Career Guidance

BY: Nasirhusen Lotiya.
Latest Revision (Gujarati and English) : August 14, 2021

આ નવીનતમ આવૃત્તિમાં આપણે રોજગાર સંબંધિત માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરીશુ.

બોલે તેના બોર વેચાય, શરમાય તે કરમાય.

You never get a second chance to make a first impression. An incomplete Profile/CV will have a poor impression on the employer. 

શરુઆત ક્યાંથી કરશો?
(૧)જોબ માર્કેટનું હાલનું વલણ જોતાં મોટા ભાગની કંપનીઓ અને એજન્સીઓ LinkedIn પ્રોફાઇલ અને CVને ખુબ મહત્વ આપી રહી છે એ ધ્યાનમાં રાખીને તમારી LinkedIn પ્રોફાઇલ અને CV ને પૂરતો સમય ફાળવી ખૂબ કાળજીપૂર્વક અપડેટ કરો. તમારી લિંક્ડઇન પ્રોફાઇલમાં સંપૂર્ણ માહિતી આપો, કોઈપણ વિભાગ છોડશો નહીં. માર્ગદર્શન માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://www.linkedin.com/in/nasirhusenlotiya/ (LinkedIn પ્રોફાઇલનો નમૂનો)
https://www.linkedin.com/pulse/career-guidance-nasirhusen-ahmed-lotiya- (CV, ઇન્ટરવ્યુ, સેલરી અંગે માહિતી.)

(૨) Jerry Varghese Human Resources recruitment Agency/ Consultants (જેમાં ૪૦૦ થી પણ વધુ કંપનીઓ જોડાયેલ છે) માં રજીસ્ટ્રેશન કરો. https://www.jerryvarghese.com/home-page/index.aspx
(૩) G. Gheewala Human Resources recruitment Agency/Consultants માં રજીસ્ટ્રેશન કરો. https://ggheewala.com/
(૪) જ્યાં સુધી તમને નોકરી ન મળે ત્યાં સુધી આ કામ માટે નિયમિતપણે પૂરતો સમય આપો. સખત પરિશ્રમ વિના સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. દુનિયાના ઘણા દેશોમાં હજારો નોકરીઓ વિશેની માહિતી મેળવવા માટે આ પેજના અંતે આપેલ “ Jobs around the world” વિભાગ જુઓ.
અનુભવે એ જાણવા મળ્યું છે કે Saudi Aramco જેવી ખુબ મોટી વિશ્વ કક્ષાની કંપની પણ ઘણીવાર કર્મચારીઓની પસંદગી માટે ઇન્ટરવ્યુનું કામ ખાનગી એજન્સીઓને સોંપે છે. જયારે બીજી કેટલીક મોટી કંપનીઓ કર્મચારીઓની પસંદગી અને ભરતીનું બધું કામ જાતે કંપનીના કર્મચારીઓની મદદથી કરતી હોય છે. આ બધુ જણાવવા પાછળનો મારો હેતુ જોબ શોધવાની પ્રક્રિયાની દરેક તબક્કાની નાનામાં નાની માહિતી પૂરી પાડી જરૂરી માર્ગદર્શન આપવાનો છે જેથી વાંચનારની મૂંઝવણ ટાળી શકાય અને આત્મવિશ્વાસ વધે.

વધુ મહત્વનું શું છે – તમારી CV કે LinkedIn પ્રોફાઈલ?
જો તમે LinkedIn નો ઉપયોગ કરીને અરજી કરી રહ્યા છો, તો ભરતી કરનાર પ્રથમ તમારી LinkedIn પ્રોફાઇલને જોશે. વૈકલ્પિક રીતે, તમારા ભરતી કરનાર તમને LinkedIn પર શોધી શકે છે કારણ કે તમે તેમના પદ માટેના માપદંડ સાથે મેળ ખાઓ છો. જો તમને ભરતી માટેની વેબસાઇટ દ્વારા CV સબમિટ કરવાની વિનંતી કરવામાં આવે, તો તમારા ભરતીકર્તા પહેલા તમારો CV જોશે. LinkedIn પ્રોફાઇલ અને CV બંને મહત્વપૂર્ણ છે. માત્ર એટલો જ તફાવત છે કે LinkedIn પ્રોફાઇલમાં આપેલી માહિતી અન્ય લોકો દ્વારા સમર્થન અને ભલામણો દ્વારા ચકાસી શકાય છે.

