પેટ્રોલિયમ, ઓઈલ એન્ડ ગેસ, રીફાઇનરી, બાંધકામ અને એરપોર્ટ ક્ષેત્રમાં કારકિર્દી

 


                      પેટ્રોલિયમ, ઓઈલ એન્ડ ગેસ, રીફાઇનરી, બાંધકામ અને એરપોર્ટ ક્ષેત્રમાં કારકિર્દી
લેખન અને સંપાદન : નાસીરહુસેન લોટીયા


અર્પણ:
દુનિયાને તજુર્બાતો હવાદિસ કી શકલ મૈં
જો કુછ મુજ્હે દિયા હય વહ લૌટા રહા હું મૈં
– સાહિર લુધ્યાન્વી


પ્રસ્તાવના 
“Yes, We Can”

આજનો યુગ વૈશ્વિક તકોથી ભરેલો યુગ છે. વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે અને તેની સાથે રોજગાર તથા કારકિર્દીના નવા નવા ક્ષેત્રો પણ ઊભા થઈ રહ્યા છે. પેટ્રોલિયમ, ઓઈલ એન્ડ ગેસ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ, સ્ટેડિયમ, એરપોર્ટ અને અન્ય વિશાળ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ આજે વિશ્વ અર્થવ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભો બની ચૂક્યા છે. પરિણામે, આ ક્ષેત્રો વિશ્વભરમાં સૌથી વધુ અને સૌથી ગુણવત્તાસભર રોજગારની તકો પૂરી પાડતા ઉદ્યોગોમાં સ્થાન પામ્યા છે.

આ ક્ષેત્રોમાં માત્ર એન્જિનિયરો માટે જ નહીં પરંતુ ટેક્નિશિયન, ઇન્સ્પેક્ટર્સ, સેફ્ટી પ્રોફેશનલ્સ, સુપરવાઇઝર્સ, પ્લાનર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ અને વિવિધ ટેક્નિકલ તથા નોન-ટેક્નિકલ ક્ષેત્રોના વ્યાવસાયિકો માટે પણ અસંખ્ય તકો ઉપલબ્ધ છે. બાંધકામ (Construction) થી લઈને ઓપરેશન (Operation), મેન્ટેનન્સ, ઇન્સ્પેક્શન, ક્વોલિટી કંટ્રોલ, સેફ્ટી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ટેક્નિકલ સેવાઓ સુધી હજારો પ્રકારની નોકરીઓ આજે વિશ્વના વિવિધ દેશોમાં ઉપલબ્ધ છે.

તેમ છતાં, આપણા ઘણા વિદ્યાર્થીઓ અને નવયુવાનો હજુ પણ આ ક્ષેત્રોથી પૂરતા પ્રમાણમાં પરિચિત નથી. તેના પાછળનું મુખ્ય કારણ પ્રતિભાનો અભાવ નથી, પરંતુ યોગ્ય માહિતી, માર્ગદર્શન અને જાગૃતતાનો અભાવ છે. અનેક વિદ્યાર્થીઓને હજુ સુધી એ વાતની જાણકારી નથી કે ટૂંકા ગાળાના કોર્સ, ડિપ્લોમા, આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન, સ્કિલ ટ્રેનિંગ અથવા એન્જિનિયરિંગ શિક્ષણના આધારે પણ દેશ-વિદેશમાં ઉત્તમ કારકિર્દી બનાવી શકાય છે.

ઘણી વખત યોગ્ય માહિતીના અભાવે યુવાનો પોતાના સપનાઓને મર્યાદિત બનાવી દે છે અને માત્ર પરંપરાગત કારકિર્દી વિકલ્પો સુધી જ સીમિત રહી જાય છે, જ્યારે વિશ્વમાં તેમની રાહ જોઈ રહેલી અસંખ્ય તકો તેમની નજરથી દૂર રહી જાય છે.

આ પુસ્તકનો હેતુ

આ પુસ્તક લખવા પાછળનો મારો મુખ્ય હેતુ એ છે કે અમે જે ક્ષેત્રમાં અમારી કારકિર્દીનું નિર્માણ કર્યું છે, તે જ ક્ષેત્રમાં માત્ર ટંકારીઆ ગામના યુવાનો જ નહીં, પરંતુ સમગ્ર સમાજના યુવાનો પણ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધે અને પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે.

આ સાથે, આજના સમયમાં અનેક એવી કારકિર્દીના ક્ષેત્રો ઉપલબ્ધ છે, જેમાં અપરંપાર સંભાવનાઓ અને વિકાસની તકો રહેલી છે, પરંતુ માહિતી અને માર્ગદર્શનના અભાવે ઘણા યુવાનો તેનાથી અજાણ રહે છે. આ પુસ્તક દ્વારા આવા વિવિધ ક્ષેત્રો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને યુવાનોને નવી દિશા તથા પ્રેરણા આપવાનો મારો વિનમ્ર પ્રયાસ છે.

મને વિશ્વાસ છે કે અમારી આ નાનકડી કવાયત યુવાનો માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત સાબિત થશે તથા તેઓ પોતાના જીવનમાં આ વિચારોને આત્મસાત કરીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ પુસ્તકનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ દૃષ્ટિકોણ બદલવાનો છે.

અહીં પેટ્રોલિયમ, ઓઈલ એન્ડ ગેસ, રિફાઇનરી, સ્ટેડિયમ અને એરપોર્ટના બાંધકામ તથા ઓપરેશન જેવા ક્ષેત્રોમાં જરૂરી લાયકાતો, અભ્યાસક્રમો, સર્ટિફિકેશન્સ, સ્કોલરશિપની તકો, રોજગારની સંભાવનાઓ, પગારધોરણ, આંતરરાષ્ટ્રીય કારકિર્દીના માર્ગો અને વાસ્તવિક કાર્યસ્થળોના અનુભવો તથા ફોટોગ્રાફ્સ દ્વારા અત્યંત ઉપયોગી અને વ્યવહારુ માહિતી રજૂ કરવામાં આવી છે.

આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, નવયુવાનો અને વાલીઓ સુધી કારકિર્દી સંબંધિત સાચી, પ્રાયોગિક અને સમયોચિત માહિતી પહોંચાડવાનો છે, જેથી તેઓ ભવિષ્ય અંગે વધુ માહિતીસભર અને આત્મવિશ્વાસપૂર્વકના નિર્ણયો લઈ શકે.

મને વિશ્વાસ છે કે આ માહિતી યુવાનોમાં નવી દિશા, નવી આશા અને નવા આત્મવિશ્વાસનું નિર્માણ કરશે તથા તેમને વૈશ્વિક સ્તરે સફળ કારકિર્દી ઘડવાની પ્રેરણા આપશે.

ખાસ કરીને ગામડાં અને નાના શહેરોમાં રહેતા વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે આ પુસ્તક એક સંદેશ છે — મોટી સફળતા મેળવવા માટે મોટા શહેરમાં જન્મવું જરૂરી નથી, અને સમૃદ્ધ કુટુંબમાં ઉછરવું પણ આવશ્યક નથી. યોગ્ય માહિતી, સ્પષ્ટ લક્ષ્ય, સતત મહેનત, શીખવાની તલપ અને યોગ્ય માર્ગદર્શનના આધારે વિશ્વના કોઈપણ ખૂણે પોતાની પ્રતિભાનો પરિચય આપી શકાય છે.

આ પુસ્તકનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ માત્ર એટલો જ છે —

જો વિશ્વના અગ્રણી પ્રોજેક્ટ્સમાં આપણા જેવા સામાન્ય પરિવારો અને ગામડાંઓમાંથી નીકળેલા યુવાનો સફળતાપૂર્વક કાર્ય કરી શકે છે, તો આવતીકાલે તમે પણ ચોક્કસ કરી શકો છો.

કારણ કે સપનાઓની કોઈ ભૌગોલિક મર્યાદા નથી.

અને એટલા માટે જ આ પુસ્તકનું મંત્ર છે —

“Yes, We Can.”

હા, આપણે કરી શકીએ છીએ.
હા, આપણે આગળ વધી શકીએ છીએ.
અને હા, આપણે વિશ્વસ્તરે પોતાની આગવી ઓળખ બનાવી શકીએ છીએ.

