ટંકારીઆમાં ૭૭ માં સ્વતંત્રદિન ની ઉજવણી કરાઈ

અંગ્રેજોની ગુલામીના દિવસોને દૂર થયાને આજે ૭૭ વર્ષ થયા. આપણો દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ સ્વતંત્ર થયો. જે અંતર્ગત આજે ૧૫ ઓગસ્ટ ના દિને  સમગ્ર દેશ સ્વતંત્ર દિવસની ઉજવણી ધામધૂમ થી કરી રહ્યો છે. જેમાં ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ તથા આજુબાજુના પંથકના ગામોમાં પણ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગ્રામપંચાયત ટંકારીયાના પટાંગણમાં ધ્વજવંદનવિધિ ગામના તલાટી ઉમેશભાઈ પટેલના હસ્તે સંપન્ન થઇ હતી. ત્યારબાદ વિવિધ શાળાઓમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.  પ્રાથમિક કન્યાશાળા [મુખ્ય] પ્રાથમિક કુમારશાળા [બ્રાન્ચ] માં સંયુક્ત ધ્વજારોહણ તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર દ્વારા  કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગગનભેદી દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજતું થઇ ગયું હતું. બાદમાં વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓએ કર્યા હતા.  ત્યારબાદ  એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં સ્વાતંત્ર્યદિન (રાષ્ટ્રીય પર્વ) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારે ૯:૦૦ કલાકે બાળકો શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધાર્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલભાઇ ટેલર સ્થાન ગ્રહણ કરી તેમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગયા શનિવારે શાળાના મદની હોલમાં દેશ ભક્તિ ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વિજેતા થયેલ બાળાઓએ આજ રોજ ઉપસ્થિત મહેમાનો સમક્ષ પોતાની કૃતિ રજુ કરી. આ ઉપરાંત હાજર રહેલ મહેમાનોમાં માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા, તલાટી ઉમેશભાઈ, , સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, મુખ્તાર ખાંધિયા, રખડા મુસ્તાકભાઈ તેમજ શાળાના પ્રમુખશ્રી ઈશાકભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીમંડળના અન્ય સભ્યો હાજર રહયા હતા. હાજર રહેલ મહેમાનોમાં માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટાએ પ્રસંગને અનુંરૂપ બોધવચનો આપી આઝાદીની જંગમાં પોતાના કિંમતી જીવનની આહૂતિ આપનાર શહીદોને યાદ કરી શ્રધાજંલિ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આમંત્રિત શાળાના ટ્રસ્ટીમંડળ, શાળા પરિવાર તેમજ બાળકો મહેમાનોએ હાજર રહી ધામધૂમથી આઝાદીના રંગે-રંગાઈને ઉજવણી કરી. વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા, દેશભક્તિનું વાતાવરણ પૂરું પાડ્યું હતું, અંતે મો મીઠું કરી સૌ વિદાય થયા.   વિદ્યાર્થીઓએ એકદમ શિસ્તબદ્ધ રીતે દેશભક્તિના સૂત્રો ઉચ્ચાર્યા હતા. તેમજ ટંકારીઆ ગામની વિવિધ ધાર્મિક સંસ્થાઓ પર પણ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*