વધુ માર્ગદર્શન માટે, ટંકારીયા મૂળના એન્જિનિયરો અને આઇટી પ્રોફેશનલ્સ TANKARIA ENGINEERS/IT વોટ્સઅપ ગ્રુપમાં જોડાઇ શકે છો. તમે મારી સાથે મારા વ્યાવસાયિક નેટવર્ક LinkedIn પર પણ જોડાઇ શકો છો (લીંક ઉપર આપેલ છે). ગ્રુપમાં ઘણી મહત્વની માહિતી અવારનવાર મુકવામાં આવે છે. ટંકારીઆ ગામના કેટલાક ઈજનેરોને બાંધકામને લગતા પુસ્તકો, વીડિયો, અને સહાયક દસ્તાવેજો મેં આપ્યા હતા એનાથી તેઓને ઘણો ફાયદો થયો છે એવું મને જણાવવામાં આવ્યું છે. ટંકારીઆ ગામના ઈજનેરોને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં મને આનંદ થશે. રસ ધરાવતા ઈજનેરો કોઈ પણ ખચકાટ વગર મારો સંપર્ક કરી શકે છે.

In this latest revision we will focus on information related to employment.
Where do you start?
(1) As per the current trend in the job market, most companies and agencies are giving great importance to LinkedIn profiles and CVs. Provide complete information in your LinkedIn profile, do not leave any section. Click on the links given below for guidance.
https://www.linkedin.com/in/nasirhusenlotiya/ (Example of the LinkedIn profile)
https://www.linkedin.com/pulse/career-guidance-nasirhusen-ahmed-lotiya- (Guidance for CV, interview, and Salary negotiations)

(2) Register at Jerry Varghese Human Resources recruitment Agency/ Consultants (400 plus clients). https://www.jerryvarghese.com/home-page/index.aspx
(3) Register at G. Gheewala Human Resources recruitment Agency/ Consultants. https://ggheewala.com/
(4) Provide enough time regularly until you get a job. There is no substitute for hard work. Scroll down to the end of this page and refer to “Jobs around the world.”

Very large world-class company like Saudi Aramco often entrusts the task of arranging interviews for the selection of employees to private agencies. While, some other big companies do all the work of selection and recruitment of employees themselves with the help of the employees of the company. My purpose behind saying all this is to provide the necessary guidance by providing the smallest details of each stage of the job search process so as to avoid the confusion of the reader and increase confidence.

What is more important – your CV or LinkedIn profile? 
If you are applying using LinkedIn, the recruiter will look first at your LinkedIn profile. Alternatively, your recruiter may find you on LinkedIn because you match their criteria for the position. If you are requested to submit a CV through the recruitment website, your recruiter will view your CV first. LinkedIn profile and CV both are important. The only difference is that provided information in the LinkedIn profile can be verified through the endorsements and recommendations by others.

For further guidance, engineers and IT professionals of Tankaria origin can join the TANKARIA ENGINEERS / IT WhatsApp group. You can also join me on my business network LinkedIn (link provided above). A lots of important information is often placed in the group. I have been told that the engineers from Tankaria village have benefited greatly from the books, videos, and supporting documents that I have provided. I would be happy to give any kind of guidance to the engineers of Tankaria village. Interested engineers can contact me without any hesitation.