ઘણી વખત જીવનમાં આપણે કોઈ કાર્ય, ક્ષેત્ર કે વ્યવસાયને માત્ર દૂરથી જોતા હોઈએ છીએ અને તેના વિશે મનમાં એક વિશેષ પ્રકારની ભવ્યતા અને મુશ્કેલીનું ચિત્ર રચી લેતા હોઈએ છીએ. જ્યાં સુધી આપણે કોઈ કાર્યનો ભાગ બનતા નથી, ત્યાં સુધી તે કાર્ય અતિ જટિલ, અત્યંત મુશ્કેલ અને આપણા માટે લગભગ અશક્ય છે એવું આપણને લાગતું રહે છે. આપણું મન એવું માનવા લાગે છે કે આવા ક્ષેત્રોમાં માત્ર અસાધારણ પ્રતિભા ધરાવતા, મોટી મોટી ડિગ્રી મેળવેલા, વર્ષોનો અનુભવ ધરાવતા અને વિશેષ વર્ગના લોકો જ સફળ થઈ શકે. સામાન્ય પરિવારો કે ગામડાંમાંથી આવેલા યુવાનો માટે તો આ દુનિયા જાણે ખૂબ જ દૂર અને અપ્રાપ્ય હોય એવું લાગે છે.

મારી પોતાની વાત કરું તો, હાઈસ્કૂલના દિવસોમાં જ્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન અંકલેશ્વર, પાનોલી જી.આઈ.ડી.સી. અથવા વડોદરા નજીકથી પસાર થવાનું થતું, ત્યારે રસ્તાની બાજુએ દેખાતા વિશાળ કેમિકલ પ્લાન્ટો મને હંમેશા અચંબામાં મૂકી દેતા. આકાશને આંબતા ટાવરો, અગણિત પાઈપલાઈનોનું જાળું, વિવિધ આકાર અને કદના વેસલ્સ, ટાંકા અને મશીનોને જોઈને મનમાં અસંખ્ય પ્રશ્નો ઊભા થતા.

આટલી બધી પાઈપોમાંથી કઈ પાઈપ ક્યાં વાપરવી? તેની સાઈઝ કેવી રીતે નક્કી થતી હશે? કયા વેસલને કઈ લાઈન સાથે જોડવી તે કોણ નક્કી કરતું હશે? આટલું જટિલ અને ગૂંચવણભર્યું લાગતું કામ આખરે કોણ અને કેવી રીતે સંભાળતું હશે? આવા પ્લાન્ટોમાં કામ કરવા માટે કેટલું ભણવું પડતું હશે? કેટલાં વર્ષોનો અનુભવ જરૂરી બનતો હશે?

આ બધા પ્રશ્નોના જવાબો વર્ષો સુધી મારા મનમાં અનુત્તર રહ્યા.

પરંતુ જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે મને Saudi Aramco સાથે સંકળાયેલી Petro Rabigh કંપનીમાં કાર્ય કરવાની તક મળી. ત્યારે જ મને સમજાયું કે દૂરથી અશક્ય અને અત્યંત જટિલ લાગતા ઘણા કાર્યો વાસ્તવમાં જ્ઞાન, તાલીમ, માર્ગદર્શન અને અનુભવના આધારે શીખી શકાય એવા હોય છે. જે દુનિયા ક્યારેક મને અતિ રહસ્યમય અને અપ્રાપ્ય લાગતી હતી, તે જ દુનિયા પછી મારા પોતાના વ્યવસાયિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ.

ત્યારે મને સમજાયું કે જીવનમાં ઘણી મર્યાદાઓ વાસ્તવમાં બહાર નથી હોતી, તે આપણા મનમાં હોય છે.

આજના સમયમાં આપણા જેવા સામાન્ય પરિવારો અને ગામડાંઓમાંથી ઊભા થયેલા અનેક યુવાનો વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે, વૈશ્વિક સ્તરની બહુરાષ્ટ્રીય કંપનીઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા છે અને વિશ્વપ્રસિદ્ધ મેગા પ્રોજેક્ટ્સમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે. તેઓ પેટ્રોલિયમ, ઓઈલ એન્ડ ગેસ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ, એરપોર્ટ, સ્ટેડિયમ, પાવર પ્લાન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દાઓ પર કાર્યરત રહી પોતાની આગવી ઓળખ અને પ્રતિષ્ઠા ઉભી કરી રહ્યા છે.

આ બધા જીવંત ઉદાહરણો એક અત્યંત મહત્વપૂર્ણ સત્ય તરફ આપણું ધ્યાન દોરે છે—સપનાઓની કોઈ ભૌગોલિક મર્યાદા હોતી નથી. સફળતા કોઈ શહેર, દેશ અથવા આર્થિક પરિસ્થિતિની મિલકત નથી. વ્યક્તિ ક્યાં જન્મ્યો છે તે કરતાં વધુ મહત્વનું એ છે કે તે ક્યાં પહોંચવા માટે તૈયાર છે.

નબળી આર્થિક પરિસ્થિતિ, મર્યાદિત સંસાધનો અથવા ગામડાનું વાતાવરણ કોઈપણ યુવાનની પ્રગતિમાં અંતિમ અવરોધ બની શકતા નથી, જો તેની અંદર શીખવાની તલપ, મહેનત કરવાની તૈયારી અને મોટા સપનાઓ જોવાની હિંમત હોય.

આ પુસ્તકનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી.

આ પુસ્તક દ્વારા હું વિદ્યાર્થીઓ અને નવયુવાનોને ઓઈલ એન્ડ ગેસ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ, સ્ટેડિયમ, એરપોર્ટ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોની વાસ્તવિક દુનિયાની નજીક લઈ જવા માગું છું. અહીં આપવામાં આવેલી માહિતી, ફોટોગ્રાફ્સ, અનુભવો અને વાસ્તવિક ઉદાહરણો તેમને આ ક્ષેત્રોને સમજવામાં, તેમની કાર્યપદ્ધતિને ઓળખવામાં અને તેમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે સ્પષ્ટ દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદરૂપ થશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

આ સાથે જ ઘણા યુવાનોના મનમાં રહેલી લઘુતાગ્રંથી, અચકાટ અને “આ ક્ષેત્રો આપણા માટે નથી” જેવી માનસિકતાઓને દૂર કરવામાં પણ આ પુસ્તક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી મને આશા છે.

ઘણા યુવાનો પોતાના જીવનને માત્ર થોડાક પરંપરાગત કારકિર્દી વિકલ્પો સુધી જ સીમિત રાખી દે છે. તેઓ પોતાના આરામદાયક અને પરિચિત વિસ્તારની બહાર વિચારવાનું ટાળે છે. પરંતુ આજની વૈશ્વિક દુનિયામાં એવા અસંખ્ય ક્ષેત્રો છે જ્યાં ઉત્તમ રોજગાર, આકર્ષક વેતન, આંતરરાષ્ટ્રીય અનુભવ, આધુનિક ટેક્નોલોજી સાથે કામ કરવાની તક અને ઝડપી કારકિર્દી વિકાસની અનંત સંભાવનાઓ ઉપલબ્ધ છે.

જરૂર છે માત્ર યોગ્ય માહિતી, યોગ્ય માર્ગદર્શન અને પ્રથમ પગલું ભરવાની હિંમતની.

જો આ પુસ્તક કોઈ યુવાનને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે પ્રેરણા આપે, નવી તકો શોધવાની ઉત્સુકતા જગાવે, નવા પડકારોને સ્વીકારવાની તૈયારી ઉભી કરે અને મોટા સપનાઓ જોવાની હિંમત આપે, તો આ પુસ્તકનો હેતુ ઘણો અંશે સિદ્ધ થયો માનવામાં આવશે.

મારો પ્રયાસ માત્ર કારકિર્દીના વિકલ્પોની માહિતી આપવાનો નથી, પરંતુ યુવાનોમાં એવો દૃષ્ટિકોણ વિકસાવવાનો છે કે તેઓ સમયસર પોતાની ક્ષમતાઓ, રસ, વ્યક્તિત્વ અને ભવિષ્યની વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને યોગ્ય ક્ષેત્ર પસંદ કરી શકે.

મારા પોતાના જીવનના અનુભવના આધારે આજે ખુબ જ સભાન અવસ્થામાં અને પુરેપુરી જિમ્મેદારી સાથે જણાવવા માગું છું કે: જીવનમાં યોગ્ય સમયે લેવાયેલો એક યોગ્ય નિર્ણય સમગ્ર જીવનની દિશા બદલી શકે છે.

