1 2 3 6

ટંકારીઆ ગામમાં પંચાયત દ્વારા એક નવીન પ્રકારની મંગળવારી બજારનો પ્રારંભ ખરી મેદાન પર શરુ કરવામાં આવ્યો છે. આજે પ્રથમ મંગળવારી બજાર ભરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ગામ પરગામના વેપારી બંધુઓ આવ્યા હતા.

Our Tankarvi brothers in Preston, UK came together on a lovely evening to welcome Saeed Saheb Bapuji, Isaq Saheb Manki, Iqbal Bhai Ghodiwala, Mustak Bhai Sapa (Spinner), and Mubarak Bhai Sapa from Tankaria.

It was a heartwarming gathering filled with smiles and joy. Here are some cherished moments from this special evening:

તારીખ 25/09/2025 ના રોજ GCERT ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભરૂચ દ્વારા આયોજિત ટંકારીઆ ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો કંબોલી પ્રાથમિક મિશ્ર શાળાના પટાંગણમાં ખૂબ જ સરસ રીતે ઉજવાય ગયો. કંબોલી પ્રાથમિક મિશ્ર શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ સોલંકી,CRC સાહેબ ઘનશ્યામભાઈ પઢિયાર અને સ્ટાફના શિક્ષક મિત્રોએ નોંધનીય આયોજન કરેલ હતું.
ટંકારીઆ ક્લસ્ટરમાં સમાવિષ્ટ કુલ 14 શાળાઓએ અલગ અલગ એવા પાંચ વિભાગોમાં કુલ ૩૫ જેટલી સુંદર કૃતિઓ રજૂ કરી હતી.ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓએ દરેક વિભાગમાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી.કૃતિઓમાં રહેલી નવીન બાબતો,નવીન વિચારો અને બાળકોની દમદાર રજૂઆતોએ નિર્ણાયકો સહિત હાજર રહેલા તમામને આકર્ષિત કર્યા હતા.જેના ફળસ્વરૂપ બે વિભાગોમાં પ્રથમ ક્રમાંક અને ત્રણ વિભાગોમાં દ્વિતીય ક્રમાંક મેળવી ટંકારીઆ કુમાર શાળાના બાળકોએ શાળાનું અને ટંકારીઆ ગામનું નામ રોશન કર્યું છે.
વિભાગ -1 – “ટકાઉ ખેતી” માં મુકવામાં આવેલ કૃતિ “ક્રોપ પ્રોટેક્શન વિન્ડ મિલ” ને પ્રથમ ક્રમાંક મળેલ છે.આ કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનિકો ૧)રીઝવાન સરફરાજ બળિયા ૨) મુહંમદ એજાઝ દેડકા તથા માર્ગદર્શક શિક્ષક શ્રી મહંમદરફીક આઈ. અભલી છે.
વિભાગ -૨ – “કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો” માં રજૂ કરવામાં આવેલ કૃતિ “ડ્રેનેજ ક્લીનર સિસ્ટમ” પણ પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા થયેલ છે.આ કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનિકો ૧) અહમદ સઈદ ભોલા ૨) સહલ જુનેદ અમેરિકન તથા માર્ગદર્શક શિક્ષક એવા ગૃપાચાર્ય શ્રી શબ્બીરહુશેન આઈ. પટેલ છે.
આ ઉપરાંત ટંકારીઆ કુમાર શાળા દ્વારા વિભાગ -૩,૪ અને ૫ માં રજૂ કરવામાં આવેલ કૃતિઓએ દ્વિતીય ક્રમાંક મેળવેલ છે.આમ સમગ્ર વિજ્ઞાન મેળામાં ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળાએ વિશિષ્ટ સિદ્ધિ હાંસિલ કરી ટંકારીઆ ગામનું નામ રોશન કરેલ છે.ટંકારીઆ કુમાર શાળાની આ અદ્વિતીય સિદ્ધિને ટંકારીઆ ગામે વધાવી લીધેલ છે.તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને ગામલોકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી તેઓની મહેનતને વધાવી લીધેલ હતી.

એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન : ૨૦૨૫-૨૬ વિભાગ નં.:૪ માં વિકસીત નવીન ટેકનોલોજી માં હોમઓટોમેશન કૃતિ રજુ કરી અત્રેના શાળાના ભૂલકાઓનો ભવ્ય વિજય……

આજ રોજ તારીખ : ૨૫/૦૯/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કંબોલી પ્રાથમિક મિશ્ર શાળામાં ક્લસ્ટર કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન : ૨૦૨૫-૨૬ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું ખૂબજ સરસ અને સુંદર રીતે ઉજવાય ગયો. કંબોલી પ્રાથમિક શાળા પરિવાર અને SMC એ ખુબ સરસ આયોજન કર્યું હતું. જેમાં ક્લસ્ટર કક્ષાની કુલ બાર શાળાઓ ભાગ લીધી હતો. જેમાં વિવિધ વિષયને અનુરૂપ અલગ અલગ પાંચ વિભાગો હતા. જેમાં એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કુલ. ટંકારીઆના બાળકો ધ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ નં.:૪ માં વિકસીત નવીન ટેકનોલોજી માં હોમઓટોમેશન કૃતિ સુંદર કૃતિ રજુ કરી હતી. જે તમામ કૃતિમાં ધ્યાન આકર્ષિત હતી. આમંત્રિત મહેમાનોએ હોમઓટોમેશન કૃતિ પ્રત્યે પોતાના સચોટ અભિપ્રાય આપ્યો હતો. આ કૃતિ જોઈ મહેમાનો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. અત્રેની શાળાના બાળકો તાલુકા લેવલ પર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ નં.:૪ માં વિકસીત નવીન ટેકનોલોજી માં હોમઓટોમેશન કૃતિમાં ઓટલાવાલા ફાતેમા ફૈઝલ અને સાસરીયા તાલ્હા મીન્હાજ પ્રથમ ક્રમાંક મેળવી શાળા તથા ગામનું નામ રોશન કર્યું. બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સંન્માનિત કર્યા હતા. નાના વૈજ્ઞાનિકોને મહેમાનોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તે એટલા નાના બાળકો પાસેથી આવો પ્રયોગ જોઈ મંત્રમુગ્ધ રહી ગયા હતા. શાળાના આચાર્યશ્રી અને શાળા પરિવાર તેમજ શાળાના પ્રમુખશ્રી ઇશાક મહમદ અશરફી, ટ્રસ્ટી મંડળ અને હિતેચ્છુઓએ ખૂબજ અભિનંદન પાઠવ્યા. વધુમાં માર્ગદર્શક શિક્ષિકા બહેન શેઠ સીમા આઈ. ને વિશેષ અભિનંદન પાઠવ્યા. કારણ કે તેમણે બે દિવસમાં ખંત પૂર્વક વિદ્યાર્થીઓ તૈયારી કરાવી હતી.

1 2 3 6