Jobs around the world
https://www.indeed.com/worldwide
in.indeed.com For jobs in India
https://www.naukri.com/
https://www.naukrigulf.com/
https://www.monsterindia.com/
https://www.monstergulf.com/
https://www.linkedin.com/
https://www.timesjobs.com/
https://www.glassdoor.co.in/
https://www.gulftalent.com/
https://dubaicareers.ae/en/
https://www.dubaijobs.net/
https://qp.com.qa/en/Careers/
https://www.aramco.jobs/
https://www.careerjet.com/
https://www.ceo-worldwide.com/
https://www.jerryvarghese.com/
https://www.careerbuilder.com/
https://www.placementindia.com/
https://www.bayt.com/en/
https://www.oilandgasjobsearch.com/
https://craigslist.org/
https://www.simplyhired.com/
https://www.linkup.com/
https://www.snagajob.com/
https://www.ziprecruiter.com/
https://ojas.gujarat.gov.in/
https://www.diversityjobs.com/
https://www.flexjobs.com/
https://www.theladders.com/
https://angel.co/
https://getwork.com/
https://scouted.io/
https://www.snagajob.com/
https://www.roberthalf.com/jobs
https://www.jobstoday.world/en/jobstoday-jobsearch?
https://www.shine.com/
https://www.overseasjobs.com/
https://www.usajobs.gov/
https://www.dice.com/
https://www.hays.com/
https://www.expatriates.com/classifieds/jobs/
https://www.teachaway.com/ (Teaching Jobs)
https://www.upwork.com/
https://www.expatnetwork.com/
https://gigajob.com/
https://www.freshersworld.com/
https://www.linkedin.com/jobs/
After you click on the company on the below LinkedIn links, you can also click on see all….. employees on LinkedIn. You will have more ideas about leading recruitment agencies around the world.
https://www.linkedin.com/company/jobs-in-dxb/
https://www.linkedin.com/company/jviglobal/
https://www.linkedin.com/company/jobhuntqatar/
https://www.linkedin.com/company/oil-gas-job/
https://www.linkedin.com/company/hp/
https://www.linkedin.com/company/oil-and-gas-recruiter/
https://www.linkedin.com/company/thomson-reuters/
https://www.linkedin.com/company/vacanciesae/
https://www.linkedin.com/company/dar-al-handasah/
https://www.linkedin.com/company/bureau-veritas-group/
https://www.linkedin.com/company/sabic/
https://www.linkedin.com/company/abb/
https://www.linkedin.com/company/sepam/
https://www.linkedin.com/company/galfar-om/
https://www.linkedin.com/company/nes-fircroft/
https://www.linkedin.com/company/tesla-motors/
https://www.linkedin.com/company/bechtel-corporation/
https://www.linkedin.com/company/holcim/
https://www.linkedin.com/company/hitachi/
https://www.linkedin.com/company/techonomy/
https://www.linkedin.com/company/siac-construction/
https://www.linkedin.com/company/schlumberger/
https://www.linkedin.com/company/asmacsjobs/
https://www.linkedin.com/company/asiapower-overseas-employment-services/
https://www.linkedin.com/company/oil-petroleum/
https://www.linkedin.com/company/gulfrecruitment/
https://www.linkedin.com/company/qatarjobscv/
https://www.linkedin.com/company/ministry-of-human-resources-and-social-development-ksa/
https://www.linkedin.com/company/saudi-employment/
https://www.linkedin.com/company/jobhuntqatar/
https://www.linkedin.com/company/the-red-sea-development-company/
https://www.linkedin.com/showcase/constructionweek/
https://www.linkedin.com/groups/52762/
https://www.linkedin.com/groups/1774369/
https://www.linkedin.com/groups/1976445/
https://www.linkedin.com/in/nasirhusenlotiya/detail/interests/companies/
https://www.linkedin.com/in/nasirhusenlotiya/detail/interests/groups/

Useful links for immigration (Work, Study)
Among the below-given links, some links are of private agencies/companies offering services. Kindly investigate before you proceed to pay their fees. Please consider those links for information purposes only.

