ટંકારીઆ ગામે આજે ગ્રામ પંચાયત દ્વારા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર જંતુનાશક દવાનો છંટકાવ ટ્રેક્ટર મારફતે દવા છાંટવાના મશીન દ્વારા કરવામાં આવ્યો હતો. દવા છાંટવાનો મુખ્ય ઉદ્દેશ ગામના મુખ્ય રસ્તાઓ નું સેનીટેશન થાય અને વાઇરસ ફેલાતા અટકે. ઇન્ચાર્જ સરપંચ મુમતાજબેન ઉસ્માન લાલને જણાવ્યું હતું કે ગામનો કોઈ પણ રસ્તો બાકી નહિ રહે અને આગામી દિવસોમાં પણ મચ્છર તથા નાની જીવતો ની વ્યાપકતાને અટકાવવા માટે ગામની ગટરોમાં પણ દવા નો છંટકાવ કરવામાં આવશે.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન કરવાનો જાહેર હુકમ કરવામાં આવ્યો હોય ટંકારીઆ ગામના જાગૃત લોકો દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. તથા ગામના ઇન્ચાર્જ સરપંચ દ્વારા સમગ્ર ગામના લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. તથા ગામબહારથી આવતા ફેરિયા તથા ભિક્ષુકો ને જનહિતમાં ગામમાં ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરી દીધો છે.

આજે ટંકારીઆ ગ્રામ પંચાયત દ્વારા ફળિયે ફળિયે સેનિટેશન ના હેતુસર ફોગીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ સમગ્ર ગામમાં તબક્કાવાર ત્રણ દિવસ માટે કરવામાં આવશે. અને મળતી માહિતી અનુસાર ત્યારબાદ ગટરો માં દવાનો છંટકાવ પણ કરવામાં આવશે અને કોરોના વાઇરસ થી બચવા માટે દરેક ઘેર માસ્ક ની વહેંચણી પણ કરવામાં આવશે.

કોરોના વાઇરસની મહામારીને ધ્યાને લઇ આજરોજ આપણા ગામની એક્ટિવ સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા માસ્ક, હેન્ડ સેનિટાઇઝર તથા હેન્ડ વોશ નું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જે બદલ ગામલોકોએ સંસ્થાને બિરદાવ્યા હતા.