ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે દારુલ કુરઆન વલ્હદીષ નો ચૌદમો વાર્ષિક  અને દસ્તારબંધીનો ત્રીજો જલસો તારીખ ૨૬/૪/૨૦૧૮ ના ગુરુવારના રોજ સવારે ૮.૩૦ કલાકે દારુલ કુરઆન ની ઈબાદતગાહ માં રાખવામાં આવ્યો છે. જેમાં મહેમાને ખુસૂસી વાઈઝે શીરી બયાં, ફખરે હિંદ, અઝીમ દાઈ હઝરત મૌલાના ખલીલુર્રહમાન સજ્જાદ નોમાની સાહબ ખલીફા એ મુજાઝ શૈખ ઝુલ્ફીકાર નક્શબંદી સાહબ તશરીફ લાવી મુલ્કો મિલ્લત ના મૌજુદા હાલાત પર માર્ગદર્શન કરી દિલસોઝ દુઆ ફરમાવશે. આ મુબારક મજલીશમાં સર્વે મુસ્લિમ ભાઈઓને તશરીફ લાવી સવાબે દારૈન હાસિલ કરવા ભાવભીનું આમંત્રણ દારુલ કુરઆન વલ હદીષ તરફથી  આપવામાં આવે છે.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે દારુલ ઉલુમ મુસ્તુફાઇય્યાહ દ્વારા ગત રોજ ઈશાની નમાજ બાદ ખત્મે બુખારી શરીફ નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.
કુરાને પાક ની તિલાવત થી પ્રોગ્રામ ની શરૂઆત થઇ હતી. અને ત્યાર બાદ બુખારી શરીફ ની હદીસો ની પઢાઈ બાદ મુફ્તી નૂર સઇદ સાહેબે બુખારી શરીફ ના લેખક ઇમામ બુખારી (રહ) ના જીવન ચરિત્ર ની ઝાંખી આપી હતી. એમને કઈ રીતે અને કેટલી મહેનત થી હદીસ શરીફો નો સંગ્રહ કર્યો હતો તે વિશે વિસ્તૃત ચર્ચા તેમના બયાન માં કરી હતી. અને ત્યાર બાદ દુઆઓ ગુજરી સલાતો સલામ બાદ પ્રોગ્રામ ની પુર્ણાહુતી થઇ હતી. આ પ્રોગ્રામ માં વિશાળ સંખ્યામાં અકીદતમંદો એ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.