ટંકારીયા ખાતે નિઃશુલ્ક સર્વ રોગ આર્યુવેદિક નિદાન શિબિર તેમજ NRI મિત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો…
ભરૂચ તાલુકાના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાનામાં ટ્રસ્ટ તથા પારુલ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ આર્યુવેદિક નિદાન શિબિર તેમજ વિદેશથી માદરે વતન પધારેલા NRI મિત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું તથા આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનું ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સામજિક કાર્યકર અબ્દુલ કામથી, ગુલામભાઇ ઇપલી તેમજ યુ કે સ્થિત ઈમ્તિયાઝ પટેલ, ઇકબાલભાઇ ધોરીવાલાએ તથા ડો. યુસફભાઇ ખોડા સાહેબે સંસ્થા દ્વારા પ્રદાન કરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે હાજરજનોને સુંદર ચિતાર આપ્યો હતો.
આયોજિત નિઃશુલ્ક સર્વ રોગ આર્યુવેદિક નિદાન શિબિરનો દર્દીઓએ લાભ લીધો હતો. વડોદરા પારૂલ આર્યુવેદિક હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. આયોજિત સર્વ રોગ આર્યુવેદિક નિદાન શિબિરમાં 100 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. વિવિધ રોગોના દર્દીઓને તબીબોએ તપાસી જરૂરી માર્ગદર્શન આપી તેઓને દવાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિદેશથી પધારેલા ઐયુબભાઈ મીયાંજી, ઈકબાલ ધોરીવાળા, ડો.યુસુફ ખોડા, મોહસીનભાઈ લારીયા, મૂળ વરેડીયાના પરંતુ હંમેશા પોતાની ઓળખ ઈમ્તિયાઝ ટંકારવી તરીકે આપતા ઈમ્તિયાઝભાઈ ટંકારવી, હબીબભાઇ ભુતા તેમજ ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી, ડે. સરપંચ સફવાન ભુતા, અબ્દુલ્લાહ ટેલર, સૈયદ સલીમબાવા, રતિલાલભાઈ પરમાર, નાસીરહુસેન લોટીયા, ગુલામભાઇ ઇપલી, મુસ્તાક સાપા [સ્પિનર] તેમજ ગામના વડીલો અને નવયુવાનો હાજર રહ્યા હતા.
અંતમાં આભારવિધિ સાથે કાર્યકમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો…
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું.





ઈમ્તિયાઝભાઈ ટંકારવીના ખાસ પ્રશંસકનો ફોટો નીચે છે.

TANKARIA WEATHER
Good work.