Progressive work by Village Panchayat Tankaria
આજરોજ તારીખ ૧૮/૦૫/૨૦૨૨ ને બુધવારના રોજ પંચાયત શોપિંગ સેન્ટરના મરમ્મતનું કામ ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૮ વર્ષ થી બનેલા આ શોપિંગ સેન્ટર ખુબજ જર્જરિત હાલતમાં હોય તથા કોઈ આકસ્મિક ઘટના ન ઘટે એ હેતુથી સરપંચ શ્રી ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા દ્વારા તાત્કાલિ ધોરણે શોપિંગ ના મરમ્મત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કામમાં શોપિંગ સેન્ટરના તમામ ભાડુઆતો દ્વારા પણ ખુબ સારો સહકાર મળ્યો. અત્યાર શોપિંગ સેન્ટર નું પ્લાસ્ટર કામ ચાલુ છે ત્યાર બાદ ઉપરના ભાગે પાતળાંનો શેડ તથા અંત માં કલર કામ કરી શોપિંગ સેન્ટર ને શુશોભિત કરવામાં આવશે.
લી. સરપંચ શ્રી
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા