‘યકીન’ ટંકારવીને ભરુચ સાહિત્ય મંડળ તરફથી ગઝલ ક્ષેત્રે તેમની સેવાઓ અને નામના બદલ એવોર્ડ આપીને સન્‍માન્‍વામાં આવ્યા હતા જેની આછી ઝલક આ કેટલાક ફોટાઓ પરથી જોઇ શકાય છે. આપણા ગામના કવિઓ, સાહિત્યકારો આ રીતે નામના મેળવી આગળ વધતા રહે એ આપણા સૌના માટે આનંદ અને ગૌરવની વાત છે.

ધારા ફિલ્મ ‘કવિઓની કવિતા’ કાર્યક્રમમાં ‘યકીન’ ટંકારવીની સુંદર ગઝલોનો આસ્વાદ માણી શકો છો.

કોરોના વાયરસ:
શિકવા, જવાબે શિકવા

□ મહેક ટંકારવી, બોલ્ટન, યુ.કે.

શિકવા
કેવો ઉત્પાત મચાવ્યો છે તેં દુનિયાભરમાં
કેદી માણસને બનાવ્યો છે તેં દુનિયાભરમાં
જા, દફે થા, હવે ચાલ્યો જા દૂર વસતીથી
ખૂબ માણસને ડરાવ્યો છે તેં દુનિયાભરમાં

જવાબે શિકવા
આહ નિશ્વાસનો આ છે જવાબ, સમજી લે
તારાં દુષ્કર્મનો આ છે હિસાબ, સમજી લે
તેં કયામતના પહેલાં જ કયામત સર્જી
છે આ કુદરતનો જબરદસ્ત અઝાબ, સમજી લે

હાથ જાલિમના જો રોકાશે તો હું ચાલ્યો જઇશ
લોહીની હોળી જો બંધ થાશે તો હું ચાલ્યો જઇશ
એની કૃપાનો નથી બંધ કદી દરવાજો
દિલથી તોબા જો હવે થાશે તો હું ચાલ્યો જઇશ

યુદ્ધનો અંત હવે લાવો તો હું ચાલ્યો જઇશ
બોંબગોળાઓ ન વરસાવો તો હું ચાલ્યો જઇશ
સેંકડો માનવો ઘરબાર વિના રઝળે છે
આશરો એમને જો આપો તો હું ચાલ્યો જઇશ

આબરુ નારીની સચવાશે તો હું ચાલ્યો જઇશ
આંસુ બેવાઓનાં લૂછાશે તો હું ચાલ્યો જઇશ
ફેરવો હાથ હવે જઇ યતીમના માથે
એમના હોઠ જો હરખાશે તો હું ચાલ્યો જઇશ

એને ત્યાં દેર છે, અંધેર નથી, સમજી લે
આહ મજલૂમની નથી ખાલી જતી, માની લે
તેં જે અપનાવી છે ફિરઔનિયતને ત્યાગી દે
આ નશો છોડ અહમનો ને શિર ઝુકાવી લે

આગ નફરતની લગાવી છે તે બુઝાવી દે
પ્રેમની શમ્આ હવે તો બધે જલાવી દે
ભાવના રાખ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની તું
પૃથ્વીને સ્વર્ગ સમી પ્રેમથી બનાવી દે

શ્રેષ્ઠ સર્જન છે તું કુદરતનું, શ્રેષ્ઠ બનતાં શીખ
દર્દમંદોથી, ઝઇફોથી પ્રેમ કરતાં શીખ
ધર્મને નામે ઝઘડવાનું હવે ભૂલી જા
એ છે સર્વોપરી, માલિકથી હવે ડરતાં શીખ

રહેમ તું કર તો ઉપરવાળો રહેમ કરશે પછી
દીનદુખિયાની દુઆઓ ય તુજને મળશે પછી
કર હવે ખલ્કની ખિદમત, ખુદાને રાજી કર
એ થશે રાજી તો આફત-બલાઓ ટળશે પછી

આટલું કર તો ટળી જાશે આ અઝાબ હવે
વાયરસ બોલું છું, મારો છે આ જવાબ હવે


Coronavirus:
Complaint and Response

□ Mahek Tankarvi, Bolton, UK

Complaint
What a catastrophe you’ve caused around the world
You’ve made man a captive in his own house
Go away, go far away from the population
Too many people are scared around the world.

