન ના વડા જનરલ મેનેજર સાહેબના વડપણ હેઠળ હોટલ લોર્ડ્સ પ્લાઝા, અંકલેશ્વર ખાતે મીટીંગ અને સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં આપણા ટંકારીયા ગામના મારા મિત્ર સલીમ દાઉદ રેઠડા ને ભરૂચ ઝોન ના વડા જનરલ મેનેજર સાહેબ હસ્તે તેમની નિષ્ઠા અને અથાગ પ્રયત્નો વડે ફક્ત ૧૧ મહિના ના ટૂંકા ગાળા માં ઉત્કૃષ્ટ કામગીરી કરી ભરૂચ ઝોન માં ૪ (ચોથો) ક્રમ મેળવવા બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
તેમને ખુબ અભિનંદન અને ભવિષ્યમાં વધુ સફળતા મેળવી ગામનું નામ રોશન કરે એવી દુઆ.

આજરોજ તારીખ ૨૩/૬/૨૨ ને ગુરુવારના રોજ કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ટંકારીઆ ગામની પ્રાથમિક કન્યા તથા બ્રાન્ચ કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે મુખ્ય અતિથિ ભરૂચ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા સદસ્ય અબ્દુલભાઇ ટેલર, સરપંચ ઝાકીરહુસેન ઉમતા, ડેપ્યુટી સરપંચ મુમતાજબેન ઉસ્માન લાલન તથા તલાટી ક્રમ મંત્રી તેમજ શાળાનો સ્ટાફગણ અને બાળકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર બાળકો તથા આંગણવાડી માં પ્રવેશ મેળવનાર બાળકોને પુસ્તકો તથા સ્કૂલ બેગ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમના ટૂંકા વક્તવ્યમાં બાળકોને અભ્યાસ અધૂરો ના રાખી પૂરો કરવા પાછળ જોર દેવામાં આવ્યું હતું તેમજ આ માટે શિક્ષકો તેમજ વાલીઓને આ બાબતે પૂરતું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. આ તબક્કે ગામના સરપંચ દ્વારા અધ્યક્ષ મહોદય તથા ગામ આગેવાનોનો આભાર વ્યક્ત કરી પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું.

1 2 3 748