ભૂતકાળમાં થયેલા મારા કેટલાક નાના પ્રયાસો, માર્ગદર્શન અને કુદરતી સહયોગના પરિણામે ઘણા યુવાનો આજે વિશ્વના વિવિધ દેશોમાં અને અગ્રણી સંસ્થાઓમાં સફળતાપૂર્વક કાર્યરત છે. તેમની સિદ્ધિઓ મને સતત નવી પ્રેરણા આપે છે અને વધુ યુવાનો સુધી પહોંચવાની જવાબદારીનો અહેસાસ કરાવે છે.

જો આ પુસ્તક વાંચ્યા પછી માત્ર એક જ વિદ્યાર્થી અથવા એક જ યુવાન પોતાના જીવન માટે નવી દિશા શોધી શકે, પોતાના સપનાઓને નવી ઉડાન આપી શકે, વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે અને વૈશ્વિક સ્તરે સફળ કારકિર્દી બનાવવા માટે પ્રેરિત થઈ શકે, તો હું મારા આ સમગ્ર પ્રયાસને સંપૂર્ણપણે સફળ માનું છું.

આપણા યુવાનોમાં અદભૂત શક્તિ, પ્રતિભા અને ક્ષમતા રહેલી છે. જરૂર છે માત્ર યોગ્ય દિશા, યોગ્ય માહિતી અને પોતાના પર વિશ્વાસ રાખવાની.

ચાલો, જ્ઞાન દ્વારા જાગૃતિ લાવીએ.

ચાલો, લઘુતાગ્રંથી અને સંકુચિત વિચારસરણીની દિવાલો તોડી નાખીએ.

ચાલો, આપણા યુવાનોને માત્ર સ્થાનિક નહીં પરંતુ વૈશ્વિક તકો માટે તૈયાર કરીએ.

અને ચાલો, સાથે મળીને એવી પેઢીનું નિર્માણ કરીએ જે વિશ્વના કોઈપણ ખૂણે આત્મવિશ્વાસ સાથે ઉભી રહી શકે અને ગર્વથી કહી શકે—

અમે પણ કરી શકીએ છીએ, અને અમે જરૂર કરી બતાવીશું.”

શરૂઆત સમાજના કેટલાક ‘Shinning Stars’ ના ઉદાહરણોથી કરીએ.

Petroleum Engineer શયબાન હાફેઝ ઈરફાન બોડા

“કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો.”

જીવનમાં કેટલીક સફળતાઓ માત્ર વ્યક્તિગત સિદ્ધિઓ નથી હોતી; તે સમગ્ર સમાજ માટે આશા, પ્રેરણા અને સંભાવનાઓના નવા દ્વાર ખોલતી હોય છે. ટંકારીઆ ગામના હાફેઝ ઈરફાન બોડાના સુપુત્ર અને ગામના પ્રથમ Petroleum Engineer શયબાન હાફેઝ ઈરફાન બોડાની સફર એવી જ એક પ્રેરણાદાયી ગાથા છે.

સામાન્ય અને આર્થિક રીતે મર્યાદિત પરિવારમાં જન્મેલા શયબાન બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી અને મહેનતુ વિદ્યાર્થી તરીકે ઓળખાતા હતા. તેમના ચહેરા પર શાંતિ, સ્વભાવમાં નમ્રતા અને આંખોમાં કંઈક મોટું કરવાની ઝંખના સ્પષ્ટ દેખાતી હતી. તેઓ એવા વિદ્યાર્થીઓમાંના હતા જેમને માત્ર સારા ગુણ મેળવવા નહોતાં, પરંતુ પોતાના પરિવાર અને સમાજ માટે કંઈક વિશેષ કરીને બતાવવાની તલપ હતી.

તેમની આ મહેનતનું પ્રથમ મોટું ફળ ત્યારે મળ્યું જ્યારે તેમણે SSC પરીક્ષામાં ૯૧ ટકા અને ત્યારબાદ HSC (PCM) માં ૯૦ ટકા ગુણ મેળવી ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી. આ પરિણામોએ માત્ર તેમની બુદ્ધિમત્તા જ નહીં પરંતુ તેમની અડગ ઇચ્છાશક્તિ, શિસ્ત અને સખત મહેનત કરવાની ક્ષમતાને પણ સાબિત કરી દીધી.

પુત્રની આ સિદ્ધિઓ જોઈ તેમના પિતા હાફેઝ ઈરફાન બોડાના હૃદયમાં પણ એક નવું સ્વપ્ન જન્મ્યું—પોતાના હોનહાર પુત્રને શ્રેષ્ઠ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું સ્વપ્ન.

પરંતુ ગામડાં અને સામાન્ય પરિવારોના અનેક વિદ્યાર્થીઓની જેમ અહીં પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો:

હવે આગળ શું?
કયો કોર્સ પસંદ કરવો?
કઈ કોલેજ શ્રેષ્ઠ રહેશે?
અને ભવિષ્ય માટે કયો માર્ગ વધુ યોગ્ય સાબિત થશે?
આ પ્રશ્નોના જવાબો સહેલા નહોતા.

આ સમયે ટંકારીઆ ગામની “Higher Education Support” સંસ્થાના સક્રિય કાર્યકર અને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર જનાબ મજીદભાઈ અંભેરવાલા (ગોદર) આગળ આવ્યા. પિતા અને પુત્ર સાથે અનેક ચર્ચાઓ થઈ, વિવિધ વિકલ્પો પર વિચારણા થઈ અને ભવિષ્યની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.

એડમિશન પ્રક્રિયા દરમિયાન મજીદભાઈ અને શયબાને સીધા એડમિશન સેન્ટરમાંથી મારો સંપર્ક કર્યો. તે સમયે ગલ્ફ દેશોમાં કામ કરવાનો મારો અનુભવ અને પેટ્રોકેમિકલ તથા ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્ર વિશેની નજીકથી થયેલી સમજના આધારે ચર્ચા અને સલાહ-મશવરા પછી Petroleum Engineering ક્ષેત્ર પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સમયનો આ નિર્ણય શયબાનના સમગ્ર જીવનની દિશા બદલી નાખનાર સાબિત થયો.

શયબાને ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાંથી Petroleum Engineering માં બેચલર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ટંકારીઆ ગામના પ્રથમ Petroleum Engineer બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે PMET સાથે જોડાઈ પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરી. તેમણે GPSC પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી અને પ્રથમ જ પ્રયાસમાં Prelims પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી.

પરંતુ જીવનનો માર્ગ હંમેશા સીધો અને સરળ નથી હોતો.

કેટલાક વ્યક્તિગત અને વ્યવહારુ કારણોસર તેમને GPSC નો આગળનો અભ્યાસ અટકાવવો પડ્યો. ઘણા વિદ્યાર્થીઓ માટે કદાચ આ એક મોટો આઘાત સાબિત થાત, પરંતુ શયબાન અને તેમના પરિવારએ પરિસ્થિતિ સામે હાર સ્વીકારી નહીં.

ફરી એકવાર નવી શરૂઆત થઈ.

નવા વિકલ્પો શોધાયા.

નવી દિશાઓ પર વિચારણા શરૂ થઈ.

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની સંભાવનાઓ પર ચર્ચાઓ થઈ અને વિશ્વપ્રસિદ્ધ King Fahd University of Petroleum and Minerals માં માસ્ટર ડિગ્રી માટે પ્રવેશ મેળવવાનો પ્રયત્ન શરૂ થયો.

મહેનત રંગ લાવી અને તેમને પ્રવેશ પણ મળી ગયો.

પરંતુ કદાચ કિસ્મત તેમની ધીરજ અને સંકલ્પની વધુ એક કસોટી લેવા માગતી હતી.

તે સમય દરમિયાન સમગ્ર વિશ્વ કોરોના મહામારીના ભયંકર સમયમાંથી પસાર થઈ રહ્યું હતું. વિઝા અને મુસાફરી સંબંધિત મર્યાદાઓને કારણે જરૂરી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ થઈ શકી નહીં અને ટંકારીઆ ગામના આ હોનહાર વિદ્યાર્થી  શયબાનનું એક સંપૂર્ણ વર્ષ જાણે હાથમાંથી સરકી ગયું.

એક વર્ષનું નુકસાન ઘણા યુવાનો માટે સપનાઓના અંત સમાન બની શકે.

પરંતુ અહીંથી જ એક સામાન્ય વિદ્યાર્થી અને અસાધારણ સંઘર્ષવીર વચ્ચેનો તફાવત દેખાય છે.