  1. https://www.cic.gc.ca/english/immigrate/skilled/crs-tool.asp
  2. https://www.gov.uk/skilled-worker-visa
  3. https://www.gov.uk/global-talent
  4. https://www.immigrationxperts.com/united-kingdom-immigration/uk-talent-visa/
  5. https://study-uk.britishcouncil.org/after-your-studies/post-study-work?gclid=Cj0KCQjw1ouKBhC5ARIsAHXNMI-ewFDDDON8aaH3tWs5uEkHoNjnO8hdPZ6YxaTnfCdzV6jA2YVWxiAaApEHEALw_wcB&gclsrc=aw.ds
  6. https://hadilaw.com/graduate-visa-psw/?gclid=Cj0KCQjw1ouKBhC5ARIsAHXNMI_rmZqgNuqS2Ib7vSpu-7FCKQEJLtGvqF5tAndyf-6ae3GHgl_7S70aAmqBEALw_wcB
  7. https://www.y-axis.com/uk-immigration/?gclid=Cj0KCQjw1ouKBhC5ARIsAHXNMI8sFsGtwKU1sGsRtV7bN4_SeTJZCS-PuNyhl9q7OKtgOLsIlPGCN8YaApXfEALw_wcB


Medical – Paramedical Admission Guidance Center ( Will be published soon)

Career Guidance for Student. ( 240 pages / Most useful detailed information )

ધોરણ ૧૨ પછી શું ?
ધોરણ ૧૦ પછી શું ?

Knowledge sharing is the ultimate form of learning. Imagine, if our forefathers kept their inventions, their secrets, their learning, their breakthroughs, or their education to themselves?

8 Comments on “Career Guidance

  1. કારકિર્દી પસંદગી સંદર્ભે જે પણ વિકલ્પો ધ્યાનમાં લેવામાં આવે છે એ તમામ વિકલ્પોની જનની કહી શકાય એવા *એકેડેમીક્સ* એટલે કે *શિક્ષણશાખા* વિશે આજે થોડી વાત કરવી છે. એક વાત ચોક્કસ છે કે શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને શિક્ષણ એક એવો કારકિર્દીનો વિકલ્પ છે કે જેમાં તમે ઉપાર્જનની સાથે લોકોને મદદરૂપ થવાની એક સામાજિક જવાબદારી પણ નિભાવી શકો છો. હાલમાં જે પરિસ્થિતિ છે અને કોન્ટ્રાકચ્યુઅલ ભરતીની જે સમસ્યાઓ છે એને કારણે એકેડેમિક્સ તરફી ચોક્કસ એક પ્રકારની નિરસતા જોવા મળી રહે છે પરંતુ આપણને સૌને ખબર છે કે સમયાંતરે આવી પરિસ્થિતિઓ આવતી રહે છે અને છતાં એકેડેમિક્સ/શિક્ષણશાખા એક લોકપ્રિય શાખા રહી છે. આ પ્રકારની પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી શકાય. જો તમારું મેરીટ સારું હશે તો ચોક્કસ તમે એક ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધી શકો છો.

