1 2 3 892

મર્હુમા અમીનાબેન મોહંમદ રખડા, મુસ્તાક રખડા (કાકા) ના વાલીદા અજમેર ગયા હતા જ્યાં તેઓ અલ્લાહની રેહમતમાં પહોંચી ગયા છે.

અલ્લાહ તઆલા મર્હુમાની મગફીરત ફરમાવે, જન્નતુલ ફિરદોસમાં આલા મકામ અતા ફરમાવે, કુટુંબીજનોને સબ્ર અતા ફરમાવે.

મર્હુમાની જનાજાની નમાઝ આજે શુક્રવારે સવારના ૧૦:૩૦ કલાકે ભડ ભાગ કબ્રસ્તાનમાં થશે .

 

હવામાન ખાતાની આગાહી સાથે ટંકારીઆ સહીત સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગામમાં પાદરમાં પાણી ભરવાનું ચાલુ થઇ ગયું છે. લોકો વરસાદમાં ટહેલવાની મજા મણિ રહ્યા છે. આ લખાય ત્યારે પણ વરસાદ જોરશોરથી પડી રહ્યો છે. પાદરમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોના માલિકો પાદરમાં પાણી ભરાય તે દહેશતથી એકદમ સતર્ક થઇ ગયા છે.

કસ્બા ટંકારીઆની કન્યાશાળા (મુખ્ય)માં આપણા ગામની સામાજિક સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે એસ.આર.એફ. કંપની તરફથી કન્યાશાળા (મુખ્ય) ને ૨ (બે) સ્માર્ટ ટી.વી. પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિઓમાં ગામના હાલના વહીવટદાર નિલેશભાઈ તથા તલાટી ઘનશ્યામભાઈ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા તથા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા, ઇલ્યાસ જંગારીયા, અમીન કડા, અઝીઝ ભા, તેમજ ગામના કોઈ પણ કાર્યમાં અગ્રેસર રહેતા અખ્તર માલજી, ઈરફાન મેલા  ઉપરાંત શાળાના આચાર્ય ખીલજી સાહેબ તથા

શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળા તરફથી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કન્યાશાળા (મુખ્ય)માં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા બાળકોને શુદ્ધ ફિલ્ટર પાણી આખા વર્ષના શૈક્ષણિક કાર્ય દરમ્યાન આપવામાં આવી રહ્યું છે.

1 2 3 892