ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં /History of Tankaria
ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં / History of Tankaria: (મે ૨૦૨૩ની Reprint આવૃત્તિ /Reprint Edition: May 2023.)
નીચે આપેલ પ્રથમ લિંક નંબર (1) પર ક્લિક કરવાથી 12.9 MB ની .pdf ફાઈલ ડાઉનલોડ થશે તેની ગુણવત્તા પ્રમાણમાં વધુ સારી છે. બીજી લિંક નંબર (2) 2.6 MB ની .pdf ફાઈલની છે તેની ગુણવત્તા પ્રમાણમાં ઓછી સારી છે. લેપટોપ, ડેસ્કટોપ અને મોબાઈલ ફોનમાં આપની જરૂરિયાત મુજબની ફાઈલ ડાઉનલોડ કરી શકાશે. અગાઉ ડાઉનલોડ કરેલ .pdf ફાઈલ ડીલીટ કરવા આપ સૌને નમ્ર વિનંતી છે.
(1) ટંકારીઆ-ઇતિહાસની-રોશનીમાં-Tankaria-History (Reprint-May-2023) 12.9-MB-Gujarati and English
(2) ટંકારીઆ-ઇતિહાસની-રોશનીમાં-Tankaria-History (Reprint-May-2023) 2.6-MB-Gujarati and English
(૩) ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં પુસ્તક વિમોચન પ્રસંગે અદમ ટંકારવી સાહેબનો પ્રતિભાવ (YouTube Video Link)
(4) ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં પુસ્તક વિમોચન પ્રસંગે અઝીઝ ટંકારવી સાહેબનો પ્રતિભાવ (YouTube Video Link)
(5) History of Tankaria. Online Edition: March 2021 (Only in English)
(Part 1: Based on authentic historical sources, Part 2 : Oral History (Stories of elders ) Part 3: Organisations and Facilities, Part 4 : People.)
(6) https://www.mytankaria.com/history (Main page of Tankaria History)
Reprint- May 2023:
લોકલાગણીને માન આપી, લોકમાંગને ધ્યાનમાં રાખી ગામના સેવાભાવી, હિતેચ્છુ, દાનવીરોની નાણાકીય સહાયથી, મે-૨૦૨૩ માં ટંકારીઆના ઇતિહાસના પુસ્તકની બીજી ૧૧૦૦ કોપીનું છાપકામ કેટલાક સુધારા-વધારા સાથે કરવામાં આવ્યું છે. આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૩માં પુસ્તકની ૭૦૦ કોપીનું છાપકામ ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. ના સૌજન્યથી થયું હતું.
પુસ્તકની Reprint કોપીમાં કરવામાં આવેલા કેટલાક અગત્યના ફેરફારો: (અગાઉ ડાઉનલોડ કરેલ .pdf ફાઈલ ડીલીટ કરવા આપ સૌને નમ્ર વિનંતી છે.)
(૧) પુસ્તકના કવરપેજના ફોટા બદલવામાં આવ્યા છે. Reprint આવૃત્તિમાં વધુ સારા કેમેરાથી લેવામાં આવેલા ગામના પ્રવેશદ્વાર તથા ગામની મધ્યમાં આવેલ ઐતિહાસિક જામે મસ્જિદ જેવા વધુ સુંદર ફોટાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકની આ Reprint માં બધા જ ફોટા (Total 20) કલર ફોટા છે તેની ગુણવત્તા પહેલાં કરતાં વધુ સારી છે. આશા છે વાચકોને તે ગમશે.
(૨) Reprint આવૃત્તિમાં કેટલાક ખૂબ જરૂરી અને અગત્યના સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે. My Tankaria વેબસાઈટના જુદા જુદા પેજ તથા બીજી વેબસાઈટની લિંક અને QR Codes પુસ્તકના જે તે સંલગ્ન પેજ પર આપવામાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગામની આશરે ૧૦૦થી વધુ નામાંકિત વ્યક્તિઓ અને તેજસ્વી તારલાઓ વિષેની, આપણને ગૌરવની અનુભૂતિ કરાવે એવી માહિતી હવે એક જ ક્લિકથી અથવા QR Code સ્કેન કરવાથી સરળતાથી વાંચી શકાશે.
સંદેશ ટીવી ન્યુઝ ચેનલ (GTPL ચેનલ નં. ૨૬૮)
સંદેશ ટીવી ન્યુઝ ચેનલની ટીમે ફેબ્રુઆરી ૨૦૨૩માં ટંકારીઆ ગામની બે તબક્કે મુલાકાત લઇ જરૂરી માહિતી એકત્રિત કરી હતી જેનું જીવંત પ્રસારણ સંદેશ ટીવી ન્યુઝ ચેનલ પર “મારું ગામ મારો હીરો” પ્રોગ્રામ અંતર્ગત તારીખ ૦૬/૦૩/૨૦૨૩ના રોજ થયું હતું. સંદેશ ન્યુઝ ચેનલના Facebook પેજ અને YouTube પેજની અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ પ્રોગ્રામ જોઈ શકાશે.