શયબાને હાર સ્વીકારી નહીં.

તેમના પિતાએ હિંમત ગુમાવી નહીં.

પરિવારે આશા છોડી નહીં.

સયબાન એમના ભાઈ અને પિતા સાથે મારા ઘરે પણ આવ્યા. માસ્ટર ડિગ્રીના વિકલ્પો અંગે ચર્ચા થઇ.
ફરીથી અરજીઓ થઈ.

ફરીથી પ્રયત્નો થયા.

અને અંતે ફરી એકવાર વિશ્વપ્રસિદ્ધ King Fahd University of Petroleum and Minerals માં માસ્ટર ડિગ્રી માટે પ્રવેશ મેળવવામાં તેઓ સફળ થયા.

આ માત્ર એક એડમિશન નહોતું. આ સતત સંઘર્ષ, ધીરજ અને અડગ વિશ્વાસની જીત હતી.

અભ્યાસ દરમિયાન તેમને દર મહિને અંદાજે ₹70,000 થી ₹80,000 જેટલી સ્કોલરશિપ પ્રાપ્ત થતી હતી. ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, કેમ્પસ સુવિધાઓ અને એર ટિકિટ જેવી અનેક સગવડો પણ યુનિવર્સિટી તરફથી ઉપલબ્ધ કરવામાં આવી.

એક સમયે આર્થિક મર્યાદાઓ વચ્ચે ભવિષ્ય વિશે વિચારતા પરિવાર માટે આ ક્ષણ ગર્વ, આનંદ અને સંતોષની હતી.

આજે શયબાન હાફેઝ ઈરફાન બોડા નાઈજીરિયામાં સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી કંપની Sterling Oil Exploration & Energy Production Company Limited (SEEPCO) માં Petroleum Reservoir Engineer તરીકે કાર્યરત છે.

તેમની જવાબદારીઓમાં જમીનની અંદર આવેલા તેલ અને કુદરતી ગેસના ભંડારોનું વૈજ્ઞાનિક અને તકનીકી વિશ્લેષણ કરવું, ઉત્પાદન ક્ષમતા વધારવા માટે વ્યૂહરચનાઓ તૈયાર કરવી, ઓઈલ વેલ્સના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું અને ઊર્જા સંસાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવો જેવા અત્યંત મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે.

એક સમય એવો હતો જ્યારે એક ગામડાના વિદ્યાર્થી માટે વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો વિચાર પણ અશક્ય લાગતો હતો.

અને આજે એ જ વિદ્યાર્થી વિશ્વના ઊર્જા ઉદ્યોગના મહત્વપૂર્ણ ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યો છે.

શયબાન બોડાની આ સફળતા માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી.

આ સમાજના દરેક ગામના દરેક વિદ્યાર્થી માટે એક સંદેશ છે.

આ દરેક સામાન્ય અને આર્થિક રીતે મર્યાદિત પરિવાર માટે આશાનું કિરણ છે.

આ દરેક એવા યુવાન માટે પ્રેરણા છે જે ક્યારેક પોતાના સપનાઓને પોતાની પરિસ્થિતિથી નાનું માની લે છે.

શયબાનની સફર આપણને એક જ વાત શીખવે છે—

આર્થિક મર્યાદા સપનાઓની દુશ્મન નથી.
મર્યાદિત સંસાધનો સફળતાના અવરોધ નથી.
અવરોધ માત્ર ત્યારે ઉભા થાય છે જ્યારે માણસ સપના જોવાનું અને પ્રયત્ન કરવાનું બંધ કરી દે છે.

યોગ્ય માહિતી, સ્પષ્ટ દિશા, સતત મહેનત અને અડગ મનોબળ હોય તો ગામડાની સાંકડી ગલીઓમાંથી નીકળેલો યુવાન પણ વિશ્વના નકશા પર પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે.

અને કદાચ એ જ શયબાન બોડાની સફરનો સૌથી મોટો સંદેશ છે—

જો તેઓ કરી શકે છે, તો આપણા યુવાનો પણ જરૂર કરી શકે છે.”


King Fahd University of Petroleum & Minerals (KFUPM)

 
Sayban Boda during the final oral examination in which a student defends their research findings before a panel of examiners


ટંકારીઆના મિકેનિકલ એન્જિનિયર અમીન ગુલામ ઇપલી

અમીન ટંકારીઆ ગામના પ્રથમ વ્યક્તિ છે, જેમણે CSWIP Certification સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. આ પ્રમાણપત્ર The Welding Institute (TWI), કેમ્બ્રિજ, યુકે દ્વારા આપવામાં આવે છે.


TWI (The Welding Institute, based in the UK). It aligns heavily with European and ISO standards (e.g., ISO 15614 for procedures, ISO 9606 for welder qualifications). It is the preferred standard in the international Oil & Gas sector.

Mechanical Engineer અમીન ઇપલી હાલમાં જામ્બિયામાં નોકરી કરી રહ્યા છે.




   


અમીન ઇપલી


સફવાન નસીબુલગાની યુસુફ ચટી : સંઘર્ષ, કુશળતા અને સફળતાની પ્રેરણાદાયી કારકિર્દી યાત્રા

સફવાન નસીબુલગની યુસુફ ચટી એક સમર્પિત, મહેનતુ અને પ્રતિબદ્ધ વ્યાવસાયિક છે, જેમની કારકિર્દી દૃઢ નિશ્ચય, તકનીકી કુશળતા અને સતત વિકાસના ઉત્તમ ઉદાહરણરૂપ છે.

તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ (B.E.) પૂર્ણ કરીને એન્જિનિયરિંગના મૂળભૂત સિદ્ધાંતો અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં મજબૂત પાયો તૈયાર કર્યો. પોતાની તકનીકી કુશળતાને વધુ સશક્ત બનાવવા અને નિરીક્ષણ તથા ગુણવત્તા ખાતરીના ક્ષેત્રમાં વિશેષતા પ્રાપ્ત કરવા માટે તેમણે NDT (નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ) લેવલ-II ના ૦૪ પ્રમાણપત્રો સફળતાપૂર્વક પ્રાપ્ત મેળવ્યા.

શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સફવાને ઇન્સ્પેક્શન એન્જિનિયર તરીકે પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી અને ભારતના અનેક પ્રતિષ્ઠિત ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમની કારકિર્દીની શરૂઆત આંધ્ર પ્રદેશ સ્થિત GAIL ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટથી થઈ, જ્યાં તેમણે મોટા પાયે ઔદ્યોગિક કામગીરી અને ફિલ્ડ અનુભવ દ્વારા મૂલ્યવાન વ્યાવસાયિક અનુભવ મેળવ્યો.

ત્યારબાદ તેમણે વિવિધ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક એકમોમાં કાર્ય કરીને પોતાની કુશળતા અને અનુભવનો વ્યાપ વધાર્યો. તેમના કાર્યક્ષેત્રમાં નીચેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે:

  • GAIL કર્ણાટક પ્રોજેક્ટ્સ
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર
  • ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), વડોદરા
  • ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL), ચેન્નાઈ
  • IOCL, હલ્દિયા
  • ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL), તારાપુર
  • IOCL, બરૌની

આ વિવિધ નિમણૂકો દરમિયાન તેમણે ઇન્સ્પેક્શન, ગુણવત્તા નિયંત્રણ અને પ્રોજેક્ટ અમલીકરણના ક્ષેત્રોમાં ઊંડી સમજ અને મજબૂત કુશળતા વિકસાવી, તેમજ અત્યંત તકનીકી અને પડકારજનક ઔદ્યોગિક પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક કામગીરી બજાવી.

આંતરરાષ્ટ્રીય અનુભવ અને નવી તકોની શોધમાં તેઓ બાદમાં ઝામ્બિયાની ટ્રેડ કિંગ્સ લિમિટેડ સાથે જોડાયા, જ્યાં તેઓ હાલમાં સાઇટ મિકેનિકલ એન્જિનિયર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ ભૂમિકામાં તેમણે અનેક મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના સફળ અમલીકરણ અને પૂર્ણતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેમાં નીચેના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે:

  • સાબુ ઉત્પાદન પ્લાન્ટ
  • ડિટર્જન્ટ પાવડર પ્લાન્ટ
  • સિલિકેટ પ્લાન્ટ
  • બોઇલર પ્લાન્ટ

ટ્રેડ કિંગ્સમાં તેમની કામગીરી ઇન્સ્ટોલેશનથી લઈને કમિશનિંગ સુધીના સમગ્ર પ્રોજેક્ટ ચક્રનું અસરકારક સંચાલન કરવાની તેમની ક્ષમતા અને સલામતી તથા ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે છે.

