ટંકારીઆ ગ્રામ પંચાયત ના સરપંચ પદે ડેપ્યુટી સરપંચે ફરીથી ચાર્જ સંભાર્યો

આજ રોજ ટંકારીઆ ગ્રામ પંચાયત ના સરપંચ પદે ડેપ્યુટી સરપંચ શ્રીમતી મુમતાજબેન ઉસ્માનભાઈ લાલને ફરીથી ચાર્જ સંભાર્યો છે. કોરોના વાઇરસ ના પ્રકોપ ને પગલે સરકારશ્રી ના આદેશાનુસાર આ વિધિ એકદમ ટૂંક માં પતાવી આપી હતી. હોદ્દો ગ્રહણ કરતાની સાથે મુમતાજબેને ગામના વિકાસ માટે કામ કરવાનું વચન આપ્યું હતું અને તેમને કોરોના વાઇરસ ની મહામારી માં કામ વગર ઘરની બહાર ના નીકળી ઘરમાંજ રહેવાનું આહવાન સાથે સ્વચ્છતા રાખવાનો અનુરોધ પણ કર્યો હતો. તેમને એમ પણ જણાવ્યું હતું કે એક બે દિવસમાં ગામમાં ઘરે ઘરે માસ્ક વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*