ટંકારીઆ: “મારું ગામ મારો હીરો” “My Village My Hero” Facebook Page link of Sandesh News Channel (Video)
ટંકારીઆ: “મારું ગામ મારો હીરો” “My Village My Hero” YouTube link of Sandesh News Channel (Video)
Video: Tankaria History Book Launch Program & Poetry Reading ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં પુસ્તક વિમોચન સમારંભ અને મુશાયરાની વીડિયોની લિંક (Full Program/ Live Streamed on Bharuch News YouTube Channel) (Video)
નોંધ: પુસ્તક વિમોચન અને મુશાયરાના લગભગ ત્રણ કલાકના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ દયાદરા ગામના નિવાસી અને સામાજિક કાર્યકર તરીકે ખ્યાતી પામેલા જનાબ સદ્દામ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની યુ ટ્યુબ ચેનલ પરથી મોટાભાગના વિડીઓ કોઈ ખાસ કારણસર પુસ્તક વિમોચન અને મુશાયરાના કાર્યક્રમના આયોજકોની જાણકારી બહાર ડીલીટ કરવામાં આવ્યા છે જે ખરેખર અફસોસની વાત છે. ટંકારીઆના ઇતિહાસના પુસ્તકના વિમોચન અને મુશાયરાના વિડીયો બીજા સોર્સ પાસેથી મેળવવાના પ્રયાસ ચાલુ છે. આ વિડીઓ ઉપલબ્ધ થશે ત્યારે અપલોડ કરવામાં આવશે.
રવિવારની પૂર્તિ – મેઘધનુષ- શબ્દ સંતૂર – ડો. એસ. એસ. રાહી. ગુજરાત ટુડે – દૈનિક તા. ૨૬/૦૩/૨૦૨૩.
ગઝલ લેખન શીખવા ઈચ્છુક નવોદિતો માટે ખાસ ૨૪ પાનાની નાનકડી પુસ્તિકા “ચાલો ગઝલ શીખીએ” ખૂબ જ જહેમત લઈ તૈયાર કરી જનાબ નાસીરહુસેન લોટીયાએ એક મોટું કામ કર્યું છે. ગમતાનો ગુલાલ કરવાની તેમની વૃત્તિ જ્ઞાનનો ગુલાલ કરતી રહે છે તે અભિનંદનને પાત્ર છે. વળી, ટંકારિયાની આવનારી પેઢી માટે તેમનું “ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં” નામક દળદાર પુસ્તક દસ્તાવેજ જેવું બની રહેશે. બંને પુસ્તકો માટે અભિનંદનસહ આમ, અન્ય નવાં પુસ્તકો આપતાં રહી સાહિત્ય અને સમાજની સેવા કરતા રહો એવી નાસીરહુસેનભાઈને શુભેરછાઓ.
હર્ષવી પટેલ (કવયિત્રી, સાહિત્યકાર)
ભાઈ શ્રી નાસીરહુસેન લોટીયા સાથે હમણાં જ પરિચયમાં આવવાનું બન્યું. બહુવિધ પ્રતિભા ધરાવતા યુવાન ટંકારીઆ જેવા નાના ગામમાં રહીને સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે. એમનું લખેલું ‘ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં’ નામનું પુસ્તક રસપ્રદ અને રોચક છે. વળી એમણે ‘ચાલો ગઝલ શીખીએ’ નામની એક પુસ્તિકા લખી છે માત્ર ૨૪ પાનામાં ગઝલ લખવાની કળા વિશે ‘ગાગરમાં સાગર’ ઉક્તિને સાચી ઠેરવે એ રીતે એમણે પોતાની સમજ ઠાલવી દીધી છે. મારા તરફથી હું એમને શુભેચ્છા પાઠવું છું અને એમનું આ પુસ્તક નવોદિતોને ખૂબ ઉપયોગી થાય એવું છે, એ હકીકતમાં મારો સૂર પુરાવું છું.
