Faisal Khandhia, son of Faiyaz & Shama Khandhia, received an honorary award and scholarship during an annual event held by ICC (Indian Cultural Center) in Houston, Texas on the occasion of 77th Annual Independence Day Celebration of India. He was warmly welcomed and awarded by chief guest well known Bollywood actor and philanthropist Sonu Sood.

Many congratulations to Faisal and we pray that you continue to excel in your field of study and the community can benefit from your knowledge.

ગત રોજ ચંદ્રયાન-૩ નું ચંદ્ર પર સફળ ઉતરાણ થયું હતું જે ભારત દેશ માટે ગૌરવની વાત છે. ભારત ચંદ્ર પર સફળ ઉતરાણ કરવાવાળો ચોથો દેશ બની ગયો છે. તેની સાથે દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરી ઇતિહાસ સર્જી દીધો છે. તે અહીં સુધી પહોંચનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. અને આ ભવ્ય સિદ્ધિનું સમગ્ર વિશ્વ સાક્ષી બની ગયું છે. અંતરિક્ષ માં ભારતની આ ઐતિહાસિક ઉપલબ્ધી છે. ગામ ટંકારીઆના લોકો  ઈસરો સહીત દેશના તમામ વૈજ્ઞાનિકોને અને આ અભિયાનમાં ફાળો આપનાર દરેક વ્યક્તિઓને દિલોજાનથી શુભેચ્છા પાઠવીએ છીએ.

Chandrayaan-3 successfully landed on the moon yesterday, which is a matter of pride for India. India has become the fourth country to successfully land on the Moon. It has created history by landing on the South Pole. It has become the first country in the world to reach this point. And the whole world has become a witness of this glorious achievement. This is India’s historic achievement in space. The people of village Tankaria extend our best wishes to all the scientists of the country including ISRO and to everyone who contributed to this campaign.

SALIM AHMED SAVAG [KOLAVANAWALA] passed away at Master Park Colony, Tankaria. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Dafanvidhi will held at Bhadbhag graveyard at 10.30pm today. May ALLAH [SWT] grant a place in Jannatul firdaush. Ameen.

આપણા ગામના જેટ પાર્ક અને મદની પાર્ક [નાના પાદર] ના રહીશો ગ્રામપંચાયત ટંકારીઆના તત્કાલીન વહીવટદાર તથા તલાટીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, સદર સોસાયટીના પાણીના નિકાલનો જટિલ પ્રશ્ન એવો હતો કે વરસાદી પાણી વરસાદ પડે એટલે આ સોસાયટીઓમાં ભરાઈ જતું હતું. અને તેનો કોઈ નિકાલ ના હતો. આ પ્રશ્ન આ સોસાયટીઓના રહીશો દ્વારા વહીવટદારને કરતા વહીવટદારે અને તલાટીએ તથા ગામ આગેવાનોએ આ સમસ્યામાં અંગત રસ લઇ નાણાં મંજુર કરાવી કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે કામ સોંપી કામ પરિપૂર્ણ કરવામાં આવતા સોસાયટીના આગેવાનોએ વહીવટદાર અને તલાટીનો ફુલહાર કરી આભાર વ્યક્ત કર્યો હતો. જેની તસ્વીરો નીચે આપ જોઈ શકો છો.

અહેવાલ રજૂકર્તા : ઉસ્માનભાઈ કડુજી.

“My Tankaria” વૅબસાઇટના વિવિધ વિભાગોનું અત્યાર સુધી સંપાદન કાર્ય સંભાળતા સંપાદકોમાં જરૂરી સલાહમસલત પછી નીચે મુજબ ફેરફારો કરવામાં આવ્યા છે જે વૅબસાઇટના યુઝર્સની જાણ માટે:

વિભાગ સંપાદકો
ન્‍યૂઝ (ગામપરગામના સમાચારો) મુસ્તાક દોલા, શકીલ ભા
કહાં ગયે વો લોગ નાસીરહુસેન લોટીયા, ઇસ્માઇલભાઇ ખૂણાવાલા
લાઇફ અબ્રોડ શકીલ ભા, નાસીરહુસેન લોટીયા
પોએટ્સ (કવિઓ) અઝીઝ ટંકારવી (માર્ગદર્શન), મુબારક ઘોડીવાલા, નાસીરહુસેન લોટીયા
શાઇનિંગ સ્ટાર્સ ઇબ્રાહીમ માસ્તર (પીર), શકીલ ભા, ઇસ્માઇલભાઇ ખૂણાવાલા
સંસ્થાઓ નાસીરહુસેન લોટીયા
ઇતિહાસ નાસીરહુસેન લોટીયા

અત્યારના એડમિનિસ્ટ્રેટરોમાં નીચેની વ્યક્તિઓનો સમાવેશ થાય છે:
મુસ્તાક દોલા, શકીલ ભા, નાસીરહુસેન લોટીયા, યાકૂબભાઇ મેન્‍ક

નોંધ:
૧. સંપાદકોનું કામ જે તે વિભાગ માટે યોગ્‍ય મટિરિયલ સંપાદન કરવાનું, તેને જોઇ-તપાસી જવાનું અને તૈયાર થયે વૅબસાઇટ પર અપલોડ કરવા માટે એડમિનિસ્ટ્રેટરને આપવાનું હોય છે જે દરેક બાબતની ચોકસાઇ કરી, જરૂરી સુધારા વધારા કે ફેરફારો કરી યોગ્‍ય હશે તો વૅબસાઇટ પર અપલોડ કરશે.

