1 2 3 990

શિયાળો………… માણવા જેવી આહલાદક ઋતુ ……….. શિયાળો તો ક્યારનો શરુ થઇ ગયો છે. પરંતુ હજુ ઠંડીનો ચમકારો જોવા મળતો નથી. ઠંડી તો પડે છે પરંતુ આંશિક……… ખેતીનો નજારો હજુ સુધી તેમનો તેમ જ છે. ખેડૂતો પોતાની યથાશક્તિ પ્રમાણે ખેતરોમાં મહેનત કરી રહ્યા છે. અલ્લાહ ખેતીમાં બરકત આપે….. અને શિયાળામાં અને તે પણ ડિસેમ્બરમાં તો લીલાછમ શાકભાજી બઝારમાં આવી જતા હોય છે પરંતુ આ વર્ષે હજુ જોઈએ તેવા શાકભાજી દેખાતા નથી, અને જે દેખાય છે તેનો ભાવ આસમાને છે. અલા ભાઈઓ…… આ રીંગણાં ૧૨૦/- રૂપિયે કિલો વેચાય છે, ટામેટી ૭૦/- રૂપિયે કિલો….દૂધી ૧૦૦ રૂપિયે કિલો, ફુલાવર ૧૦૦/- રૂપિયે કિલો, તુંવરસીંગ ૧૦૦/- રૂપિયે કિલો, ભીંડા ૧૦૦/- રૂપિયે કિલો, ચોળી ૧૦૦/- રૂપિયે કિલો….. કે જે આ સીઝનમાં ૧૦ થી ૨૦ રૂપિયે કિલો વેચાવી જોઈએ. ગૃહિણીઓ પણ અસમંજસમાં છે. પહેલા તો આ મહિનામાં મેથીના ભજીયાની સુગંધ પાદરમાં પ્રસરી જતી હતી, પણ હજુ સુધી આ સુગંધ વરતાતી નથી. અરે…. શાકભાજી બઝારમાં મેથીની ભાજી ઘણી ઓછી નજરે પડે છે.

વિદેશ માંથી એન.આર.આઈ. ભાઈ બહેનો માદરે વતન આવવાના શરુ થઇ ગયા છે.

મિશન બુનિયાદ અંતર્ગત WBVF દ્વારા ધોરણ -૫ માં અભ્યાસ કરતા બાળકો માટે CET એક્ઝામની તૈયારીના ભાગ રૂપે પરીક્ષાનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.CET ની પરીક્ષાનો હેતુ એ છે કે ગુજરાત સરકાર વિશેષ પ્રતિભા ધરાવનાર અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ સરસ રીતે આગળ વધારી શકે એ માટે શિષ્યવૃત્તિ આપે છે.

બને એટલા વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો બને એટલો વધુ ફાયદો ઉઠાવી શકે એ માટે WBVF “મિશન બુનિયાદ” અંતર્ગત સુંદર આયોજન કરે છે.WBVF દ્વારા લેવાયેલ પરીક્ષામાં કુલ 632 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અલ્હમદુલિલ્લાહ,ખૂબ જ આનંદ અને ગૌરવ સાથે જણાવવાનું કે પ્રાથમિક કુમાર શાળા,ટંકારીઆમાં ધોરણ – 5 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી નામે મુહંમદ એઝાઝ દેડકાએ ટોપ-10 માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ સિદ્ધિ હાંસલ કરી આ દીકરાએ પોતાનું,પોતાના મા-બાપનું,ટંકારીઆ કુમાર શાળાનું અને ટંકારીઆ ગામનું નામ રોશન કરેલ છે.આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ દીકરાનું WBVF દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ માટે સમગ્ર ગામ વતી દીકરા અને એના માવતરને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

અલ્લાહથી દુઆ છે કે અલ્લાહ આ દીકરાને ખૂબ ખૂબ તરક્કી આપે,ભણતર અને ગણતરમાં હંમેશ આમ જ આગળ રહે,આગળ વધી ભવિષ્યમાં સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ સાબિત થાય.WBVF જેવી સંસ્થાઓની આ પ્રકારની ખીદમતો કબૂલ થાય.આમીન…..

ટંકારીઆ ખાતે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ સંચાલિત લીલીછમ લોન આચ્છાદિત ક્રિકેટ મેદાન પર મુસ્લિમ ટી-૨૦ લીગ ચેમ્પિયમ ટ્રોફી શરુ થઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં ૮ ટીમો ભાગ લેશે. તો સદર ટીમોના માલિકો દ્વારા ખેલાડીઓ પસંદગીનો કાર્યક્રમ [ઓક્સન] ગતરોજ સાંજે બારીવાલા ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને ટીમોના માલિકોએ હાજરી આપી હતી. આ ટુર્નામેન્ટમાં ફક્ત મુસ્લિમ ખેલાડીઓ જ ભાગ લઇ શકશે.

1 2 3 990