એમ.એ.એમ. હાઇસ્કૂલને મદદ કરવાના ઉદ્દેશ સાથે ટંકારીઆના બારીવાલા ગ્રાઉન્ડ પર ચેરિટી ક્રિકેટ મેચ યોજાઇ
ગત રવિવારે ટંકારીઆ સ્થિત બારીવાલા ગ્રાઉન્ડ ખાતે એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ અને ૧૨ ના ઇંગ્લિશ મીડીયમના નવા વર્ગો શરૂ કરવા માટે જરૂરી ફંડ એકત્ર કરવાના શુભ હેતુથી ભવ્ય ચેરિટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ ભરૂચ સીટી લિજન્ડ અને ભરૂચ રૂરલ લિજન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ભરૂચ રૂરલ લિજન્ડ ટીમે રોમાંચક મુકાબલામાં વિજય હાંસલ કર્યો હતો.
મેચનો ટૉસ કોંગી અગ્રણી સુલેમાનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક સમયના ધુરંધર ક્રિકેટરો અને અંગત મિત્રો એવા માજી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ દંડક તેમજ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને સેક્રેટરી ઇસ્તિયાક પઠાણે પ્રથમ દાવમાં ઓપનિંગ કરી આક્રમક શરૂઆત કરી હતી. દુષ્યંત પટેલે માત્ર ૨૪ બોલમાં ૩૯ રનની ઝળહળતી ઇનિંગ રમી વર્ષો પહેલાંની એમની રમતની યાદ અપાવી હતી. તેઓની આ સુંદર રમત બદલ તેમને “બેસ્ટ બેટ્સમેન” ની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અત્યંત રોમાંચક બનેલી આ મેચમાં ભરૂચ સીટી લિજન્ડ ટીમે ૨૦ ઓવરમાં ૧૪૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભરૂચ રૂરલ લિજન્ડે છેલ્લી ઓવરના ફક્ત બે બોલ બાકી હતા ત્યારે ચાર વિકેટે લક્ષ્યાંક પાર કરી ભવ્ય વિજય નોંધાવ્યો હતો.
ભરૂચ સીટી લિજન્ડ તરફથી કેપ્ટન દુષ્યંતભાઈ પટેલ, ઇસ્તિયાકભાઈ પઠાણ, મનીષ નાયક, બાબુભાઈ મોદી, વિપુલ ઠક્કર, કિશોર પટેલ, હનીફ ભજ્જુવાલા, આરીફ મિન્હાઝ, સુધીરભાઇ, હારુન હેન્ડી, રીચી દેસાઈ, હન્નુ તથા સરફરાઝ તેજખાન પઠાણ જેવા એક વખતના હોનહાર લિજન્ડ ખેલાડીઓએ રમતમાં ભાગ લઈ પોતાની રમતો દ્વારા યુવા ક્રિકેટરોને પ્રેરણા આપી હતી. જ્યારે ભરૂચ રૂરલ લિજન્ડ તરફથી હારુન ઘોડીવાલા, મુસ્તાક ટટ્ટુ ઉર્ફે ટાઈગર, રહેમત માસ્ટર, ફારૂક માતર, આસિફ પઠાણ, સઈદ કંથારીયા, રહેમત ધોરીવાલા, મુસ્તાક લાંગીયા, તૌસીફભાઈ વાગરા, ઈકરામ માલજી, મુનાફ દિવાળી, મુબારક સાપા તથા મુસ્તાક દૌલા સહિતના ખેલાડીઓની રમતે પ્રેક્ષકોને આનંદિત કરી દીધા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ શાળાના પ્રમુખ ઇશાક માસ્ટર પટેલે ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટંકારીઆ તેમજ આજુબાજુના ૧૬ ગામોના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અહીં અભ્યાસ કરે છે અને આ પ્રયાસ શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે.
દુષ્યંત પટેલે પોતાના ભાવુક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજની મેચ માત્ર રમત નહીં પરંતુ ફ્રેન્ડશિપ અને ફેલોશીપનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે બારીવાલા ગ્રાઉન્ડના ભારોભાર વખાણ કર્યા અને જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં ક્રિકેટનું ભરપૂર ટેલેન્ટ છે, જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તે માટે પ્રયત્ન જરૂરી છે. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે જિલ્લાના ખેલાડીઓને હંમેશા પ્રાધાન્ય આપવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ ક્રિકેટ દ્વારા વિકસેલો ભાઈચારો સતત જળવાઈ રહે તે માટે ખાસ આગ્રહ કર્યો હતો.
૨૪ ગામ પાટીદાર સમાજના પ્રમુખ શૈલેષ પટેલ ચાવજવાળાએ ટંકારીઆ ગામના વખાણ કરતા કહ્યું હતું કે અહીં કોઈ ભૂખ્યો આવે તો ભૂખ્યો પાછો નથી જતો. શિક્ષણ માટે રમાતી ચેરિટી મેચનું મહત્વ અનેકગણું વધી જાય છે એમ તેમણે ઉમેર્યું હતું. સામાજિક અગ્રણી અબ્દુલ્લાહ કામઠીએ પોતાના પ્રવચનમાં ટંકારીઆ અને આસપાસના ગામોમાં પરસ્પર સહકારની પ્રશંસા કરી તથા અગાઉ યોજાયેલી ત્રણ ચેરિટી મેચોનો ઉલ્લેખ કરી માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં હાજર રહેલા વરિષ્ઠ મહેમાનોમાં સુલેમાન પટેલ જોલ્વાવાળા, આસિફ ખોજબલ, બાબુભાઇ પરફેક્ટ, અઝહર ભીખા, અય્યુબમાસ્ટર વોરાસમનીવાળા, મુસ્તાકભાઈ સાપા, સાદિક લવલી, રણજી ક્રિકેટર લુકમાન મેરીવાળા, રતિલાલ પરમાર, સાજીદ સાઈદા, ગામ ટંકારીઆના ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા, અલ્તાફ ચટક, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા દાઉદ હવેલીવાળા ઉપરાંત સઇદ બાપુજી, યુસુફ ઇસ્માઇલ ઘોડીવાલા, ઇશાકમાસ્ટર પટેલ, યાકુબ બોડા, નાસીરહુસેન લોટીયા, માજી સરપંચ આરીફ પટેલ, ઉસ્માન લાલન, ગુલામ સાહેબ ઇપલી, બિલાલ લાલન, યુસુફ ઢીલ્યા, ઇકબાલ સાપા,સઈદભાઈ બાબરીયા, યાસીન શંભુ તેમજ વિદેશથી પધારેલા સલીમ વરુ, અલ્તાફ બાપુજી, ફારૂક ડેલાવાળા, અફરોઝ અશરફી, સોયેબ ગોદર તથા ભરૂચ જિલ્લાની સોસીયલ મીડિયાની આખી ટીમ તથા મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ સહિત અનેક મહેમાનો, સામાજિક આગેવાનો, વિદેશથી આવેલા મહેમાનો તથા મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અબ્દુલ્લાહ કામઠી અને માજી સરપંચ ઝાકીર ઉમતા દ્વારા એમના આગવા અંદાજમાં કરવામાં આવ્યું હતું. આજની મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને દેશ વિદેશમાં અનેલ લોકોએ નિહાળ્યું હતું. રમત દરમિયાન લાઈવ કોમેન્ટ્રી સફ્વાનભાઈ ભૂટા, આરીફભાઈ બાપુજી અને અલ્તાફભાઇ પરીયેજવાલા દ્વારા કરી રમતની સાથે સાથે સુંદર મનોરંજન પૂરું પાડ્યું હતું. આ ચેરિટી મેચનું સફળ આયોજન જુનેદ ટીચચુક, આરીફ બાપુજી, વસીમ પાટીદાર, સઈદભાઈ બારીવાલા, ઝુબેર બારીવાલા, શફીક પટેલ અને સાદિક ટીચચુક દ્વારા કરવામાં આવ્યું હતું. મેચ જે હેતુ માટે યોજાઈ હતી તે હેતુ માટે દેશ-વિદેશથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.



















TANKARIA WEATHER

Masallah,it was very successful charity match than what was we hoped To make it successful i would like to thanks to all members those came outside of Tankaria to make historical event it is very big list of names so in sort Both team audiance,adminsters and donaters like Mubarakbhai Derol and others so specially thanke to them (outsiders of Tankaria) Thanks to Tankaria peoples as well those Whose took part in all ocassion to raised the funds for our English mediam school direct or indirect.