મદ્રસ્સા એ મુસ્તુફાય્યાહ ટંકારીઆ કે જેમાં આશરે ૮૦૦ તુલ્બાઓ દીની તાલીમ લઇ રહ્યા છે તેનો વાર્ષિક ઈનામી જલસો આગામી તારીખ ૧૨ મેં ૨૦૧૮ ના શનિવારના રોજ રાખવામાં આવ્યો છે. આ વાર્ષિક જલસા માં દર વર્ષ ની જેમ ટૂલબાઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે. અને એનો ખર્ચ આશરે ૪ લાખ રૂપિયા જેટલો થાય છે. અગર આપ આપની લીલ્લાહ રકમ મદ્રસ્સા માં આપી મદદ રૂપ થવા ઇચ્છતા હોવ તો આપ નીચે જણાવેલ વ્યક્તિઓ સુધી પહોંચાડી શકો છો.
૧. ઇબ્રાહિમ માસ્ટર મન મન
૨. સાજીદ લારીયા

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગમે આરામ ફરમાવી રહેલા હઝરત હાશમશાહ (રહ.) નો સંદલ શરીફ નો પ્રોગ્રામ ગતરોજ ઈશાની નમાજ બાદ રાખવામાં આવ્યો હતો. ટંકારીઆ માં આરામ ફરમાવતા ઔલિયા હઝરત હાશમશાહ (રહ.) નો સંદલ દર વર્ષે મુસલમાની રજ્જબ માસ ની 27 તારીખે મનાવવામાં આવે છે. જે અંતર્ગત ગત રોજ ઇશાઇ નમાજ બાદ ઝિક્ર, સલાતો સલામ બાદ સંદલ ની રસમ પાટણવાળા બાવા સાહેબ ના હસ્તે પેશ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં અકીદતમંદો તથા જમા મસ્જિદ ના પેશ ઇમામ અબ્દુલરઝાક અશરફી સંદલ શરીફ માં હાજર રહ્યા હતા. સલામ અને દુઆ પેશ કરી નિયાઝ તકસીમ કરવામાં આવી હતી. તદુપરાંત ગત રોજ શબ એ મેરાજ હોય મોડી રાત્રે મસ્જિદો માં મોટી સંખ્યા માં લોકો નફિલ નમાજો પઢતા તથા ઝીક્રો અસગાર કરતા નજરે પડ્યા હતા. 

One of our friend Yunus Mohmed Godar known as Y.M. Patel passed away……… Inna lillahe wainna ilayhe rajeun. Namaj E janaja will held at Hashamshah [RA] graveyard at 10am. May ALLAH [SWT] place in to Jannatul firdaush. Aameen. 

યુનુસ મહમદ ગોદર ઉર્ફે વાય. એમ. પટેલ અલ્લાહ ની રહેમત માં પહોંચી ગયા છે. જનાજા ની નમાજ હાશમશાહ (રહ.) સ્થિત ઈદગાહ માં ૧૦ વાગે થશે. અલ્લાહ તઆલા મર્હુમની બાલ બાલ મગફેરત ફરમાવી જન્નતુલ ફિરદોષ માં આલા મકામ અતા કરે. એમના તમામ સગીરા વ કબીર ગુનાહો ને અલ્લાહ તઆલા માફ કરી દે અને એમના કુટુંબીજનો ને સબ્રે જમીલ અતા કરે. આમીન