૨. જે તે વિભાગને લગતું લખાણ કોઇ પણ ટંકારવી કોન્‍ટ્રિબ્યૂટર તે વિભાગના સંપાદકને અથવા ડાયરેક્ટ એડમિનિસ્ટ્રેટરને મોકલી શકે છે. સંપાદક અને એડમિનિસ્ટ્રેટર તે અંગે ઘટતું કરશે.

૩. વહીવટની સરળતા, સુગમતા ખાતર કોઇ પણ બાબતમાં એડમિનિસ્ટ્રેટરનો નિર્ણય એ અંતિમ નિર્ણય રહેશે.

વિવિધ-વિભાગોના-સંપાદકોમાં-જરૂરી-ફેરફારો-અને-અગત્યની-નોંધ (અહીં આપેલ માહિતી તમે આ લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.

IQBAL ALLI GUJIYA [EX-CONDUCTOR] [Brother of Imtiyaz Gujiya] passed away…………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e Janaja will held at Hashamshah [RA] graveyard after ASR prayer.  May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen. 

અંગ્રેજોની ગુલામીના દિવસોને દૂર થયાને આજે ૭૭ વર્ષ થયા. આપણો દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ સ્વતંત્ર થયો. જે અંતર્ગત આજે ૧૫ ઓગસ્ટ ના દિને  સમગ્ર દેશ સ્વતંત્ર દિવસની ઉજવણી ધામધૂમ થી કરી રહ્યો છે. જેમાં ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ તથા આજુબાજુના પંથકના ગામોમાં પણ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગ્રામપંચાયત ટંકારીયાના પટાંગણમાં ધ્વજવંદનવિધિ ગામના તલાટી ઉમેશભાઈ પટેલના હસ્તે સંપન્ન થઇ હતી. ત્યારબાદ વિવિધ શાળાઓમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.  પ્રાથમિક કન્યાશાળા [મુખ્ય] પ્રાથમિક કુમારશાળા [બ્રાન્ચ] માં સંયુક્ત ધ્વજારોહણ તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર દ્વારા  કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગગનભેદી દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજતું થઇ ગયું હતું. બાદમાં વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓએ કર્યા હતા.  ત્યારબાદ  એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં સ્વાતંત્ર્યદિન (રાષ્ટ્રીય પર્વ) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારે ૯:૦૦ કલાકે બાળકો શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધાર્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલભાઇ ટેલર સ્થાન ગ્રહણ કરી તેમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગયા શનિવારે શાળાના મદની હોલમાં દેશ ભક્તિ ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વિજેતા થયેલ બાળાઓએ આજ રોજ ઉપસ્થિત મહેમાનો સમક્ષ પોતાની કૃતિ રજુ કરી. આ ઉપરાંત હાજર રહેલ મહેમાનોમાં માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા, તલાટી ઉમેશભાઈ, , સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, મુખ્તાર ખાંધિયા, રખડા મુસ્તાકભાઈ તેમજ શાળાના પ્રમુખશ્રી ઈશાકભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીમંડળના અન્ય સભ્યો હાજર રહયા હતા. હાજર રહેલ મહેમાનોમાં માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટાએ પ્રસંગને અનુંરૂપ બોધવચનો આપી આઝાદીની જંગમાં પોતાના કિંમતી જીવનની આહૂતિ આપનાર શહીદોને યાદ કરી શ્રધાજંલિ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આમંત્રિત શાળાના ટ્રસ્ટીમંડળ, શાળા પરિવાર તેમજ બાળકો મહેમાનોએ હાજર રહી ધામધૂમથી આઝાદીના રંગે-રંગાઈને ઉજવણી કરી. વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા, દેશભક્તિનું વાતાવરણ પૂરું પાડ્યું હતું, અંતે મો મીઠું કરી સૌ વિદાય થયા.   વિદ્યાર્થીઓએ એકદમ શિસ્તબદ્ધ રીતે દેશભક્તિના સૂત્રો ઉચ્ચાર્યા હતા. તેમજ ટંકારીઆ ગામની વિવિધ ધાર્મિક સંસ્થાઓ પર પણ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.