    હવે વાત કરીએ અલગ અલગ વિભાગની તો પ્રાથમિક શિક્ષક બનવા માટે લઘુત્તમ લાયકાત કે જેને અગાઉ પીટીસી કહેતા હતા એના માટે હવે ડી.એડ અથવા ડી.એલ.એડ તરીકે ઓળખવામાં આવે છે કે જેનાથી તમે ધોરણ ૧ થી ૫ ધોરણ એટલે કે lower primary વિભાગ માં નોકરી મેળવી શકો છો. પરંતુ આ અભ્યાસક્રમ પછી તમારે TET 1 પરીક્ષા પાસ કરવાની રહે છે. હાલ એક થી પાંચમાં સરકારી શાળાઓમાં ભરતીની પરિસ્થિતિ અથવા શક્યતાઓ નહીંવત છે એટલે ઘણી ઓછી કોલેજો હવે ગુજરાતમાં બાકી રહી છે અને આ વિકલ્પ વિશે આ લોકોનો જુવાર પણ ઓછો છે. જો તમારે ૬ થી ૮ ધોરણમાં એટલે કે upper primary માં શિક્ષક તરીકે જોડાવું હોય તો તે માટે બી.એડ અથવા ડી.એલ.એડ એ બંને વ્યવસાયિક અભ્યાસક્રમો માન્ય છે પરંતુ તે માટે કોઈ ભાષામાં, સામાજિક વિજ્ઞાનના વિષયોમાંથી કોઈ એક વિષયમાં કે પછી વિજ્ઞાન પ્રવાહના કોઈ એક વિષયમાં તમારી પાસે સ્નાતક ની ડિગ્રી હોવી જરૂરી છે અને એ ડિગ્રી ઉપરાંત તમારે TET 2 ની એક પરીક્ષા પાસ કરવાની હોય છે અને તે બાદ મેરીટમાં આવવાનું હોય છે.
    હવે વાત કરીએ માધ્યમિક વિભાગની. આગળ જણાવ્યું તેમ કોઈ પણ માધ્યમિક શાળાઓમાં ભણાવવામાં આવતો હોય તેવા કોઈ પણ વિષયમાં તમારે સ્નાતકની પદવી હાસલ કર્યા પછી બી.એડ કરવાનું છે પરંતુ નવી એજ્યુકેશન પોલીસીમાં હવે ઇન્કલુઝિવ બી.એડ વિશે વાત કરવામાં આવી છે કે જેમાં ચાર વર્ષનો અલાયદો બી.એડ અભ્યાસક્રમ આવી રહ્યો છે. જેની વિગતે સમજ નોટિફિકેશન આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. જો તમારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક બનવું છે તો તમારે સ્નાતકની સાથે તે જ વિષયમાં અનુસ્નાતક ની પદવી પણ હાસલ કરવી પડશે. વધુમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે TAT Secondary ane TAT Higher Secondary ની પરીક્ષા મેરીટ સાથે પાસ કરવાની હોય છે કે જે બે અલગ અલગ તબક્કામાં ઓબ્જેક્ટીવ અને વર્ણાત્મક રીતે લેવામાં આવે છે.

    હાલમાં જ એક ભરતી સ્પેશિયલ એજ્યુકેશન માટે પણ આવી છે કે જેમાં જે દિવ્યાંગ બાળકોને ભણાવવા માટે તમે સ્પેશિયલ બી.એડ નો કોર્ષ કરી આ પ્રકારની શાળાઓમાં ભણાવવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી શકો છો. તદુપરાંત જો તમારે કેન્દ્ર સરકારની કોઈ શાળામાં નોકરી લેવી હોય તો એના માટે તમે અલાયદી CTET પરીક્ષા પ્રાથમિક વિભાગ માટે લેવામાં આવે છે અને માધ્યમિક માટે નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલય પોતાની અલગ પરીક્ષાઓ લે છે તે પાસ કરવાની રહે છે. કેન્દ્રીય વિદ્યાલયમાં લગભગ કોન્ટ્રાક્ટ આધારીત ભરતી ઘણા વર્ષોથી ચાલી રહી છે પરંતુ નવોદય વિદ્યાલયમાં એની સમયાંતરે જાહેરાત આવે છે એની અલગ પરીક્ષા આપવાની હોય છે જેનાથી તમે નોકરી મેળવી શકો છો.

