ટંકારિયામાં નુરાની મિયાની તકરીર યોજાઈ
કોઈ પણ માનવી પોતાની મરજીથી દુનિયામાં આવતો નથી કે જતો નથી : સૈયદ નૂરાની મિયાં
દુનિયાદારી છોડી પરહેજગારી અપનાવો : સૈયદ નૂરાની મિયાં
ભરૂચ તાલુકાના ટંકારીઆ કસ્બામાં ગતરોજ ઈશાની નમાજ બાદ “સમાજ સુધારણા” બેનર હેઠળ સૈયદ નૂરાની મિયાં અશરફીયુલ જિલ્લાની કિછોછવી ની તકરીરનો પ્રોગ્રામ યોજ્યો હતો.
પ્રોગ્રામની શરૂઆત નૂરાની મિયાં દ્વારા લિખિત પોતાની અકીદતમંદી જાહેર કરતી પર્શિયન નાત પઢીને કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને પોતાના જોશીલા અંદાજમાં કરેલા બયાનમાં જણાવ્યું હતું કે, કોઈ પણ ઇન્સાન આ દુનિયામાં પોતાની મરજીથી આવતો નથી કે પોતાની મરજીથી દુનિયા છોડી જતો નથી. દુનિયાને સારી બંનાવવી હશે તો દુનિયામાં અલ્લાહ ની મરજીથી રહો અને તે જે કામથી રોકાઈ જવાનું કહે ત્યાં રોકાઈ જાઓ અને જે કામ કરવાનું કહે તેને કરતા રહો, તો તમારી દુનિયા સુધરી જશે. તેમને તેમના જોશીલા બયાનમાં એમ પણ નસીહતો કરી કે, એ ઈન્સાનો આપણી આદતોને સુધારો, ખોટા વિચારો, ખોટી આદતો, ખોટા કામો છોડી ફકત અને ફકત અલ્લાહની ઈબાદતોમાં મશગુલ થઇ જાઓ. દુનિયાદારી છોડો અને પરહેજગારી અપનાવવાની શિખામણ આપી હતી. ઇન્સાને દુનિયામાં મુસાફર ની જેમ રહેવું જોઈએ કેમ કે આપણે મુસાફરો છીએ અને એક દિવસ મુસાફરી પુરી થતા દુનિયાને છોડવી જ પડશે. તેમને નસીહતમાં જણાવ્યું હતું કે, આપણે પોતાનેજ પ્રથમ સુધારવો પડશે, આપણા નફ્સ ને મારવો પડશે, ફકત અલ્લાહ થી જ ડરો, અલ્લાહની કુર્બત હાંસલ કરો અને નમાજ પાબંદી સાથે પઢવાની નસીહત સાથે પ્રોગ્રામ પૂર્ણ થયો હતો.
આ પ્રોગ્રામમાં ગામના તથા આજુબાજુ થી મોટી સંખ્યામાં લોકો હાજર રહી ફૈઝયાબ થયા હતા.













Leave a Reply