World is going thru an extrenely difficult time when an entire humanity is facing one and only one task… To defeat COVID-19 pandemic. We, humans are different in our skin color, our faiths or our cultures, but we all have one common goal. Our common enemy has brought us all closer with one single aim.. “Help each other and overcome this situation”.

In a great act of nobility, volunteers from Makki Educational Academy (MEA) and Makki Zakat Team distributed masks across Albany Park, Roger’s Park and other neighborhood around CTA lines and brown lines to help prevent community spreading and keep community members safe.

Many THANKS to every volunteer who risked their own lives to make others safe.

We, also take this opportunity and THANK superheroes such as doctors, nurses, paramedic, police, every Healthcare and food industry worker across the globe who are tirelessly working on front line to fight against COVID-19.

Let’s all work together to defeat this. We are all #IN THIS TOGETHER.

“Stay home, Stay Safe”

કોરોના ની વૈશ્વિક મહામારી વચ્ચે રમઝાન શરીફનો મુબારક મહિનાને ગણતરીના કલાકો બાકી હોય જામે મસ્જિદ ટંકારીઆ ના ખતીબ વ ઇમામ મૌલાના અબ્દુલરરઝાક અશરફી (ખલીફા એ શૈખુલ ઇસ્લામ) સાહેબનો ટંકારીયાના લોકોને એક સંદેશ આપ સમક્ષ રજુ કરીએ છીએ. જેમાં તમામે તમામ લોકોને પોતાના ઘરોમાં રહી ઈબાદત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. અને સમગ્ર વિશ્વમાંથી આ ભયાનક મહામારી ખત્મ થઇ જાય તેવી બારગાહે રબ્બુલ ઈઝ્ઝતમાં દુઆ કરવાની અપીલ કરવામાં આવી છે.

આજરોજ સાઉથ આફ્રિકામાં રહેતા ટંકારીઆ ગામના નવયુવાનો દ્વારા જરૂરતમંદ કુટુંબોને રમઝાનની કીટ વહેંચવા માટે રોકડ સહાય શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ને કરવામાં આવી હતી જે ટંકારીઆ ગામની શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંસ્થા થકી આજરોજ રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ તારીખ ૨૨ એપ્રિલ ના બુધવારના રોજ સમગ્ર ગામમાં ગામના નવયુવાનો દ્વારા સેનિટાઇઝિંગ નો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. જેનું સંપૂર્ણ આયોજન અફઝલ યુસુફ ઘોડીવાળા તથા ઝાકીર ઇસ્માઇલ ઉમતા દ્વારા કરવામાં આવેલ હતું. સેનિટાઇઝિંગ માટેના મટેરિઅલની વ્યવસ્થા વટારીયા સુગર મિલ ના ચેરમેન અને કોંગ્રેસી આગેવાન સંદીપ માંગરોલા થકી કરવામાં આવેલ હતું અને ટ્રેક્ટર અને મશીનની વ્યવસ્થા નવયુવાનો દ્વારા કરવામાં આવેલ હતી. આ પ્રોગ્રામમાં માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહમાંમાં ટેલરે હાજર રહી નવયુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં ગામના નવયુવાનોમાં મુખ્યત્વે ફારૂક સાપા ઉર્ફે ગોલી, રેહાન કાજિબુ તથા હારુન ઘોડીવાળા, સરફરાઝ ચાંડીયા, ઝફર ભૂટા તથા ઘોડીવાળા યંગસ્ટરો એ મુખ્ય ભાગ ભજવ્યો હતો.