ટંકારીઆ બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફીમાં ભેંસલી વિજયી

આજે ટંકારીઆ ગામે લીલીછમ ઘાસ આચ્છાદિત ટર્ફ વિકેટ ધરાવતા બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ટી-૨૦ મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી લીગ ટુર્નામેન્ટ ની ફાઇનલ અલ-નૂર ભેંસલી અને ભીખા બ્લાસ્ટર માંકણ વચ્ચે રમતા અલ-નૂર ભેંસલી વિજેતા બની હતી. નિર્ધારિત ૨૦ ઓવરોમાં માંકણ ની ટીમે ૧૬૮ રન ખડક્યા હતા જેના જવાબમાં ભેંસલી ટીમે ૧૮ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૭૦ રન કરતા અલ-નૂર ભેંસલી ટિમ ફાઇનલ વિજેતા થઇ હતી.
આ સમગ્ર ટુર્નામેન્ટ નો હેતુ મુસ્લિમ સમાજની એકતાનો હતો. આ ટુર્નામેન્ટની ફાઇલના અંતે રણજી ખેલાડીઓ જેવા કે, લુકમાન મેરીવાળા, સલીમ વૈરાગી, ફિરદોશ ભાજા, સફ્વાન ઘોઘા, સોયેબ સોપારીયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ ભાગ લેનાર તમામ ટીમના ઓનરોને પણ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કોંગી અગ્રણી સુલેમાન પટેલ, આસિફ સરપંચ ખોજબલ, વાજિદ જમાદાર, ઝામ્બિયાથી ઇમરાન શેઠિયા, અબ્દુલરઝાક ઘોડીવાલા, સાઉથ આફ્રિકાથી ઝાકીર ગોદર, સોયેબ ગોદર, ફારૂક ડેલાવાલા, યુ.કે.થી રિયાઝ લારીયા, ડેપ્યુટી સરપંચ સફ્વાન ભુતા, ઈમ્તિયાઝ રહાદ વાળા, મુસ્તાક ટટ્ટુ, મિનાઝ ડેરોલવાળા તથા દેશ વિદેશથી પધારેલા મહેમાનો નજરે પડ્યા હતા. આ ફાઇનલ મેચ નિહારવા ગામ પરગામથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં વિજેતા તથા રનર્સ એ ટીમને તથા સમગ્ર ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને મોટરબાઈક તેમજ રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ મેચની કોમેન્ટ્રી કોસંબાના અઝીમ મલેકે તેમના આગવા અંદાજમાં કરી પ્રેક્ષકોને મનોરંજન પૂરું પડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝાકીરહુસેન ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું.

1 Comment on “ટંકારીઆ બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફીમાં ભેંસલી વિજયી

  1. Asalamualiykum, one of the most successful tornament i have seen,Great organised ,Great presentation,Great hospitality,and great support from all over our Bharuch and Baroda dist.At the end give us a great happiness,thanks to oragenigers and owner of Bariwala Ground,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*