1 5 6 7

ટંકારીઆ નગરના જાણીતા ક્રિકેટ ગ્રાઉન્ડ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ અને બારીવાળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ તેના અંતિમ તબક્કામાં આવી પહોંચી છે. ક્રિકેટ રસિકો હવે મોટી સંખ્યામાં ક્રિકેટ નો લ્હાવો લેવા માટે મેચની શરૂઆત થીજ સ્ટેડિયમ માં ગોઠવાઈ જાય છે. અને સારી ક્રિકેટ નો લ્હાવો મેળવે છે. આજે ટંકારીઆ ગામની પ્રખ્યાત કે.જી .એન. અને કોઠી ગામની ટિમ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પ્રથમ દાવમાં ટંકારીઆ ની ટીમે નિર્ધારિત ૩૦ ઓવરમાં ૩૨૧ રન ફટકાર્યા હતા. ટંકારીઆ ની ટિમ વતી જેશલ કારિયાએ ધમાકેદાર ૧૭૩ રન તથા પ્રત્યૂક્ષ કુમારે ૯૫ રનનો સિંહફાળો આપ્યો હતો. અંતમાં ટંકારીઆ ની ટિમ વિજેતા બની હતી.

હવે ગરમીના દિવસો લગભગ શરુ થઇ ગયા છે. જેમ જેમ ઉનાળો પરિપક્વ થતો જશે તેમતેમ ગરમી માં વધારો થતો રહેશે. જેને ધ્યાને રાખી રાહદારીઓ તથા મુસાફરો અને તમામ મનુષ્યજાત માટે ઠંડા પીવાના પાણીના કુલરોની વ્યવસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા કરવામાં આવી છે. ઠેર ઠેર પાણીના કુલરો સવારથી જ મુકવામાં આવે છે. આવા સરાહનીય કાર્ય બદલ લોકોએ તેમની પ્રશંસા પણ કરી છે.

આપણા ગામના વેવલી મુજિબુર્રહમાન મુસ્તાક ના પત્ની નામે નફીસાબેને ઇતિહાસ ના વિષયમાં પી.એચ.ડી. કરી હતી. જેમનો પદવી સમારંભ ગતરોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી સુરત ખાતે યોજાયો હતો. ડો. નફીસાબેન ને પદવી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર કપિલદેવ ના હસ્તે આપવામાં આવી હતી.

1 5 6 7