Tankarvies watching India-Eng. Third one day







TANKARIA WEATHER
SHARIFA YAKUB PAYA passes away…. inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH (SWT) place her in to Jannatul Firdaush.
સતત ચાર દિવસથી ટંકારીઆ પાદર માં વરસાદી પાણીનો ભરાવો થયેલ હતો તે હવે સંપૂર્ણ ઓસરી જતા પાદરમાં આવેલ દુકાનોનો તથા ઓફિસો પૂર્વવત થઇ જવા પામી છે. પરંતુ વાતાવરણમાં ભેજ નું પ્રમાણ યથાવત છે અને હમણાં સૂર્ય પણ નીકળ્યો હોવાથી સૂર્યકિરણો ભેજ ને ઓછો કરવામાં મદદરૂપ થાય તેવી સંભાવના છે. હજુ પણ ભરૂચ તરફનો વાહન વ્યવહાર શરુ થયો નથી એવી માહિતી પ્રાપ્ત થઇ છે.
Mukhtar Ibrahim Gopalji passed away…. Inna lillahe wainna ilayhe rajeun. May ALLAH (SWT) grant him the best place in Jannatul firsaush.
સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે. ટંકારીઆ માં પણ સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ગામનું તળાવ બંને કાંઠે વહેતુ થઇ જતા તથા પાણીનો પ્રવાહ તળાવની પાળ ઓળંગીને પાદરમાં આવી જતા પાદરમાં પાણી ભરવાની શરૂઆત થઇ ગઈ છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ અતિભારે વરસી રહ્યો છે. તળાવના આ વહેતા પાણીમાં નાના નાના ભૂલકાઓ માછલી પકડવાની મજા માણી રહ્યા છે. પાણી નો પ્રવાહ સતત વધતો જાય છે જેને કારણે પાદરના નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનો તથા મકાનો માં પોતાનો કિંમતી માલ સમાન સુરક્ષિત કરી રહ્યા છે. આવા ઠંડક ભર્યા વાતાવરણમાં ગ્રામજનો પાદરમાં ભેગા થઇ ચા ની ચુસ્કીઓ સાથે સમોસા, ભજીયા તથા કબાબોની મજા માણતા જોવા મળ્યા છે. જોકે એટલું તો કહેવું પડશે કે બીજા સ્થળોના સમાચારો પ્રાપ્ત થયા તે મુજબ આપણે ત્યાં રહેમનો વરસાદ થઇ રહ્યો છે. અલ્લાહ સુબ્હાન વ તઆલા રહેમ નાઝીલ કરે. સતત વરસી રહેલા વરસાદને પગલે મુજ નાચીજથી આખા ગામમાં ના ફરી શકાયું પરંતુ જેવો વરસાદ ઓછો થશે તેમ આખા ગામનું કવરેજ કરવામાં આવશે. ભારે વરસાદની હવામાન ખાતાની આગાહીને લીધે કલેક્ટર ભરૂચે તમામને સતર્ક રહેવા અપીલ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આવશ્યક સેવાઓના તમામ ડિપાર્ટમેન્ટને, પોલીસ તંત્રને સ્થિતિ પર ચાંપતી નજર રાખવાનું તથા ખડે પગે રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.


આજે હાજીઓએ શૈતાનને કાંકરા મારી હજની પુર્ણાહુતી કરી છે. અલ્લાહ તમામ ની હજ કબૂલ મકબુલ ફરમાવે.

અલ્લાહના ફઝલો કરમથી આજે ઈદ ની ઉજવણી એકદમ શાંત માહોલમાં થઇ રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઈદ ની નમાજ વિવિધ મસ્જિદોમાં થઇ અને ત્યાર બાદ લોકો એકબીજાને ઈદ ની મુબારકબાદી આપતા નજરે પડ્યા છે. એકદમ શાંતિથી ઈદ ની ઉજવણી થઇ રહી છે. પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અલ્લાહ તમામને ઈદ ની તમામ ખુશિયા નશીબ કરે. તદુપરાંત મક્કાએ મોઅજજામાંથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે કે, હાજીઓ હજના અરકાનો સમયસર અને સારી રીતે મુકમ્મલ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપણા જ ગામ ટંકારીયાના આશરે ૩૦ હાજીઓ હજ માં સામેલ છે. તમામે તમામ તંદુરસ્તી સાથે હજ ના અરકાનો કરી રહ્યા છે. અલ્લાહ તમામની હજ કબુલ ફરમાવે.