સફવાનની કારકિર્દી યાત્રા ખાસ કરીને યુવાનો માટે પ્રેરણાનું સશક્ત સ્ત્રોત છે. તેમની સફળતા શિક્ષણ, તકનીકી કૌશલ્ય વિકાસ અને અવિરત મહેનતના મહત્ત્વને ઉજાગર કરે છે. સામાન્ય અને નાનકડા ગામડાની પૃષ્ઠભૂમિમાંથી આગળ વધીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી એ તેમની અડગ મહેનત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

તેઓ આજે પણ પોતાની કારકિર્દીમાં સતત પ્રગતિ કરી રહ્યા છે અને પોતાના જ્ઞાન, અનુભવ અને વ્યાવસાયિક કુશળતા દ્વારા ઉદ્યોગક્ષેત્રમાં મૂલ્યવાન યોગદાન આપી રહ્યા છે. સાથે જ, તેઓ આવનારી પેઢી માટે પ્રેરણાદાયી રોલ મોડેલ તરીકે ઉભરી રહ્યા છે અને અનેક યુવાનોને મોટા સપના જોવા અને તેને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.



(1) એરપોર્ટ જોબ મેળવવા માટેના કોર્ષની માહિતી માટે નીચેની લિંક પર Click કરો.

Aviation Courses 
નોંધ: અહીં નીચે જે Certified Welding Inspector અને ASNT ના કોર્ષનો ઉલ્લેખ છે તે કોર્ષ Refinary, Oil & Gas અને Petrochemical Industry ઉપરાંત એરપોર્ટના બાંધકામ, મેટ્રો રેલ પ્રોજેક્ટને લગતા જોબ માટે પણ પાયાના અને ખુબ જ ઉપયોગી કોર્ષ ગણાય છે.

(2) Refinary / Oil & Gas અને Petrochemical Industry માં જોબ મેળવવા માટેના કોર્ષની માહિતી માટે નીચે આપેલ લિંક પર Click કરો 
Certified Welding Inspector (American Welding Society) આ લિંક પર ક્લિક કરો.

OR

CSWIP (Certification Scheme for Welding and Inspection Personnel)

3. ASNT NDT Level II (American Society for Nondestructive Testing.) આ લિંક પર ક્લિક કરો.

4. એરપોર્ટ અને રિફાયનરીના બાંધકામમાં જોબ અંગે પ્રેક્ટીકલ કામના ફોટા સાથેની માહિતી આ લિંક પર ક્લિક કરો.

નોંધ: નીચે આપેલ માહિતી કરતાં અહી ઉપર આપેલ PDF માં ગુજરાતી અને English બન્ને ભાષામાં વધારે વિગતવાર માહિતી આપેલ છે.
Note: The PDF given above provides more detailed information in both Gujarati and English than the information given below.


મતીન બશીર મનમન (દોહા એરપોર્ટ, જિદ્દાહ એરપોર્ટ અને મક્કા હરમશરીફ વિસ્તરણ પ્રોજેક્ટ)

નાસીરહુસેન લોટીયા (પેટ્રોકેમીકલ્સ/રીફાયનરી, દોહા એરપોર્ટ અને જિદ્દાહ એરપોર્ટ)

મારી વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન મને વિશ્વના અગ્રણી અને પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ સાથે કામ કરવાની અમૂલ્ય તક મળી હતી. જિદ્દાહના વિશ્વસ્તરીય એરપોર્ટ પ્રોજેક્ટમાં મેં QA/QC મેનેજર તરીકે અને દોહા, કતારના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટમાં લીડ સ્ટ્રક્ચરલ QA/QC એન્જિનિયર તરીકે મારી સેવાઓ આપી હતી. આ બંને પ્રોજેક્ટ્સ માત્ર બાંધકામ ક્ષેત્રની સિદ્ધિઓ નહોતા, પરંતુ ગુણવત્તા, સલામતી અને આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉત્તમ ઉદાહરણો પણ હતા.

મારી ફરજનો એક મહત્વપૂર્ણ ભાગ ટેકનિકલ જ્ઞાનને દસ્તાવેજીકૃત કરવાનો હતો. આ જવાબદારી અંતર્ગત મેં કુલ ૨૨ પુસ્તકો, માર્ગદર્શિકાઓ અને ટેકનિકલ દસ્તાવેજોના લેખન અને સંપાદનમાં યોગદાન આપ્યું હતું. તેમાં જિદ્દાહ એરપોર્ટ જેવા મેગા પ્રોજેક્ટ માટે તૈયાર કરાયેલું Project Quality Management Plan (PQMP) સૌથી મહત્વપૂર્ણ અને પડકારજનક કાર્ય હતું. ઉપરાંત, મેં ૧૩ મેથડ સ્ટેટમેન્ટ, ૦૭ પ્રોસિજર દસ્તાવેજો અને એવિએશન સેફ્ટી વિષયક એક મહત્વપૂર્ણ પુસ્તક તૈયાર કરવામાં પણ યોગદાન આપ્યું હતું.

ગુણવત્તા પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા અને સતત સુધારાની ભાવનાને માન્યતા આપતાં મને દોહા એરપોર્ટ ખાતે Six Sigma Professional Award એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન મારા માટે માત્ર એક એવોર્ડ નહોતો, પરંતુ સતત મહેનત, શિસ્ત અને વ્યાવસાયિક નિષ્ઠાનું પરિણામ હતો.

મારા દ્વારા તૈયાર કરાયેલા મોટાભાગના દસ્તાવેજો અને પુસ્તકો સંબંધિત એરપોર્ટ પ્રોજેક્ટ્સના કૉપિરાઇટ હેઠળ હોવાથી હું તેને જાહેરમાં શેર કરી શકતો નથી. તેમ છતાં, વર્ષો સુધીના અનુભવ અને શીખેલી બાબતોને યુવા ઇજનેરો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની ઇચ્છાએ મને લેખન તરફ પ્રેરિત કર્યો.

આ જ ભાવનાથી વર્ષ ૨૦૨૬માં મેં બે પુસ્તકો પ્રકાશિત થશે:

Ultrasonic Testing (UT): Principles & Professional Applications (2026)
Magnetic Particle Testing (MT): A Complete Guide for Excellence (2026)

આ પુસ્તકોનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ યુવા ઇજનેરોને વૈશ્વિક ધોરણો, ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા તરફ પ્રેરિત કરવાનો છે.

મારા અનુભવ પરથી હું એટલું ચોક્કસ કહી શકું છું કે સફળ કારકિર્દી માટે માત્ર ડિગ્રી પૂરતી નથી. સતત અભ્યાસ, આંતરરાષ્ટ્રીય ધોરણોનું જ્ઞાન, વ્યવસાયિક પ્રામાણિકતા અને નવી બાબતો શીખવાની તૈયારી એ જ ગુણો એક સામાન્ય ઇજનેરને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે.

આ પુસ્તકોમાં ઉલ્લેખિત ઇજનેરોમાં સયબાન બોડા સિવાયના તમામ ઇજનેરો પાસે અમેરિકન સોસાયટી ઓફ નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ દ્વારા માન્ય મુખ્ય NDT પદ્ધતિઓના પ્રમાણપત્રો તેમજ Certified Welding Inspector (CWI/CSWIP) અથવા સમકક્ષ ભારતીય સંસ્થાઓ દ્વારા માન્ય તાલીમ અને અભ્યાસક્રમોના પ્રમાણપત્રો ઉપલબ્ધ છે.

મારી કારકિર્દીની સફરે મને એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો છે — અવસરો દુનિયાભરમાં છે, પરંતુ તેમને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન, કૌશલ્ય અને સતત પ્રયત્નોની જરૂર પડે છે.

આ પુસ્તક લખવા પાછળનો મુખ્ય હેતુ અમે જે ફિલ્ડમાં અમારી કારકિર્દી બનાવી એવી જ કારકિર્દી ફક્ત ટંકારીઆ ગામના યુવાનો જ નહીં પરંતુ સમાજના અનેક યુવાનો બનાવે. જે ક્ષેત્રોમાં અગણિત સંભાવનાઓ છે તેના પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આશા છે મારી આ કવાયતને યુવાનો સમજી તેનો અમલ કરશે.