રઈશ મનીઆર
કવિ, સાહિત્યકાર
મારું વતન ટંકારીઆ
શું કહું, કેવું છે, તમને, મારું વતન ટંકારીઆ
મારું દિલ, મારું જીગર, તન-બદન ટંકારીઆ
ચોતરફ બેઠેલા વલીયો ની નઝરમાં ખૂબ છે,
સુખમયી, નિશ્ચિંત છે તેથી, દરેક જન ટંકારીઆ
સય્યદો, આલીમ ને હાફિઝ, કારી થી ભરપૂર છે,
આવા તો કેટલાયે તુજમાં, મોંઘા રતન ટંકારીઆ
શાયરો એમાં છે કે, શાયરો માં એ વસે,
છે અદમ, અઝીઝ, દર્દ, મહેક નું મન ટંકારીઆ
દારૂલ ઉલૂમ ને શાળાઓમાં, એવું શિક્ષણ છે મળે
ઉચ્ચ કોટી પર છે તારુ ઈલ્મો-ફન ટંકારીઆ
દુનિયા ના ખૂણે બધે, જાઓ જ્યાં તમને મળે
તારી ઇઝ્ઝત, તારા પનોતા, તારું ચલન ટંકારીઆ
જો જરા તકલીફ કોઈ, એક ને થઈ જાય છે,
તડપી ઉઠે તે ઘડી, સૌનું મન ટંકારીઆ
હિંદુ-મુસ્લિમ એકતાનું, સદીયો થી પ્રતિક તું
ભાઈચારા ની દિલોમાં ભારે અગન ટંકારીઆ
મર્હૂમ ઈબ્રાહીમ અને કેપી ગુલામ તો લઈ ગયા
અબ્દુલ્લાહ, નાસીર ને આપો “ટંકારીઆ રતન” ટંકારીઆ
ચોતરફ રખડીને, રજડીને જયારે વી આવીએ
બસ કદમ મૂકતાં જ ભાગે, બધી થકન ટંકારીઆ
લાખ દુ:ખો ના પહાડ ટૂટે, કે કહેર કોરોનાનો વરસે
છે, હતું ને રહેશે હમેશાં, ઇન્શા અલ્લાહ ટના-ટન ટંકારીઆ
ખૂબીઓ તારી તો હું, કેટ કેટલી વર્ણવું
લાખો ખૂબી ના મશીનનું એક બટન ટંકારીઆ
દૂર તારા થી થએલા, તારા ‘કમર’ ની છે અરજ
થાય તારા સીના મહીં, મારું દફન ટંકારીઆ
– “કમર” સીરાજુદ્દીન ગોદર
“કમર” ટંકારવી
વાહ “કમર” ટંકારવી…………. તમારી નવી નક્કોર રચના વાંચી દિલ ખુશ થઇ ગયું.
Assalamualaikum v v
Alhamdulillah, very Informative & amazing book itself on History of our beloved Tankaria ! Congratulations to Nasirhusen Lotiya saheb & co ordinators for such a nice historical collection ! Very Hard work done by you & Team for this nice book ! I am happy to read it ! Jazakallah & May Allahtaala bless you a lot ! Thank you !
ભાઈ મુહમ્મદઅશરફ મનમન. આપના સંદેશ, આપની દુઆઓ અને આપના સુંદર શબ્દો માટે ખૂબ ખૂબ આભાર. તમે એક જ બેઠકમાં પુસ્તક પૂર્ણ કર્યું એ જાણી ખરેખર આનંદ થયો.
પરમ મિત્ર શ્રી દિલાવર હુસૈન યાકુબ બચ્ચા.
આપના વાંચન અને પુસ્તક પ્રેમ અંગે અમે બધા જ મિત્રો હાઇસ્કૂલના અભ્યાસના સમયથી જ વાકેફ છીએ. ૧૯૭૯ થી ૧૯૮૨ સુધીના સમયગાળા દરમિયાન ઘી મુસ્તફાબાદ સાર્વજનિક પુસ્તકાલય, ટંકારીઆમાંથી અનેક પુસ્તકો ઘરે લાવી વાંચવા અને કેટલાક પુસ્તકો તો એક દિવસ કે એક જ બેઠકમાં વાંચી જવા જેવો આપનો એ અદભુત પુસ્તક પ્રેમ આજે પણ મિત્રોને બરાબર યાદ છે. આજેય બધા મિત્રો જ્યારે ભેગા થઈને ટંકારીઆ હાઇસ્કૂલના અભ્યાસના એ સમયને યાદ કરીએ છીએ ત્યારે બીજી ઘણીબધી ભૂતકાળની એવી ભવ્ય યાદો તાજી થાય છે. આજની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપનો એ શોખ એવો જ રહ્યો છે એ આપના ‘ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં’ પુસ્તક અંગેના ખૂબ વિસ્તૃત અભિપ્રાય દ્વારા સાબિત થાય છે. આપે ખૂબ રસપૂર્વક આ પુસ્તકનો અભ્યાસ કરી, કિંમતી સમય ફાળવી જે શબ્દો લખ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપના જેવા સાહિત્ય પ્રેમી મિત્રનો આવો સુંદર અને વિસ્તૃત અભિપ્રાય મારા માટે ઘણો અર્થપૂર્ણ છે. આપના મૂલ્યવાન શબ્દો મને આગળના કાર્યોને પૂર્ણ કરવા માટે પણ પ્રેરણા આપવાનું કામ કરશે.