    જો શાળા કક્ષાએથી વધીને કોલેજમાં ભણાવવાની તમારી ઈચ્છા હોય તો તમે એ પણ કરી શકો છો. એમાં સૌથી મહત્વની બાબત તમારે ધ્યાન એ રાખવાની છે કે તમે જે વિષયમાં આ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરો છો તેમાં ઓછા માં ઓછા ૫૫% ગુણ મેળવવાના હોય છે. અનુસ્નાતક પરીક્ષામાં જો તમે લઘુત્તમ લાયકાત મેળવી છે અથવા અને હજુ તમે part 1 અને તમે ૫૫% માર્કસ મેળવ્યા છે તો તમે યુજીસી નેટ અથવા રાજ્યકક્ષાએ લેવાતી સ્લેટ નામની પરીક્ષા આપી શકો છો આ બંને પરીક્ષા જો તમે સારા ગુણો સાથે પાસ કરો તો તમને કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાવાની તક પણ મળે છે. જો તમે આ પરીક્ષાઓ પાસ કરી એની સાથે સાથે કોઈ એક વિષયમાં પીએચ.ડી. ની પદવી પણ હાસલ કરી હોય તો તમારું મેરીટ ખૂબ વધુ સારું બની શકે છે. કેટલાક એવા પણ દાખલા છે કે ફક્ત પીએચ.ડી કર્યા પછી પણ એમને કોલેજમાં નોકરી મળેલી છે એટલે તમે એના વિશે પણ વિચારી શકો છો.

    બી.એડ. કર્યા પછી બે વર્ષનો બીજો એક માસ્ટર કોર્ષ છે જે એમ. એડ. તરીકે ઓળખાય છે. આ કોર્ષ કર્યા પછી તમે કોઈપણ બી.એડ. કે ડી. એલ.એડ .કોલેજમાં એ કે પછી અલગ અલગ જિલ્લામાં ડાયટ છે ત્યાં પણ તમે એક વ્યાખ્યાતા તરીકે નોકરી મેળવી શકો છો એટલે એના વિશે પણ થોડો વિચાર કરી શકાય છે.

    આગળ કહ્યું તેમ કે વર્તમાનમાં પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે એજ્યુકેશન તરફ લોકોનો રસ ઘટ્યો છે પરંતુ યાદ રાખજો એજ્યુકેશન સતત ચાલતી પ્રક્રિયા છે અને શિક્ષકોની જરૂરિયાત હંમેશા પડવાની છે. જો તમે એક સક્ષમ શિક્ષક હોય તમારું મેરીટ સારું હોય અને તમે ખૂબ સારી રીતે ભણાવી શકો તેમ હોય તો ચોક્કસ તમે ક્યાંક ને ક્યાંક નોકરી મેળવી શકશો. જરૂરી નથી કે સરકારી શાળાઓમાં જ તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. જો તમારામાં એકેડેમીકસ સ્કિલ હોય તો એવા પણ શિક્ષકો જોયા છે કે જે પ્રાઇવેટ સ્કુલ્સમાં નોકરી કરતા હોય છે અને તેમનો પગાર સરકારી શિક્ષક કરતાં પણ વધારે હોય છે. તમારામાં આગવી પ્રતિભા હોય, એજ્યુકેશન સ્કીલ હોય તો ચોક્કસ તમે ખૂબ સારી કારકિર્દી બનાવી શકો છો. આશા રાખું છું કે આ લખાણ તમને એકેડેમીકસ જોઈન્ટ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને જો તમે મહેનત કરશો તો એક ઉજ્જવળ ભાવી પણ બનાવી શકો છો. વાંચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

    ઈમ્તીયાઝ મોદી. M.A. B.Ed. Ph. D. (Pursuing)
    શિક્ષક અને રીસર્ચ સ્કોલર
    દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલ.

  2. Certainly! I can provide you with some general career guidance. Here are a few steps you can take to navigate your career: Such a very useful article. Very interesting to read this article,These can lead to other amazing positions and are the gateway to a lifelong career with.post office part time jobs

  3. Thank you Nasir Bhai for putting all of these information together. I request our youth to benefit from this information.

    During my youth… I remember spending several of my early professional years in different countries looking for a right type of job and I can vouch that this information is just absolutely to the point for someone wanting to build their career. It really gives you all the tools to put yourself ahead in job market for potential opportunity and opens up door to a path for successful career.

    Thank you again for tremendous amount of efforts.