  

King Abdulaziz International Airport – Jeddah (Saudi Arabia). જીદ્દાહ નું નવું બનેલું Passenger Terminal

નવા ઇજનેરો સાથેની અનેક ચર્ચાઓ અને અનુભવો પરથી મારી સમજમાં આવ્યું છે કે આજે પણ ઘણા યુવા ઇજનેરો લઘુતાગ્રંથીના કારણે પોતાની ક્ષમતા અને પ્રતિભાને ઓછી આંકે છે. પરિણામે તેઓ પોતાની કારકિર્દીને માત્ર પરંપરાગત ક્ષેત્રો અથવા ગુજરાતની મર્યાદિત તકો સુધી જ સીમિત રાખે છે, જ્યારે આવા ક્ષેત્રોમાં રોજગારીની સંભાવનાઓ સતત ઘટતી જઈ રહી છે. હકીકતમાં, વિશ્વના અનેક દેશોમાં પ્રતિભાશાળી અને મહેનતુ યુવાનો માટે અસંખ્ય આકર્ષક, પ્રતિષ્ઠિત અને ઉજ્જવળ કારકિર્દીની તકો ખુલ્લી છે, જે તેમની રાહ જોઈ રહી છે.

અહીં રજૂ કરાયેલા દૃશ્યો અને અનુભવો ગલ્ફ દેશોમાં વિવિધ રાષ્ટ્રીયતાઓના વ્યાવસાયિકો એક જ પ્રોજેક્ટ પર કેવી રીતે સાથે મળીને, હકારાત્મક અને સહયોગી વાતાવરણમાં તથા સલામતીના ઉચ્ચતમ ધોરણો સાથે કાર્ય કરે છે તેની વાસ્તવિક ઝાંખી આપે છે. આ અનુભવો સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક મંચ પર ઇજનેરો માટે વિકાસ, શીખવાની તક અને સફળતાના અસંખ્ય માર્ગો ઉપલબ્ધ છે.

આ દૃશ્યો સમાજના યુવાનોની વિચારસરણીમાં સકારાત્મક પરિવર્તન લાવે, તેમજ ગલ્ફ દેશોમાં નોકરીઓ અંગે પ્રચલિત ખોટી ધારણાઓ અને નકારાત્મક માન્યતાઓને દૂર કરવામાં મદદરૂપ બને તેવી આશા છે. ખાનગી ઘરોમાં કાર્યરત કેટલાક લોકો સાથે બનેલી અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મર્યાદિત ઘટનાઓના આધારે સમગ્ર ગલ્ફ ક્ષેત્ર વિશે નકારાત્મક અભિપ્રાય બાંધવો યોગ્ય નથી. વાસ્તવમાં, વૈશ્વિક કાર્યસ્થળો પ્રતિભા, કુશળતા અને સમર્પણને યોગ્ય માન્યતા અને વિકાસની અનંત તકો પ્રદાન કરે છે.

આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં, સફળતાના નવા શિખરો તેઓ જ સર કરે છે, જેઓ પડકારજનક અને વિપરીત પરિસ્થિતિઓ સામે અડગ આત્મવિશ્વાસ જાળવી રાખે છે, અથાગ પરિશ્રમ કરે છે અને નવા ક્ષેત્રોમાં નિર્ભયતાપૂર્વક પગ મૂકવાની હિંમત દર્શાવે છે. જ્યારે પોતાની જાતને માત્ર પરંપરાગત માર્ગો સુધી સીમિત રાખનારા લોકો વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અસંખ્ય આકર્ષક અને ઉજ્જવળ તકોમાંથી વંચિત રહી જાય છે.

તમારા સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે યોગ્ય માર્ગદર્શન, સ્પષ્ટ દિશા અને અવિરત મહેનત અનિવાર્ય છે. જીવનમાં લેવામાં આવેલ દરેક નિર્ણય અને કરાયેલ દરેક પ્રયાસ તમારી આંતરિક શક્તિઓ અને સંભાવનાઓને ઓળખવામાં મદદરૂપ બને છે અને તમને સફળતા, સંતોષ અને સિદ્ધિના નવા આયામો સુધી પહોંચાડે છે.

વિશ્વ તકોની કોઈ અછત ધરાવતું નથી; જરૂર છે માત્ર પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવાની, નવા દિશાસૂચકોને સ્વીકારવાની અને હિંમતપૂર્વક આગળ વધવાની.

તમારી સફળતા માટે શુભેચ્છા!

નાસીરહુસેન લોટીયા.


A memorable photograph captured during the soil testing work in the early stages of the construction of Hamad International Airport, Doha, Qatar. From left to right: Nasirhusen Lotiya, Matin Manman, and Gelin (France), who served as the QA/QC Manager of Tankaria Engineer Matin Manman at the Doha Airport Project and later as the QA/QC Manager of Tankaria Engineer Amin Iplin on the Doha Metro (Qatar Rail network) Project.

હમદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, દોહા (કતાર)ના નિર્માણના આરંભિક તબક્કામાં Soil Testing કાર્ય દરમિયાન આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથેની યાદગાર મુલાકાત. તસવીરમાં (ડાબેથી જમણે): નાસીરહુસેન લોટીયા, મતીન મનમન અને ફ્રાન્સના ગેલિન – દોહા એરપોર્ટ ખાતે ટંકારીઆના ઈજનેર મતીન મનમનના  QA/QC મેનેજર તેમજ દોહા મેટ્રો (Qatar Rail network) પ્રોજેક્ટમાં ટંકારીઆના ઈજનેર અમીન ઇપલીના QA/QC મેનેજર.

 Gelin (from France), Nasirhusen Lotiya and Matin Manman. Hamad International Airport, Doha, Qatar.

Matin Manman conducting roof inspection of the Cargo Terminal
Hamad International Airport – Doha, Qatar

    મતીન મનમન દોહા એરપોર્ટના કાર્ગો ટર્મિનલ બિલ્ડીંગમાં Third Party Inspector સાથે ઇન્સ્પેકશન કરી રહ્યા છે.


મતીન મનમન દોહા એરપોર્ટ પ્રોજેક્ટમાં ઇન્સ્પેકશન દરમિયાન

      મતીન મનમન જુદી જુદી બોલ્ટ સાઈઝ માટે “Calibrated wrench Method” માટે જરૂરી ટેસ્ટીંગ કરી રહ્યા છે.


Nasirhusen Lotiya અને Matin Manman કાર્ગો ટર્મિનલ સાઈટ ઇન્સ્પેકશન દરમિયાન

Nasirhusen Lotiya and Matin Manman at Doha, Qatar Airport

 

ઉપરના ફોટોમાં Nasirhusen Lotiya (QA-QC Manager) અને Matin Manman (QA-QC Engineer) જીદ્દાહના નવા એરપોર્ટના main roof ની ઉપરના Steel Structure નું Final Inspection કરતાં નજરે પડે છે.
Captured during the final inspection of the steel structure on the main roof of the newly constructed King Abdulaziz International Airport, the photograph features Nasirhusen Lotiya (QA/QC Manager) and Matin Manman (QA/QC Engineer) ensuring the highest standards of quality and structural integrity.

(King Abdulaziz International Airport is a major international airport serving the cities of Jeddah and Mecca in Saudi Arabia, located 19 kilometres north of Jeddah and covering an area of 112 square kilometres.)


નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટની કુલ 14 Buildings માટે Lead Structural QC Engineer તરીકેની ફરજ દરમિયાન કાર્ગો ટર્મિનલની સાઈટ ઓફિસમાં

                         Doha (Qatar) Cargo Terminal: airside to landside and landside to airside “Automated Control”
The term “Automated Control” refers to the systems and technologies implemented at the Doha Cargo Terminal to manage and streamline the movement of cargo between airside and landside operations efficiently. This automation enhances operational efficiency, reduces the potential for human error, and improves overall logistics management.

                                                                                   Air Traffic Control Tower

       


Aircraft Maintenance Hangers (Emiri Hangars A & B)
અગત્યની નોંધ: Western India Institute of Aeronatics, Silver Oak College of Aviation Technology, Indus Institute of Aviation Technology અને અન્ય યુનિવર્સીટીમાં ચાલતા Aircraft Maintenance Engineering (AME), Aeronautical Engineering, Aerospace Engineering માં Graduation/Post Graduation પછી કોઈ પણ એરપોર્ટમાં ખુબ સારી ઓફર સાથે નોકરી મેળવી શકાય છે.