ધીરે ધીરે પણ નિશ્ચિત અને નિરંતર રીતે સમાજ અને દુનિયાએ કેવી રીતે પ્રગતિ સાધી અને એકકોષીય સૂક્ષ્મ જીવજંતુથી લઇ મહાકાય પ્રાણીઓ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા, ત્યારબાદ અલ્લાહનું સર્વ શ્રેષ્ઠ સર્જન એવા માનવીનો ઉદભવ કેવી રીતે થયો અને આજ માનવીએ તેની બુદ્ધિ, તર્ક તથા બાહુબળ અને ઉદ્યમથી અનેક ઘણા શક્તિશાળી તથા વિશાળ પ્રાણીઓ જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડનાં અભિન્ન અંગ એવી સમગ્ર પૃથ્વી, અફાટ મહાસાગર તથા મંદાકિનીઓ સુધી કેવી રીતે આધિપત્ય મેળવ્યું? પૃથ્વીના કોઈ અગમ્ય ખૂણે અજાણ્યા કબીલા, કસબા, ટીંબા કે પરગણામાં જન્મ લીધેલ કોઈ અણઘડ, તુચ્છ કે ક્ષુદ્ર ગણાતી કોમમાં અવતરેલ એક પામર વ્યક્તિ એ સમાજ કે કબીલાએ તેનાં અથાગ પ્રયત્નો, આપસી સહકાર તથા વિવિધ સમૂહોમાં હળીમળી તેનાં વડે સાધેલ વિકાસ અને એ દ્વારા રચેલી સંસ્કૃતિઓ વિષે એ બધું વિજ્ઞાન આપણને જેટલું શીખવી શકે એનાથીયે અધિક ઇતિહાસ શીખવી શકે. અને એટલે જ વિજ્ઞાનની જેમ ઇતિહાસ રચાયા છે, લખાયા છે અને વંચાયા છે. અને તે પણ નિયમિત અને નિરંતરપણે … સતત… અવિરત… !
બેશક ઇતિહાસ જ આપણને એ શીખવી શકે કે ભૂતકાળમાં આપણાં કરતાં પણ વધારે ઉજ્જવળ અને સુસંસ્કૃત સમાજ આવી ગયો હતો. આપણાં કરતાં પણ કેટલાયે ઘણા વધારે વિકસિત યુગો પસાર થઈ ગયા. એ યુગો અને સમકાલીન સમાજ આપણાં કરતાં દરેક રીતે અતિશય ચડીયાતા અને વિચારશીલ હતા. હું તો કહીશ કે અતિ વિકસિત અને અત્યાધુનિક ગણાતાં પ્રવર્તમાન સમાજ પાસેથી આપણાં પૂર્વજો વડવાઓએ અર્જિત કરેલ સિદ્ધિઓનો વારસો જો લઇ લેવામાં આવે તો આપણી આ કહેવાતી આધુનિકતા પાસે ભાગ્યેજ કંઇ ગૌરવપ્રદ બાકી રહે. આપણાં પૂર્વજોનો ભવ્ય ભૂતકાળ, તેમનો ભગીરથ પુરુષાર્થ અને બલીદાનો જ આપણાં માટે પ્રેરણામૃત બની રહ્યા છે અને પ્રેરણા માર્ગે પ્રેરી રહ્યા છે. ઘણીવાર તો મને લાગે છે કે આપણે કશુંક નવસર્જન કે ઇતિહાસનું નવનિર્માણ તો કરી રહ્યા, પરંતુ તેમનો ભવ્ય વારસો પણ સાચવી શકીશું કે કેમ? વારસો ત્યારે જ સંરક્ષિત બને કે જ્યારે આપણે આપણાં ભવ્ય અને ભાતીગળ ભૂતકાળથી માહીતગાર બની શકીએ.
માનવ સમાજના ઘડતરમાં ઇતિહાસનાં આવા સર્વોત્તમ પ્રદાન અને મહત્વને ધ્યાનમાં રાખી મારા પરમ મિત્ર શ્રી નાસીરહુસેનભાઈ લોટીયાએ ભારતના ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લા અને તાલુકાના ટંકારીઆ ગામનો સંશોધનાત્મક ઇતિહાસ આપણી સમક્ષ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરી સાચે જ એક સરાહનીય અને કાબિલેદાદ કામગીરી કરી છે. તેમનાં આ ઉત્કૃષ્ટ પ્રયત્નોને હું હાર્દિક રીતે બિરદાવું છું અને હાર્દિક અભિનંદન પણ આપું છું. તેમણે તેમના સંશોધનાત્મક ઇતિહાસમાં ટંકારીઆના ભૂતકાળની ભવ્યતા ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો, ગેઝેટ્સ, શિલાલેખ, ઐતિહાસિક પુસ્તકો, લોકવાયકાઓ તથા વડીલોના મુખેથી સાંભળીને આમ આયામી પ્રયાસો દ્વારા સંકલન અને સંપાદન કરી માહિતીના વિશાળ સાગરને ગાગરનું સ્વરૂપ આપી તેને ગ્રંથસ્થ કરવાનું જે વિકટ કાર્ય કર્યું છે તે પરત્વેના તેમના તોતિંગ પ્રયાસો પુસ્તકના પાને પાને સ્વયંભૂ પ્રગટ થઈ રહ્યા છે એ અંગે તેમને જો કોઈ દાદ આપીએ તો એમનો આ પ્રયાસ અરીસો બતાવવા જેવું લાગશે. તેમનાં આ પ્રયત્નો પણ ઇતિહાસની એક ઐતિહાસિક ઘટના સમાન છે. હકીકત તો એ છે કે શ્રી નાસીરભાઈ પણ આ ઇતિહાસની એક જીવંત કડી છે, એક જીવંત પળ અને પડાવ છે.