  4. Assalamualaykum.

    Without any doubt you have been a great supporter of community. May Allah reward you best here and hereafter.
    I am not as capable as you but I have little concern about information provided.
    With new generation of young boys and girls no one seems to interested in going in gulf country. Instead they go for further study in country like Canada and UK.
    It will be best if you can post another guide how to get visa to go to Canada and UK.

    • Walaikumsalam.
      Thanks for your dua and appreciation. Career Guidance page was created in 2007 on the Tankaria Wetpaint website and covered many topics in its previous versions. With reference to your concern, I provided lots of information related to Canadian immigration and helped some students/professionals to fill the immigration application forms. Last Monday, I got a chance of a long discussion with an Engineer who was going for further study in Canada. Many of the village boys and girls are currently in Canada and, I assure you that now the village people are well familiar with the process for Canadian immigration. For UK immigration, I do not have more knowledge. Please use the links given above under the title “Useful links for immigration (Work, Study).”

      Conversations with job-seeking boys make it clear that they are very keen to work in the Gulf countries. Please refer to the below comment by Amin Gulam Ipli. I also talked to a guardian this morning about a job in the Gulf. During my tenure in Saudi Arabia, I got the chance to guide Saiban Hafezi Irfan Boda to choose Petroleum Engineering for his career when they call me during the university admission process. Alhamdulillah, Saiban becomes the first Petroleum Engineer of Tankaria village. He is now offered for Master in Petroleum Engineering from Saudi Petroleum University, Saudi Arabia without paying any fee. Not only that, he is eligible for the scholarship, free air tickets, free food (best of its kind), free accommodation, and many other benefits. Insha’Allah, after completion of his Master’s degree he will get a very good job in the Gulf. Such good opportunities (free) for students are possible in the Gulf countries.

      Following my own experience, I assure you that Gulf is the best place to work in terms of high salary, zero tax, and many other benefits. In Gulf countries, it is easy to pray the daily prayers on time and have special facilities at work. Only 05-06 hours of easy work in the month of Ramadan is only possible in the Gulf Countries. So I will add, please think about the job in Gulf countries. Others may have different views. Once again, thanks for your time and your concern.

      • Some Canadian citizens were working with me in Qatar on Doha metro Railway project. They told me that it’s more beneficial for them to work in Qatar. As they hold Canadian passports, they got comparatively higher salaries and incentives in Qatar.

  5. The above information was provided after very hard work by Mr. Nasir Husain Sir, who has proper knowledge of the field. He is the person who committed to help, and he proved it while I was studying and after that when I was looking for a job as a fresh Engineer. Mr. Nasir Husain Sir is the one who guided me and others also without any hesitation. He helped me to get the job through his friend from France, who was my Manager at the Doha Metro Railway Project, Qatar.  I worked there for three and a half years. I am feeling proud for the part of such a challenging project work. It’s because of Mr. Nasir Hussain sir. It was my first overseas job with such International experts in that field where he sent me for the job. In that Mega construction project, there was the world-leading company (VINCI Construction from France). I admire him for such great support without any expectation of help from me (Lillah). He has a great heart and an intelligent mind. We should grab many useful ideas for our career from him. Now he is spirited to aid students and professionals. The kind of info he is eager to give us without cost, which is available in the market by paying money. Other professionals who took his help and made their career brighter are Mr. Matin Manman -QA/QC Engineer (Saudi Arabia), Mr. Safwan Chati – Maintenance Engineer (Zambia), and others. So, Dear Professionals, take advantage of such a person and JOIN HIS WHATSAPP GROUP AND LINKEDIN PROFILE.