એરપોર્ટ કર્મચારીઓ માટેની મસ્જિદ. પ્રોજેક્ટમાં કામ ચાલુ હોય ત્યારે પણ પ્રોજેક્ટના દરેક વિસ્તારમાં બનાવેલા prayer room/prayer area અથવા ઓફિસમાં દરેક નમાઝ કોઈ પણ જાતની દ્વિઘા વગર સરળતાથી અદા કરી શકાય છે.

નાસીરહુસેન લોટીયા “Welding Procedure Qualification”, “Welding Procedure Specification”, માટે જરૂરી Bend Test, Radiography Test,  Ultrasonic Test  માટે “Third Party Inspector” સાથે “Inspection and Test Plan” મુજબ, “Hold Point” ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.

Villaggio Mall (Doha, Qatar) સહકર્મચારીઓ સાથે નાસીરહુસેન ડીનરના સમયે

નાસીરહુસેન લોટીયા અને મતીન મનમન  સહકર્મચારીઓ સાથે ડીનરના સમયે.

નાસીરહુસેન લોટીયા અને મતીન મનમન  સહકર્મચારીઓ સાથે.

નાસીરહુસેન લોટીયા Aircraft Maintenance Hangers (Emiri Hangars A & B) ના “Inspection and Test Plan” ના  “Hold Point” મુજબ ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.

નાસીરહુસેન લોટીયા Aircraft Maintenance Hangers (Emiri Hangars A & B) ના “Inspection and Test Plan” ના “Hold Point” મુજબ ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.

નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટમાં QC Manager Alexandros Marinopoulos (from Greece) સાથે. Weekly meeting પછી Brunch.

Doha (Qatar) Cargo Terminal: airside to landside and landside to airside – “Automated Control”

નાસીરહુસેન લોટીયા કાર્ગો ટર્મિનલના Roof પર ઇન્સ્પેકશન માટે. સેફટી બેલ્ટ, હેલ્મેટ, સેફટી જેકેટ, સેફટી ગ્લાસ અને સેફટીને લગતા  બધા જ નિયમો બધા જ કર્મચારીઓને એક સરખી રીતે લાગુ પડે છે.

સુપરવાઈઝર અને તેની ઉપરના હોદ્દો ધરાવતા કર્મચારીઓ કોઈ પણ ઈમરજન્સીમાં અથવા કોઈ પણ જરૂરી મેસેજ બધાને સમય ગુમાવ્યા વિના પાસ કરી શકે એ માટે તેમને વોકીટોકી સેટ આપવામાં આવે છે.

Doha (Qatar) Cargo Terminal: airside to landside and landside to airside – “Automated Control”

Cargo Agent Building and Air Traffic Control Tower under Construction. (Initial Stage)

Cargo Terminal Assignment Area Initial construction stage

Air Traffic Control Tower. Initial Construction stage.

Nasirhusen Lotiya. Fire Safety Inspection.


નાસીરહુસેન લોટીયા અને મતીન મનમનના મિત્ર QC Engineer અબ્દુલ રેહમાન સાથે નાસીરહુસેન લોટીયા (ડીનરના સમયે)

નાસીરહુસેન લોટીયા કાર્ગો ટર્મિનલને બિલકુલ અડીને આવેલા સ્ટાફ પાર્કિંગ એરિયામાં. કોઇ પણ ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ આવે એ પહેલાં પણ લાયસન્સ ધરાવતા કોઈ પણ કર્મચારી પોતાના પ્રાયવેટ વ્હીકલમાં બીજા કર્મચારીને એમ્બ્યુલન્સ રૂટનો ઉપયોગ કરી સારવાર માટે લઇ જઇ શકે એ માટે સાઈટની બિલકુલ નજીક ખાસ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.


નાસીરહુસેન: Qatar King Family ની એરપોર્ટ Visit ના સમયે ખાસ બનાવેલ “Information Desk”

Nasirhusen Lotiya with Project Director (Project Head) Nicholas Regas at Doha (Qatar) Airport Project

નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટમાં Project Director (Project Head) Nicholas Regas સાથે


Nasirhusen Lotiya with Project Director (Project Head) Nicholas Regas at Doha (Qatar) Airport Project

 

                          નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટમાં QC Manager Alexandros Marinopoulos (from Greece) સાથે.

Third Party inspector “Magnetic Particle Testing” કરી રહ્યા છે; મતીન મનમન QC Engineer તરીકે “Inspection and Test Plan” મુજબ,”Witness” ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.

 કિંગ અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ – જીદ્દાહ (સાઉદી અરેબિયા) – પેસેન્જર ટર્મિનલ

કિંગ અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ – જીદ્દાહ (સાઉદી અરેબિયા)

King Abdulaziz International Airport – Jeddah (Saudi Arabia)

 

 

Nasirhusen (Dinner Time)

QA Manager Dana Marco Littlefield ( – અમેરિકાના નાગરિક, ડાબી બાજુથી પહેલો સ્મિતવાળો ચહેરો) સાથે Nasirhusen Lotiya –  Aircraft Maintenance Hangers ની સાઇટ ઓફીસમાં મીટીંગ દરમિયાન હળવા મૂડમાં.

નાસીરહુસેન લોટીયા (Lead Structural QC Engineer) Doha Qatar Airport પ્રોજેક્ટમાં QA Manager (from USA), QC Manager (from Greece), Deputy QC Manager, Construction Manager (from UK), Site Manager (from Cyprus), QA Engineer સાથે  Weekly Meeting પછી Brunch ના સમયે.
(Brunch: “breakfast” + “lunch” ના પોર્ટમેન્ટો (બે શબ્દોને જોડીને બનાવેલો નવો શબ્દ) છે.)

 

નાસીરહુસેન લોટીયા “Welding Procedure Qualification”, “Welding Procedure Specification”, માટે જરૂરી Bend Test, Radiography Test,  Ultrasonic Test,  માટે Third Party Inspector સાથે “Inspection and Test Plan” મુજબ, “Hold Point” ઇન્સ્પેકશન attend કરી રહ્યા છે.


મતીન મનમન મક્કા શરીફના હરમ (મસ્જિદ અલ-હરમ)ના વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટની સાઈટ ઓફિસમાં

નાસીરહુસેન લોટીયા Petro Rabigh,
Petrochemical company of Saudi Arabia (Saudi Aramco Refinery) માં QC Engineer તરીકે સાઇટ ઓફિસમાં Inspection Request Form (IRF) ચેક કરી રહ્યા છે.

નાસીરહુસેન લોટીયા Petro Rabigh,
Petrochemical company of Saudi Arabia (Saudi Aramco Refinery) માં QC Engineer તરીકે સાઇટ ઇન્સ્પેકશન દરમિયાન

નાસીરહુસેન લોટીયા Petro Rabigh
Petrochemical company of Saudi Arabia (Saudi Aramco) માં  “Certified/Authorised ASNT Inspector” તરીકે રિફાયનરીના સૌથી અગત્યના pressure vessel – “Reactor” નું ઇસ્ટોલેશન ઇન્સ્પેકશન કરી રહ્યા છે.

નાસીરહુસેન. દોહા (કતાર) પેસેન્જર ટર્મિનલ

Mustakbhai Diwari, Nasirhusen Lotiya and Abdulbhai Bapuji at Doha Qatar Passenger Terminal

Matin Manman, Mustakbhai Diwari, and Abdulbhai Bapuji at Doha Qatar Airport

Best Farewell Party by Colleagues at New Doha International Airport (NDIA), Doha, Qatar)

જીદ્દાહ જતી વખતે નાસીરહુસેન લોટીયાની QA Engineer  સાથેની છેલ્લી મુલાકાત

નાસીરહુસેન લોટીયા દોહા (કતાર) એરપોર્ટ પ્રોજેક્ટના QC Manager Late Mr. Alexandros Marinopoulos (from Greece) સાથેની છેલ્લી મુલાકાત વખતે.

Nasirhusen Lotiya with QA Manager Late Mr. Dana Marco Littlefield (from USA) at Doha Airport Site Office. Last Meeting at New Doha International Airport. (NDIA- now known as Hamad International Airport, Doha, Qatar).