ટંકારીઆના ઇતિહાસનાં ઘડતરમાં પોતાના પ્રચંડ પુરુષાર્થ વડે ફાળો આપનાર મહાન સજ્જનો અને સન્નારીઓ તેમના પ્રયત્નો અને સિદ્ધિઓ તથા તેમના બહુમુખી પ્રદાનની નોંધ શ્રી નાસીરભાઈએ લીધી જ છે પરંતુ સાથે સાથે ટંકારીઆની વિકાસગાથામાં વિકાસ કેડી રચનાર બહુલક્ષી સંસ્થાઓ, મંડળો, ટ્રસ્ટો વગેરેનો પરિચય અને આ સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને ટંકારીઆની વિકાસગાથામાં તેમના દ્વારા થયેલ પ્રદાનનું પણ એટલું જ ભવ્ય રીતે આલેખન આ ઇતિહાસમાં કરાયેલ છે. અત્રે એ નોંધ લેવી ઘટે કે પુસ્તકમાં સમાવિષ્ટ ટંકારીઆના તેજસ્વી તારલાઓ, ડોકટરો, સામાજિક કાર્યકરો, વ્યવસાયિકો પણ ગામનાં આ ટ્રસ્ટો, સંસ્થાઓ તથા મંડળોની જ દેન અને પરિણામ છે. આ બધાનો ઉલ્લેખ માત્ર પણ આપણી પ્રવર્તમાન તથા આવનારી પેઢી માટે હંમેશાં પ્રેરણા અને પ્રેરકબળ બની રહેશે.
શ્રી નાસીરભાઈ દ્વારા સંકલિત અને સંપાદિત કરેલ ઇતિહાસનું આ ઐતિહાસિક પુસ્તક ભવિષ્યના ઇતિહાસકારો તથા સંશોધકો માટે પથ પ્રદર્શક, દીવાદાંડી તથા સિમાચિહ્ન ઉપરાંત એક સંદર્ભ અને હાથવગું માધ્યમ બની રહેશે તે વિષે હું સહેજ પણ બેમત નથી.
હું એ બાબતથી વિદિત છું કે ઇતિહાસ અને વિજ્ઞાન માત્ર કોઈ કોળી પરિકલ્પના નથી પરંતુ ચિરકાલીન પરીક્ષણો અને ભીષણ કસોટીની એરણ પર નિરૂપિત પરિણામ અને પરિમાણ છે. તેને વફાદાર રહ્યા વિના તેની સચોટતા, સાર્થકતા શક્ય નથી. હકીકતો અને તારણો પરત્વેની વફાદારી તથા જવાબદારી સાચે જ એક વિકટ કાર્ય છે એટલું જ નહીં પણ લેખકની મૌલિક ફરજ તથા બહાદુરીનું કામ છે. હેતુ સિદ્ધિના પ્રયાસોમાં કેટલીક અગમ્ય શક્યતાઓ પણ રહેલી હોય છે; પુસ્તકના કદને નિયંત્રિત રાખવાના પ્રયાસમાં માય ટંકારીઆ વેબસાઈટના માધ્યમથી અગાઉ પ્રકાશિત થયેલ કેટલીક માહિતીનો આ પુસ્તકમાં વિસ્તૃત રીતે સમાવેશ થઈ શક્યો નથી. આપણને હિદાયતના રસ્તા પર લઇ જનારા ગામના સૌથી જૂના લોકોમાંના એ પીરો બુઝુર્ગો, ભૂતકાળમાં થઈ ગયેલ નામાંકિત વ્યક્તિઓ, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, સાહિત્યિક, રાજકારણ (સરપંચો વિગેરે), રમતગમત વગેરે ક્ષેત્રોમાં યોગદાન આપનારા કર્મવીરોના નામો આ પુસ્તકમાં બિનચૂક અને સુંદર રીતે સમાવી લેવામાં આવ્યા છે જે પ્રશંસાને પાત્ર છે. આ કર્મવીરોની વિગતવાર માહિતી વાંચી શકાય એ માટે નાસીરભાઈએ માય ટંકારીઆ વેબસાઈટના જુદાજુદા પેજની લિંક પુસ્તકના એક થી વધુ પાનાઓ પર મુકીને સંનિષ્ઠ પ્રયાસ જરૂર કર્યો છે પરંતુ એવા લોકો જેઓ ફક્ત પુસ્તકો વાંચે છે અને ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરતા નથી એમના માટે જો આ માહિતીનો આ પુસ્તકમાં જ સમાવેશ કરી શકાયો હોત તો તે વધુ યોગ્ય હતું. ભવિષ્યમાં જરૂરી ભંડોળની વ્યવસ્થા થતાં નવી આવૃત્તિમાં એનો સમાવેશ કરી શકાય. આ એક બાબત લેખકના વિશાળ પ્રયત્નોને ક્યારે પણ ઓછા આંકવા જેટલી મોટી વિસાતમાં નથી અને મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી નાસીરહુસેન પણ આ બાબતથી વાકેફ હશે જ.