Response
This is in response to the cries and tears of the oppressed
This is the account of your misdeeds, understand
You created the doom before the Day of Judgment
Know that this is a terrific retribution of nature.

If the hand stops being an oppressor, I’ll be gone
If you stop playing with the blood of the innocent, I’ll be gone
His door of Mercy is never closed
If you repent now, truly and sincerely, I’ll be gone.

If you end all the wars now, I’ll be gone
If you stop this callous bombing and destruction, I’ll be gone
Hundreds of humans wander without a home
If you give them shelter, I’ll be gone.

If the honour of the woman is saved, I’ll be gone
If you wipe away the tears from the faces of the widows, I’ll be gone
Go and show love and care for the orphans
If their faces are lit with smiles, I’ll be gone.

Know that justice will be done, sooner or later
Know that the sighs of the oppressed never go unheard
Abandon this wickedness of the Pharaoh you have adopted
Give up your ego and in humbleness bow down your head.

Extinguish the fire of hatred, which you have spread
And instead light the lamp of love everywhere
Follow the ideal of ‘Vasudhaiva Kutumbakam’ (the world is one family)
And with love and fraternity bring paradise on this earth.

You are the best creation of nature, learn to be the best
Learn to love the sick and the elderly
Now forget to fight in the name of religion
He is the Supreme, learn to fear Him now.

Be kind to those on earth, and the Lord above will be kind to you
You’ll get the blessings of the poor and the suffering
Apply yourself to the ‘Service of Mankind’ and plead to God
These calamities will disappear if He is pleased with you.

Do this much and this retribution will be lifted
I am Coronavirus and this is my answer to your complaint.

Congratulations to Tankarvi elders in London who won the Beckett Trophy proudly in the final competition at the prestigious event at the Old Dagenham Bowling Club’s green (ground) representing their own Plashet Park Bowling Club, East Ham, London. Tankarvi elders Bashirbhai Khoda, Hanif Ismail Munshi Ghodiwala, Ismail Saheb Khunawala, Yusufbhai Bapuji with other team players Iliyas Sharif Palejwala, Ayub Vali Patel Vadavawala and Ahmedbhai Bhaiji Umrajwala appear in the photos below with the trophy and certificate in their hands.

It is to be noted that they are the only Gujarati Indians from Bharuch district participating in such a well respected and popular Bowling Clubs’ games competition in London, England. Dilawar Master Khoda, Yakubbhai Karim and Sadiq Bangalawala are also the eminent and active members of Plashet Park Bowling Club, which is more than 100 years old.

A full report will be published in next week’s Newham Recorder newspaper.

આજકાલ ટંકારીઆ કિકેટ માટે જેટલું જાણીતું છે એટલું કવિઓ લેખકો માટે પણ જાણીતું છે. ગામમાં શેરોસુખનનો વારસો જાળવી રાખે એવા એક અત્યંત આશાસ્પદ કવિ તે મુબારક ઘોડીવાલાદર્દટંકારવી. સારા એવા એક સર્જનાત્મક કવિ છે અને એટલે તો એમને હવે આજુબાજુ યોજાતા મુશાયરાઓમાં આમંત્રણ મળે છે. અહીં સુરત ખાતે યોજાયેલા મુશાયરામાંદર્દટંકારવી પોતાની આગવી છટામાં સુંદર ગઝલો રજૂ કરતા અને ગઝલફહેમ લોકોની દાદ મેળવતા જોઇ શકાય છે. મુબારકને ખૂબ ખૂબ મુબારકબાદ અને એટલું કહીશું કે નવું નવું વાંચતાલખતા રહેજો અને ટંકારીઆનું નામ રોશન કરતા રહેજો.