આજરોજ અસર ની નમાજ બાદ હાશમશાહ (રહ.) ના ઉર્સ નિમિતે હાશમશાહ (રહ.) નવયુવાન કમિટી તરફથી મળેલ મદદ તથા વિદેશમાં સ્થાયી થયેલા ડેલાવાળા સ્ટ્રીટ ના નવયુવાનોના સાથ સહકારથી સમગ્ર ગામલોકો માટે ન્યાઝ ના પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ઈશાની નમાજ બાદ સંદલ નો પ્રોગ્રામ હાશમશાહ (રહ.) ની દરગાહ પર રાખવામાં આવ્યો છે.

ભરૂચ તાલુકાના ગ્રામ્ય કક્ષાના એક માત્ર ટર્ફ વિકેટ ધરાવતા ક્રિકેટ મેદાન પર બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સંચાલિત નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ ગત રવિવાર ના રોજ કે.જી.એન. ટંકારીઆ તથા કરજણ વચ્ચે રમાઈ હતી. જેમાં કરજણ ની ટિમ વિજય નીવડી હતી.
૩૦ ઓવેર ની આ ફાઇનલ માં પ્રથમ દાવ માં કરજણ ના ૧૬૮ રન થયા હતા જેના જવાબમાં ટંકારીઆ કે.જી.એન. માત્ર ૧૨૮ માં ઓલ આઉટ થઇ જતા કરજણ ની ટિમ નો વિજય થયો હતો.