અને છેલ્લે આજે જયારે સાહિત્યના અને ટંકારીઆના વિષય પર કંઈ લખી રહ્યો છું ત્યારે ટંકારીઆ હાઇસ્કૂલના અભ્યાસનો એ સુવર્ણ સમયગાળો ખાસ યાદ આવે છે. હું મારા પ્રવચનોમાં જેનો અનેક વખત ઉલ્લેખ કરી ચૂક્યો છું એ બાબત જણાવું તો મારા વક્તવ્યમાં જે કંઈ મોટા ફેરફારો થયા અને મારામાં જે કંઈ નિખાર આવ્યો એમાં ટંકારીઆ હાઇસ્કૂલના અભ્યાસના એ સુવર્ણ સમયગાળાનું અને ખાસ મિત્રોનું પણ યોગદાન છે. સાહિત્ય પ્રેમ વિષે મિત્રો પહેલેથી જ વાકેફ છે. અગણિત પુસ્તકો વાંચ્યા, ઉર્દુ મુશાયરાના ભવ્ય આયોજન કર્યા એ એક લાંબી સફર છે. પરંતુ આજે ટંકારીઆ ગામની વાત થઈ રહી છે ત્યારે કેટલીક વાતો કરવાથી મારી જાતને રોકી શક્યો નથી. ઓચ્છણ ગામથી આવી ટંકારીઆ હાઇસ્કૂલમાં દાખલ થયો ત્યારે પણ વકતૃત્વ સ્પર્ધામાં મોટા ભાગે પ્રથમ નંબરે આવતો પરંતુ શિક્ષણ અને બીજા ક્ષેત્રોમાં પ્રતિસ્પર્ધીઓ ઘણા અને આ પ્રતિસ્પર્ધીઓ સાથેની પ્રતિસ્પર્ધાએ મારામાં નિખાર લાવવામાં મોટો ભાગ ભજવેલો. હાઇસ્કૂલના મિત્રોમાં ઇલ્યાસ ઘોડીવાલા, નાસીર લોટીયા, ઇકબાલ ચટી, ઇલ્યાસ અંભેરવાલા, અલ્તાફ દશુ, મસ્તાન ધોરીવાલા, મકબુલ અભલી અને બીજા ઘણા બધા ગામના મિત્રો હતા. કવિ બનવાના અભરખા ઓછા વધતા અંશે બધાને ખરા. વર્ષ ૧૯૮૩માં હું અને ઇલ્યાસ અંભેરવાલા ગામના લબ્ધપ્રતિષ્ઠિત, પ્રખર કવિ અને અમારા ભૂતપૂર્વ શિક્ષક યાકુબ સાહેબ ભીમ-‘ઝાકીર’ ટંકારવી સાહેબ પાસે મેં લખેલ એક ગઝલ જે સાહેબની કોઈ ગઝલથી પ્રેરણા લઈને લખી હતી એ લઈને સાહેબને બતાવવા ગયા. સાહેબ મારી એ ગઝલ વાંચીને ગુસ્સે થઈ ગયા અને અમને બરાબરના ખખડાવ્યા અને અમને પૂછ્યું કે મારી ગઝલની તમારે કોપી કરવી છે? સાહેબ સાથે સંબંધો એટલા સારા કે અમને કશું ખોટું લાગે જ નહીં. થોડીવાર પછી શાંત થયા અને અમને માર્ગદર્શન પણ આપ્યું. આમ તો સાહેબ સાથે એટલી બધી આત્મિયતા હતી કે ત્યારપછી પણ અમે અનેક વખત જુદા જુદા વિષયો પર ચર્ચા વિચારણા કરતા રહેતા. પરંતુ મારી ગઝલ લખવાની સફર અહીં તહીં જ અટકી ગઈ.
હું આશા રાખું છું કે આપણી હાલની પેઢી તેમજ આપણાં છોકરા છોકરીઓ પુસ્તકમાં આલેખાયેલ ભવ્ય ભૂતકાળથી સાચેજ હર્ષાર્ન્વિત તથા રોમાંચિત થશે. તેમનો આ પુસ્તકનો ઉપયોગ જાણકારી તથા માહિતી મેળવવા પૂરતો મર્યાદિત ન રહેતાં તેના દ્વારા પ્રેરિત થઈ ટંકારીઆના ઇતિહાસને વધુ જવલંત, ગૌરવશાળી તથા સિદ્ધિમય બનાવવા અતુલ્ય પ્રયત્નો કરશે એવી મને દિલી આશા છે. અને તેમના આ અતુલ્ય પ્રયત્નો જ શ્રી નાસીરભાઈના આ પ્રયાસોની સાચી બિરદાવલી ગણાશે. એ તમન્ના સહ પુસ્તકના પ્રકાશનના તમામ સહભાગીઓને અભિનંદન.
દિલાવર હુસૈન યાકુબ બચ્ચા
મહાસાગર ફાઉન્ડેશન
ભરૂચ.
તા. ૦૯/૦૩/૨૦૨૩.
Dear Sir Nasirhusen,
Got chance today to read the book “ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં”.
I am so obsessed and attached that I completed the book in a single sitting. You have picked, pointed and justified every tiny detail of my beloved Tankaria. Indeed you have used such sweet wording that I could draw the whole picture in my mind by just reading through this book.
Alhamdulillah, Today I feel proud and lucky to know our ancestors’ remarkable history and way of living.
