મેડિકલ સારવાર થકી કોમ ની ખિદમત કરતુ અંજુમન દવાખાના ટંકારીઆ ને એક્સ રે મશીન ની તાતી જરૂર હતી કેમ કે દર્દી ઓને એક્સ રે કઢાવવા માટે ભરૂચ સુધી લાંબા થવું પડતું હતું. અને સમય સાથે પૈસા નો પણ વ્યય થતો હતો. તો તેવા સમયે આપણા ગામના આદમભાઇ લાલી અને તેમના ફેમિલી તરફથી એક્સ રે મશીન અંજુમન દવાખાનાને ડોનટ કરવામાં આવ્યું છે, તો હવે દર્દીઓને એક્સ રે કઢાવવો હોય તો હવે ગામમાંજ એની સગવડ ઉભી થઇ છે.
આ પ્રસંગે અમો ટંકારીઆ વેબ સાઈટ ની ટીમ આદમભાઇ લાલી તથા તેમની સમસ્ત ફેમિલી નો આભાર વ્યક્ત કરીએ છીએ. અલ્લાહ તઆલા તેમની આ ખિદમતને કાબુલ ફરમાવી તેનો બદલો બંને જહાં માં આપે. આમીન.

we are sincerely thankful to Mr. Adambhai Lali and his entire family on behalf of people of Tankaria for donating X-Ray machine to Anjuman Dawakhana to bring a change in the lives of Tankarians. Your contribution in this regard is highly appreciated. We would like to thank you from the bottom of our heart for your generosity. You have brought a smile on thousand faces and we are grateful to you for the same.

ટંકારીઆ થી પાલેજ તરફ જતા માર્ગ પર સીમલીયા ગામ પાસે ભર બપોરે આશરે સાડા ચાર વાગ્યે કાર લઈને પસાર થતા ટંકારીઆ ગામના રફીકભાઇ ડાહ્યા ની કાર માં આગ લાગતા વાહનવ્યવહાર થોડા સમય માટે ઠપ થઇ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીઆ ગામના રફીકભાઇ ડાહ્યા તેમના મિત્ર સાથે કામસર પાલેજ તરફ જતા હતા તે દરમ્યાન સીમલીયા ગામ પાસે તેમની કારમાંથી અચાનક ધુમાડો નીકળતા થોડા જ સમયમાં આગે આખી કાર પર ભરડો લઇ લીધો હતો, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

એક વખત એવો હતો કે ટંકારીઆ ગામ માં શિક્ષકો નું પ્રમાણ વધારે હતું ભરૂચ જિલ્લામાં કોઈ પણ ખૂણા માં જાઓ એટલે ટંકારીઆ ગામના શિક્ષકો અવશ્ય મળે. હવે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ બની રહેલું ટંકારીઆ ગામ માં ડોક્ટરોની સંખ્યામાં વખતો વખત વધારો થઇ રહ્યો છે જે એક ઉચ્ચ શિક્ષણ ને આંબવાની ધગશ બતાવે છે. હાલ માં યાકુબભાઇ બશેરી ની સુપુત્રી નામે આશિયાના એ ડોક્ટર ની પદવી હાંસલ કરી છે જે માટે તેને ખુબ ખુબ અભિનંદન.