ટંકારીઆ સેનિટાઈઝ કરવામાં આવ્યું

આજરોજ તારીખ ૨૨ એપ્રિલ ના બુધવારના રોજ સમગ્ર ગામમાં ગામના નવયુવાનો દ્વારા સેનિટાઇઝિંગ નો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. જેનું સંપૂર્ણ આયોજન અફઝલ યુસુફ ઘોડીવાળા તથા ઝાકીર ઇસ્માઇલ ઉમતા દ્વારા કરવામાં આવેલ હતું. સેનિટાઇઝિંગ માટેના મટેરિઅલની વ્યવસ્થા વટારીયા સુગર મિલ ના ચેરમેન અને કોંગ્રેસી આગેવાન સંદીપ માંગરોલા થકી કરવામાં આવેલ હતું અને ટ્રેક્ટર અને મશીનની વ્યવસ્થા નવયુવાનો દ્વારા કરવામાં આવેલ હતી. આ પ્રોગ્રામમાં માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહમાંમાં ટેલરે હાજર રહી નવયુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં ગામના નવયુવાનોમાં મુખ્યત્વે ફારૂક સાપા ઉર્ફે ગોલી, રેહાન કાજિબુ તથા હારુન ઘોડીવાળા, સરફરાઝ ચાંડીયા, ઝફર ભૂટા તથા ઘોડીવાળા યંગસ્ટરો એ મુખ્ય ભાગ ભજવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*