I want to Congratulate You and your whole team on this achievement.
May Allah (Subhanhu Wa Ta’ala) bless all of you with the best of both worlds.
Aameen
Jazakallahu Khayr!
સલામ
નાસીરભાઈ.
ટંકારીઆના ઇતિહાસના પુસ્તકના પ્રકાશન માટે આપને ખૂબ ખૂબ મુબારકબાદી. અલ્લાહ પાક આપને અને આપના કુટુંબીજનોને કામયાબી અને તંદુરસ્તી આપે.
મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝીલ મગર,
લોગ સાથ આતે ગયે, ઔર કારવા બનતા ગયા.
– મહાન ગીતકાર મજરૂહ સુલતાનપુરી
میں اکیلا ہی چلا تھا جانب منزل مگر
لوگ ساتھ آتے گئے اور کارواں بنتا گیا
– مجروح سلطانپوری
આપની ટીમના બધા સભ્યોને સલામ અને મુબારકબાદી આપશો.
આભાર.
આટલું બધું લખાઈ જશે તારા વિશે એ અમને ખબર ના હતી
ઓ ટંકારીઆ… તારો ઇતિહાસ ફરી જીવિત થાશે એ અમને ખબર ના હતી…
By Dr. Mujammil Boda dedicated to Nasir saheb
વાલયકુમ સલામ
મિત્ર રફીકભાઈ કડુજી (સાઉથ આફ્રિકા), જનાબ મહમ્મદભાઈ ભાયજી (PMET, Gifted 30)ના મેસેજ mytankaria વેબસાઈટના માધ્યમથી મળ્યા છે. મહેક ટંકારવી સાહેબ (યુ.કે), આદમ સાહેબ દાઢીવાલા (પૂર્વ સેક્રેટરી ધી ટંકારીઆ વેલ્ફેર સર્કલ, ટંકારીઆ)ના લેખિત મેસેજ મળ્યા છે. મિત્ર દિલાવર બચ્ચા (સાગર ફાઉન્ડેશન), અબ્મદુલજીદભાઈ છેલા (એડવોકેટ અમદાવાદ), ફારૂકભાઈ વોરાસમનીવાલા (સબ રજીસ્ટાર), અનવરભાઈ ખાંધિયા (અમેરિકા), ઈસ્માઈલસાહેબ ખૂણાવાલા (યુ.કે.), ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા (યુ.કે.), શકીલભાઇ ભા (અમેરિકા), અબ્દુલભાઈ બાપુજી (દોહા કતાર), સઈદ સાહેબ બાપુજી, શબ્બીરભાઈ ભીમ (અમેરિકા), મુબારકભાઈ જેટ (જીદ્દાહ), દાઉદભાઈ પ્રેમી (યુ.કે), મુસ્તુફાભાઈ ખોડા, ગામના ઘણા મિત્રો અને વડીલોના ફોન કોલ અને મેસેજ મળ્યા છે. ઘણા વડીલો અને મિત્રો રૂબરૂ મળ્યા છે. મુબારકભાઈ ભાણીયાએ ખાસ રૂબરૂ મુલાકાત કરી સરાહના કરી ઉત્સાહમાં વધારો કર્યો છે.|
ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં પુસ્તકના વિમોચન સમારંભમાં આદમ સાહેબ ઘોડીવાલા, ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા, ઈસ્માઈલ સાહેબ ખૂણાવાલા (યુ.કે.), અઝીઝ ટંકારવી સાહેબ, હબીબભાઈ ભુતા (ઉપપ્રમુખ TWS), ઇકબાલભાઈ ધોરીવાલા (ટ્રસ્ટી TWS), ઐયુબભાઈ ઉઘરાદાર (TWS) , અફરોઝભાઈ ખાંધિયા (TWS), જીનેટ એલિઝાબેથ ડેન્ટ (યુ.કે.) ઐયુબભાઈ મિયાંજી (કેનેડા), મુસ્તાકભાઇ ઘોડીવાલા (અમદાવાદ), ઈમ્તિયાઝભાઈ પટેલ (અમદાવાદ), યાકુબભાઇ ફરત, દીલાવરભાઈ બચ્ચા (ભરૂચ), મુનાફભાઈ ભાણીયા (ભરૂચ), મુસ્તાકભાઇ સાપા (ભરૂચ), કરનભાઈ (ભરૂચ), ફારૂકભાઈ વોરાસમનીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઐયુબભાઈ પોપટ (કેનેડા), મુબારકભાઈ મિયાંજી (કેનેડા), ફૈઝલ બચ્ચા (કેનેડા), યુસુફભાઈ બાપુજી (યુ.કે), ઇકબાલભાઈ ખોડા (યુ.કે), સોયબભાઈ ખોડા (યુ.કે), મહેબૂબભાઈ ક્ડુજી (આફ્રિકા) અને બીજા યુ.કે., કેનેડા, અમેરિકા, આફ્રિકા જેવા દેશોના ઘણા NRI ભાઈઓ, ટંકારીઆ ગામના મિત્રો, વડીલો અને બહેનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વલીભાઈ બાબરીયા (વરેડિયા) જેવા આજુબાજુના વિસ્તારના ઘણા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના સભ્ય જનાબ અબ્દુલ્લાહ ટેલર, ટંકારીઆના સરપંચ જાકીરભાઇ ઉમટા, ગ્રામ પંચાયતના સભ્યો, ગુજરાત હજ કમિટીના સભ્ય મુસ્તુફાભાઇ ખોડા, જિલ્લા પંચાયતના માજી સભ્ય મકબુલભાઈ અભલી, અફઝલભાઈ ઘોડીવાલા, ઉસ્માનભાઈ લાલન, તાલુકા પંચાયતના માજી સભ્ય યાકુબભાઈ પોપટ વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકના ભાગ: ૨ મૌખિક ઈતિહાસ માટે વર્ષ ૨૦૦૭માં માહિતી આપનાર ગામના ૮ વડીલો પૈકી એક માત્ર હયાત વડીલ જનાબ ગુલામ આદમ ખંડુ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આણંદ પ્રેસમાંથી નિલેશભાઈ મેકવાને એમના ધર્મપત્ની અને સંતાનો સાથે ખાસ હાજરી આપી હતી.