  6. કેટલીક એવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે કે આપણને જીવન અંધકારમય લાગવા માંડે છે, આગળના બધા રસ્તાઓ જાણે હવે આપણા માટે હંમેશાં માટે બંધ થઈ ગયા હોય એવું લાગે છે, ચો તરફ નિરાશાનું વાતાવરણ છવાયેલું હોય એવું પણ લાગતું હોય છે પરંતુ ખરેખર એવું હોતું નથી. કેટલીક પરિસ્થિતિને કારણે ક્યારેક આપણો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો હોય છે, પછી ધીરે-ધીરે આપણી ઈચ્છા શક્તિ ઓછી થતી જાય છે, અને છેવટે આપણા પોતાના પ્રયાસો પણ નહિવત જેવા જ રહી જાય છે. ક્યારેક આપણે પોતાની શક્તિઓને ઓછી આંકી આ કામ તો કોઈ ખાસ આવડત ધરાવતા લોકો જ કરતા હશે, આ કામ કરવા માટેની યોગ્યતા આપણી પાસે નથી એવી લઘુતાગ્રંથી આપણે પીડાતા હોય એવું બનતું હોય છે. જે બધાનું થશે તે આપણું પણ થશે એવા નેગેટિવ વિચાર આવે છે જેનું કારણ આપણી કમજોરી અને માર્ગદર્શનનો અભાવ હોઈ શકે. કેટલાક ઇજનેરો સાથે જ્યારે મોકો મળે છે ત્યારે વાતચીત કરી માહિતી મેળવવાના પ્રયાસો હું કરતો રહું છું. કેટલાક સમય પહેલાં TANKARIA ENGINEERS/ IT નામથી WhatsApp ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં જોબ ને લગતા મેસેજ અને જરૂરી માહિતી મુકવામાં આવે છે. ગામના ENGINEERS/IT જે આ WhatsApp ગ્રુપમાં હજી સુધી જોડાયા નથી તેઓ આ ગ્રુપ માં જોડાઈ તેનો લાભ લઈ શકે છે. જે હાલમાં જોબ કરી રહ્યા છે તેઓ બીજાને માર્ગદર્શન આપે/જોબ મેળવવા પોતાનાથી બનતી બધી મદદ બીજાને કરે એ પણ એટલું જ જરૂરી છે. હાલના સંજોગોમાં ખૂબ ખર્ચ કરી ડિગ્રી મેળવ્યા પછી પણ કામ મળતું નથી એવી વાતો સાંભળવા મળતી હોય છે. એ વાતમાં થોડી ઘણી સચ્ચાઈ હોય શકે પરંતુ એ વાત ૧૦૦ % સાચી તો નથી જ. રોજગારની શોધમાં છે તેઓ હિંમત હાર્યા વગર સતત સાચી દિશામાં પ્રયત્નો કરતા રહે અને બીજી જરૂરી નથી એવી પ્રવૃત્તિઓ (WhatsApp, Facebook, Mobile phone, Cricket વિગેરે) કરતાં LinkedIn જેવા પ્રોફેશનલ પ્લેટફોર્મ પર વધારે સમય ફાળવે તો એનું પરિણામ ઇન્શાઅલ્લાહ સારું જ આવશે એવું ફક્ત હું માનતો જ નથી પરંતુ એ મારો પોતાનો અને મારા સહકર્મીઓનો અનુભવ આપને જણાવું છું. ધીરજ અને મહેનતના ફળ હમેશાં મીઠા હોય છે.
    ટંકારીયા ગામ દરેક ક્ષેત્રના તજજ્ઞોથી ભરેલું છે. દરેક ક્ષેત્રના એક્સપર્ટ પોત-પોતાના ક્ષેત્રને લગતા અભિપ્રાય રજૂ કરે અને રોજગાર ઇચ્છતા લોકોને જરૂરી દિશાસૂચન/માર્ગદર્શન આપવા આ Career Guidance પેજનો એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરે એવી મારી નમ્ર અરજ છે અને એજ આજના સમયની માંગ છે. ભેગા મળી પ્રયાસો કરવાથી હમેશાં સારા પરિણામ મળતા હોય છે. આપણી જીંદગીના ૦૫-૨૫ કલાકોનો સમય ફાળવવાથી કોઈ એકાદ-બે છોકરા છોકરીઓને પણ જો એનો લાભ થશે તો આપણે થોડો ફાળો સમાજ માટે આપેલ ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*