અતિત ની યાદો
આજે પણ આ ચિત્ર આંખનાં ખૂણા ભીના કરી દે છે. ગ્રામ્યજીવનને ઉજાગર કરવા, એની મીઠી યાદને હૈયે ભરવા આ ચિત્ર પૂરતું છે. પહેલા તો સૌ ગામડાંમાં રહેતા ત્યારે ગામથી ખેતર એક કિ.મી થી લઈને ત્રણેક કિ.મી જેટલી દુર હોઈ. અમુક સવારથી ઢોર – ઢાંખન લઈને ખેતર જતાં ત્યાં ચરાવતા અને સાંજે આવે ત્યારે ઢોરોને લેતા આવતા. કોઈને વળી એકા’દ ભેંસ કે ગાય હોય તો એ વાડીએ લઈ જવાને બદલે સાંજે ઘરે આવે ત્યારે ઘાસની ગાંસડી માથા ઉપર મુકીને લઈને આવતા.
હવે આ ચિત્ર ઉપર પ્રકાશ પાડીએ તો માં સાથે નાનકડી દીકરી છે એણે પણ પોતાનાં માથા ઉપર ઘાસની નાનકડી ગાંસડી મુકી છે. મને આમા ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આટલુ ઘાસ લેય કે ન લેય શું ફર્ક પડવાનો! પણ અહી વાત અલગ છે અને એ ગામડાંમાં મોટા થયેલા દરેકને ખબર હોય છે છતાં એ વાત હું અહી ટાંકુ છું. માં લેશ પણ ન ઈચ્છતી હોઈ કે મારી નાનકડી દીકરી માથા ઉપર ઘાસની ગાંસડી લે પરંતુ દીકરી જીદ કરતી હોય છે કે, માં તું માથા ઉપર ઘાસની ગાંસડી લે છે તો મારે પણ લેવી છે. મારી માં ઘાસની ગાંસડી લઈને જતી હોય તો હું કેમ ન લઉ!. આ બધી મજા હતી ગામડાની. આપણે પણ બાળપણમાં આ બધુ કરી ચૂક્યા છીએ. આ બધુ જોઈને જ આપણી ગ્રામ્ય સંસ્કૃતિ આગળ વધતી હતી.
Leave a Reply