મુશાયરાના આયોજનમાં મુબારકભાઈ ઘોડીવાલા “દર્દ” ટંકારવીએ અંગત રસ લઇ ત્રણ કવિ મિત્રો સંદિપભાઈ પૂજારા, મયુરભાઈ કોલડિયા અને નિકુંજભાઈ ભટ્ટને ખાસ આમંત્રિત કર્યા હતા.
નાસીરહુસેન લોટીયા.
Assalsmoalykum ww
Dear Nasir bhai
I read few pages of your book. I am interested in History of Tankaria for which page 29 onward was very informative.
Tankaria has a very rich history and your book will be a good reference book to those who want to know about Tankaria.
Your contribution of producing such an important book will be a treasure for generations to come.
May Almighty bless you for great job done.
Jazakallah
Wonderful Nasir Bhai..
અસ્સલામુ અલયકુમ..
અઝીઝ ભાઈ-દોસ્ત, નાસીરહુસેન .
આપના પ્રથમ ગુજરાતી પુસ્તક “ટંકારીઆ: ઇતિહાસની રોશનીમાં”ના સફળ વિમોચન પ્રસંગે આપને ખૂબ ખૂબ દિલી મુબારકબાદ, અને ભવ્ય પ્રોગ્રામ બદલ ખૂબ અભિનંદન..
પંદર થી વધુ વર્ષોની મહેનત, લગન અને ગામના અભૂતપૂર્વ વારસાની ફિકરના ફળ સ્વરૂપે આપનુ પુસ્તક લોકોના હાથો અને હૈયામાં પહોંચી ગયું. સામાજિક જવાબદારીઓનો બોજ હોવા છતાં આટલા લાંબા સમય સુધી એક વિષય વસ્તુ પાછળ સમય, શક્તિ અને નાણાં ખર્ચીને આપણા સમાજને આપના તરફથી એક અમૂલ્ય ભેટ મળી છે જેના માટે સદીઓ સુધી આપને યાદ રાખવામાં આવશે. માત્ર લોકવાયકાઓ નહીં પરંતુ સચોટ સંદર્ભો દ્વારા આધારભૂત માહિતી એકત્ર કરી ઘણી જ ચીવટપૂર્વક આ પુસ્તકનું સંપાદન કરવામાં આવ્યું છે.
ટંકારીઆ કે જેના નામ માં જ ટંકાર છે.. સદીઓથી દરેક ટંકારવીના દિલમાં ધબકે છે. નાના-મોટા, અબાલ-વૃદ્ધ સહુની લાગણીઓના તાંતણે બંધાયેલું નામ છે.. એની આબોહવામાં અલ્લાહ રબ્બુલ ઈજ્જતે ગઝબની તાસીર રાખી છે, અને એનાથી જ દરેક ટંકારવી જીંદાદીલ છે, સુખી છે, સમૃદ્ધ છે અને બીજાઓ માટે રેહનુમા છે.
અલ્લાહ ઝલ્લેશાનહુ આપની ખિદમાતને કુબુલ ફરમાવી એનો બન્ને જહાનમાં આપને બેહતરીન બદલો અતા ફરમાવે. અલ્લાહે આપને સરસ વ્યક્તિત્વ, બુદ્ધિ અને અગણિત કૌશલ્યોથી નવાજ્યા છે, આપ આપણા સમાજની એક અસ્ક્યામત છો, આપ જેવા હોનહાર વ્યક્તિઓ તરફ આપણો સમાજ આશાની મીટ માંડીને બેઠો છે. આપનાથી ગામને અને આપણા સમાજને વધુને વધુ લાભ થાય એવી અપેક્ષા.
સિતારો સે આગે જહાં ઔર ભી હૈ, અભી ઈશ્ક કે ઇમ્તહા ઔર ભી હૈ,
તું શાહીન હે પરવાઝ હે કામ તેરા, તેરે સામને આસમાન ઔર ભી હૈં…