1 2 3 528

ભરૂચ જિલ્લામાં વરસાદનું ઘોડાપૂર સર્જાયું છે . ભરૂચ જિલ્લા તથા ટંકારીઆ પંથકમાં ગતરોજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જે બાદ આજ સુધી દિવસભર છુટાછવાયા ઝાપટા અને ઝરમરિયો વરસાદ સતત રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લાં 20 દિવસથી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. આજરોજ જિલ્લામાં વરસાદ યથાવત રહ્યો છે. જોકે, આકાશ વાદળ છાયું થયાં બાદ સામાન્ય ઝરમર સિવાય વરસાદ વરસતો ન હતો જે રહેમનો વરસાદ પણ કહી શકાય. ખેડૂતોના મોઢા પર ખુશીની ઝલક જોવા મળી છે. રવિવારે સવારથી જ જિલ્લામાં છુટા છવાયા ઝાપટાં અને ઝરમિયો વરસાદ વરસ્યો હતો જે આ લખાય છે ત્યાં સુધી ચાલુ છે.

ટંકારીઆ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી ધીમીધારે રહેમનો વરસાદ સતત થઇ રહ્યો છે. ઘેરે ઘેર વેરમી, ઢેબરાં, ભજીયા બની રહ્યા છે. ઠંડક પ્રસરી જવા પામી છે.

સમગ્ર ભારતમાં આજે બકરી ઈદ ની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ટંકારીઆ નગરમાં બકરી ઈદ ની ઉજવણી કોમી એખલાસ સાથે શાંતિ પૂર્વક કરવામાં આવી હતી. સમગ્ર મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાજ વહેલી સવારે અદા કરી હતી તેમજ સરકારના કોરોના મહામારીના ના બહાર પડેલા જાહેરનામા અનુસાર સોસીઅલ ડિસ્ટન્સ જાળવી એકબીજાને ઈદની મુબારક્બાદીઓ પાઠવી હતી. પાલેજ મથકના પી. એસ. આઈ. રજીયાએ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સવારથીજ ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવો દીધો હતો. આમ ટંકારીઆ તથા ગ્રામ્ય વિસ્તારોમાં બકરી ઈદની ધામધૂમથી શાંતિભર્યા વાતાવરણમાં ઉજવણી કરી હતી.

1 2 3 528