Madrassa E Mustufaiyyah – Tankaria in New Look.
Whole Madrassa Tulaba of Madrassa E Mustufaiyyah Tankaria is in one uniform.




TANKARIA WEATHER
Whole Madrassa Tulaba of Madrassa E Mustufaiyyah Tankaria is in one uniform.




ટંકારીઆ કસ્બામાં આજે ભરૂચ પાલેજ મુખ્યમાર્ગ પર મુસ્તાક દૌલાના ઘરની બાજુમાં અતુલ બેકરી ની ફ્રેન્ચાઇઝીસ માં રુહાન એન્ટરપ્રાઇઝીસ દ્વારા અત્યંત આધુનિક બેકરી નું ઉદ્ઘાટન આજરોજ અલ્લી સાહેબ દેંગમાસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ એન્ટરપ્રાઇઝીસ ના માલિક દાઉદ સાહેબ દેંગમાસ્ટર ના પુત્રવધુ ડો. દિલશાઝબાનું ડો. સોયેબ દેંગમાસ્ટર છે. આ બેકરીમાં એકદમ લેટેસ્ટ બેકરીની તમામ આઇટમો એકદમ ફ્રેશ અને હાઈજેનીક મળશે. આ થકી અમો દેગ ફેમિલીને મુબારકબાદી આપી તેમના રોજગારમાં બરકતોની દુઆ કરીએ છીએ.



આજે પણ આ ચિત્ર આંખનાં ખૂણા ભીના કરી દે છે. ગ્રામ્યજીવનને ઉજાગર કરવા, એની મીઠી યાદને હૈયે ભરવા આ ચિત્ર પૂરતું છે. પહેલા તો સૌ ગામડાંમાં રહેતા ત્યારે ગામથી ખેતર એક કિ.મી થી લઈને ત્રણેક કિ.મી જેટલી દુર હોઈ. અમુક સવારથી ઢોર – ઢાંખન લઈને ખેતર જતાં ત્યાં ચરાવતા અને સાંજે આવે ત્યારે ઢોરોને લેતા આવતા. કોઈને વળી એકા’દ ભેંસ કે ગાય હોય તો એ વાડીએ લઈ જવાને બદલે સાંજે ઘરે આવે ત્યારે ઘાસની ગાંસડી માથા ઉપર મુકીને લઈને આવતા.
હવે આ ચિત્ર ઉપર પ્રકાશ પાડીએ તો માં સાથે નાનકડી દીકરી છે એણે પણ પોતાનાં માથા ઉપર ઘાસની નાનકડી ગાંસડી મુકી છે. મને આમા ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આટલુ ઘાસ લેય કે ન લેય શું ફર્ક પડવાનો! પણ અહી વાત અલગ છે અને એ ગામડાંમાં મોટા થયેલા દરેકને ખબર હોય છે છતાં એ વાત હું અહી ટાંકુ છું. માં લેશ પણ ન ઈચ્છતી હોઈ કે મારી નાનકડી દીકરી માથા ઉપર ઘાસની ગાંસડી લે પરંતુ દીકરી જીદ કરતી હોય છે કે, માં તું માથા ઉપર ઘાસની ગાંસડી લે છે તો મારે પણ લેવી છે. મારી માં ઘાસની ગાંસડી લઈને જતી હોય તો હું કેમ ન લઉ!. આ બધી મજા હતી ગામડાની. આપણે પણ બાળપણમાં આ બધુ કરી ચૂક્યા છીએ. આ બધુ જોઈને જ આપણી ગ્રામ્ય સંસ્કૃતિ આગળ વધતી હતી.

A marriage function of “NASIR ILYAS NATHALIA” [Grand son of Late Ibrahimbhai Nathalia]held in Leicester.

આજે માહે મહોર્રમનો ચાંદ દેખાતા ઇસ્લામિક નવું વર્ષ ૧૪૪૪ શરુ થઇ ગયું છે. તદુપરાંત આજે ઈશાની નમાજ બાદથી ૧૦ દિવસ દરરોજ ઈશાની નમાજ બાદ શહિદાને કરબલા ની શાન માં જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યા માં બાયનોનો દૌર ચાલુ થશે. તો તમામ અકીદતમંદોને બયાનમાં હાજરી આપવા વિનંતી છે. ઇસ્લામિક નવું વર્ષ ૧૪૪૪ તમામને મુબારક.
Islamic New Year 1444 has started today with the sighting of the moon of Mahe Muharram. Moreover, from today after Isha prayer for 10 days after Isha prayer every day, a round of Bayan will be started in Jama Masjid and Masjid e Mustufaiyyah in honor of Shaheedane Karbala. So all believers are requested to attend Bayan. Happy Islamic New Year 1444 to all.

ટંકારીઆ ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ટંકારીઆ પાદરમાં મુખ્ય ગેટ થી સર્કલ સુધી શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. હવે તે વૃક્ષોના જતન માટે એટલેકે બકરા કે બીજા અન્ય ઢોર ઢાંખનથી બચાવવા માટે લોખંડની શુશોભિત જાળીઓ લગાડી દીધી છે.
At Tankaria village, Shaikhul Islam Trust planted trees for beautification from the main gate to the circle in Tankaria padar. Now, decorative iron nets have been installed to protect the trees, i.e. to protect them from goats or other cattle.

‘યકીન’ ટંકારવીને ભરુચ સાહિત્ય મંડળ તરફથી ગઝલ ક્ષેત્રે તેમની સેવાઓ અને નામના બદલ એવોર્ડ આપીને સન્માન્વામાં આવ્યા હતા જેની આછી ઝલક આ કેટલાક ફોટાઓ પરથી જોઇ શકાય છે. આપણા ગામના કવિઓ, સાહિત્યકારો આ રીતે નામના મેળવી આગળ વધતા રહે એ આપણા સૌના માટે આનંદ અને ગૌરવની વાત છે.





ધારા ફિલ્મ ‘કવિઓની કવિતા’ કાર્યક્રમમાં ‘યકીન’ ટંકારવીની સુંદર ગઝલોનો આસ્વાદ માણી શકો છો.