આજ રોજ ટંકારીઆ ગ્રામ પંચાયત ના સરપંચ પદે ડેપ્યુટી સરપંચ શ્રીમતી મુમતાજબેન ઉસ્માનભાઈ લાલને ફરીથી ચાર્જ સંભાર્યો છે. કોરોના વાઇરસ ના પ્રકોપ ને પગલે સરકારશ્રી ના આદેશાનુસાર આ વિધિ એકદમ ટૂંક માં પતાવી આપી હતી. હોદ્દો ગ્રહણ કરતાની સાથે મુમતાજબેને ગામના વિકાસ માટે કામ કરવાનું વચન આપ્યું હતું અને તેમને કોરોના વાઇરસ ની મહામારી માં કામ વગર ઘરની બહાર ના નીકળી ઘરમાંજ રહેવાનું આહવાન સાથે સ્વચ્છતા રાખવાનો અનુરોધ પણ કર્યો હતો. તેમને એમ પણ જણાવ્યું હતું કે એક બે દિવસમાં ગામમાં ઘરે ઘરે માસ્ક વિતરણ કરવામાં આવશે.

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લઇ લીધું છે અને આ મહામારી હાલમાં થોડા દિવસોમાં ગુજરાત માં પણ પગપેસારો કર્યો હોય લોકો તેની ભયાનક્તાથી ભયભીત થઇ જવા પામ્યા છે. સરકાર તરફથી પણ આ મહામારીને અટકાવવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. અને વિવિધ સંસ્થાઓ પણ એક્ટિવ થી ગઈ છે જે અંતર્ગત ભરૂચ ના મીરા આયુર્વેદિક એન્ડ યુનાની મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ ક્લિનિક ધરાવતા હકીમ ડોક્ટર સૈયદ અબ્દુલરશીદ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે એક ઉકાળાની વિનામૂલ્યે વિતરણ કરવાની વ્યવસ્થા ટંકારીઆ ગામે આજે મોટા પાદર, મુખ્ય બઝારમાં તથા નાના પાદર કરવામાં આવી હતી જેમાં ગામના અનેક લોકોએ આ ઉકાળો પીધો હતો. આ ઉકાળાના વિતરણ માં સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી, ઉસ્માન લાલન તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

આજે પીર હાશિમશાહ રહમતુલ્લાહ અલૈહ નો સંદલ શરીફ નો પ્રોગ્રામ ઈશાની નમાજ બાદ રાખવામાં આવ્યો હતો. ગામના અકીદતમંદોએ હાજરી આપી ફૈઝીયાબ થયા હતા.