નાસીરહુસેન લોટીયા દોહા એરપોર્ટનું કામ પૂરું કરી જીદ્દાહ એરપોર્ટ પ્રોજેક્ટમાં QA-QC મેનેજર તરીકેની જવાબદારી નિભાવવા  માટે રવાના થયા ત્યારે દોહા એરપોર્ટ પ્રોજેક્ટના QA Manager
Late ડાના માર્કો લિટલફિલ્ડ (યુએસએ નિવાસી) સાથેની છેલ્લી મુલાકાતના સમયે.

દોહા કતાર એરપોર્ટ પ્રોજેક્ટ પૂરો થતાં જ મને જીદ્દાહમાં બની રહેલા નવા King Abdulaziz International Airport (KAIA) એરપોર્ટ પ્રોજેક્ટમાં QA-QC Manager તરીકેની જોબ ઓફર મળતાં હું દોહા કતારથી  જીદ્દાહ (સાઉદી અરેબિયા) જવા રવાના થયો તે પ્રસંગના ઉપરના ૦૫ ફોટો વર્ષો પછી જયારે મેં Jauary 2026 માં જોયા ત્યારે મારી આંખો ભીની થઇ હતી.

As soon as the Doha, Qatar, airport project was completed, I received a job offer as QA-QC Manager for the new airport project in Jeddah. Consequently, I set off from Doha, Qatar, to Jeddah (Saudi Arabia). When I looked at the last five photographs from that occasion years later, my eyes welled up with tears.

તમારી સફળતા માટે શુભેચ્છા!

7 Comments on “પેટ્રોલિયમ, ઓઈલ એન્ડ ગેસ, રીફાઇનરી, બાંધકામ અને એરપોર્ટ ક્ષેત્રમાં કારકિર્દી

  1. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ

    માય ટંકારીયા વેબસાઈટના એડમીનોની ૧૮ વર્ષો પછીની પહેલી મુલાકાત અને એની સાથેની કારકિર્દી માર્ગદર્શનની મારી mytankaria.com વેબસાઈટ પરની ઉપરની પોસ્ટના અનુસંધાનમાં mytankaria વેબસાઈટ પર પોસ્ટ થયેલા મેસેજ દ્વારા ભાઈ રફીક કડુજી, જનાબ ઇસ્માઇલ સાહેબ ખુણાવાલા (લંડન), અમ્માર ઘોડીવાલા, ડૉ. યુસુફભાઈ ખોડા, અનવરભાઈ ખાંધિયા, રફીકભાઇ ડાહ્યા તથા 06 WhatsApp ગ્રુપ્સમાં પોસ્ટ થયેલા મેસેજ દ્વારા અને અંગત ઘણા બધા મેસેજ દ્વારા મળેલા હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને અત્યંત સ્નેહભર્યા, આદર અને ઊંડી લાગણી ધરાવતા અનેક પ્રતિભાવો માટે દિલની ઊંડાઈથી આ મેસેજ દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ. કામની વ્યસ્તતાના કારણે સમયસર જવાબ આપી શક્યા નથી અને દરેક વડીલને/મિત્રને એમના મેસેજનો અલગ જવાબ પણ આપી શક્યા નથી એ બદલ માફી ચાહીએ છીએ. આશા છે આપ સૌ માફ કરશો.

    આપ સૌના મેસેજમાં સમાવિષ્ટ ઉમદા શબ્દો અમારા માટે માત્ર પ્રશંસા નહીં, પરંતુ એક મોટી જવાબદારી અને વધુ કામ કરવાની પ્રેરણા બની રહ્યા છે. પાંચ રૂપિયાના રીચાર્જથી શરૂ થયેલી mytankaria વેબસાઈટ આજે વટવૃક્ષ બનીને દુનિયાના ખૂણે-ખૂણે વસેલા ટંકારવીઓમાં માદરે-વતનની મહેક પ્રસરાવી રહી છે. આપના શબ્દો યાદ અપાવે છે કે સાચી સફળતા એકલા કોઈની નથી હોતી – તે સમુદાયના સ્નેહ અને દુઆઓની દેન છે.– આ આપણા સૌની હજારો કલાકોની સામૂહિક મહેનતનું, અને કંઇક સારું કરવાની ઈચ્છાનું જ પરિણામ છે.

    mytankaria વેબસાઈટ પર ૨૦૦૭ થી Career Guidance સંબંધિત વર્ષોના અનુભવો, ગલ્ફના દેશોના ત્રણ મહત્વના પ્રોજેક્ટ્સનું ૧૨-૧૩ કલાકોનું દરરોજનું સતત કામ, અમેરિકામાં કામનો અનુભવ, મારો આઇ.ટી.આઇ. ના Instructor તરીકેનો અનુભવ, ૦૫ દેશોના ઇમિગ્રેશનનો અનુભવ અને મારા સતત અભ્યાસુ જીવનનો સાર એવા પાંચ કારકિર્દી માર્ગદર્શનના પુસ્તકો (ગુજરાતી અને અંગ્રેજીમાં) ટૂંક સમયમાં જ સમુદાયના હાથમાં પહોંચાડવા હું દિવસ રાત સતત પ્રયત્નો કરી રહ્યો છું. (આ પુસ્તકો પૈકી ૨-૩ પુસ્તકો WBVF સંસ્થાના આર્થિક સહયોગથી પ્રકાશિત થશે.) આપ જાણો છો એમ હું હંમેશા મારા મુરબ્બી દાદાશ્રી અને પિતાશ્રીના “સાદું જીવન, ઉચ્ચ વિચાર”ના સિદ્ધાંતને અનુસરીને જ જીવન જીવ્યો છું, અને તેથી જ Facebook, Twitter (X, formerly known as Twitter), Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રહી માત્ર MyTankaria વેબસાઈટ અને WhatsAppનો ઉપયોગ કરી મારા સમુદાયના લોકો સુધી મારે જે કઇ મારા હિસ્સાની જવાબદારી છે એ નિભાવવાની નિસ્વાર્થ કોશિશ કરી રહ્યો છે. Low profile જીવનના અનેક ફાયદા તો છે જ, પરંતુ કેટલાક ગેરફાયદા પણ છે – તેથી જ આ પુસ્તકોને યોગ્ય ન્યાય ન મળે તો મારી આ પુસ્તકો માટેની મારી દિવસ-રાતની સખત મહેનતનું સારું પરિણામ ન મળે એમ વિચારીને જ મેં ઉપરોક્ત પોસ્ટ દ્વારા પૂર્વભૂમિકા બાંધવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો.

    આપ જેવા વડીલોના આશીર્વાદ, મિત્રોનો સ્નેહ અને સમુદાયની દુઆઓએ જ મને આટલી બધી લાંબી સફર કરવાની હિંમત આપી છે. આ નવા પુસ્તકો દ્વારા જો સમાજના એક પણ યુવાનને તેના જીવનનો સાચો માર્ગ મળે, એક પણ પરિવારને આશાનું કિરણ મળે, તો મારો આખો પરિશ્રમ સફળ થઈ જશે. આજે હું આપ સૌ સમક્ષ વિનમ્રતાથી વિનંતી કરું છું: આ પુસ્તકોની સફળતા, તેના દ્વારા યુવાનોને મળનારા લાભ અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે આપની ખાસ દુઆઓનો હું હંમેશા તલબગાર રહીશ. ફરી એક વાર – નામી-અનામી તમામ વડીલો, મિત્રો, શુભેચ્છકો – દિલની ઊંડાઈમાંથી અઢળક આભાર!

    આપના અમૂલ્ય પ્રેમ, દુઆઓ અને સતત સાથ સાથે,
    નાસીરહુસેન અહમદ લોટીયા
    (માય ટંકારીઆ – કારકિર્દી માર્ગદર્શન વિભાગ)

  2. આ પ્રસંગે હું રફીક ડાહ્યા…… [સિવિલ એન્જીનીઅર] ટંકારીઆ વેબ સાઈટના ચારેય સંચાલકોને હૃદયથી અભિનંદન પાઠવું છું. અમે તો ગામમાં રહીએ છીએ અને કદીક કદીક વેબ સાઈટ પર નજર ફેરવી લઈએ છીએ. પરંતુ વિદેશથી પધારેલા એન.આર.આઈ. ભાઈ-બહેનોના મોઢે જયારે વાતચીત ચાલતી હોય ત્યારે અવશ્ય આ વેબસાઈટ નો ઝીકર થતો જોવા મળ્યો છે. ખરેખર ઉમદા કામ અંજામ આપી દેશ વિદેશના લોકોને ગામની તથા વિદેશની માહિતી પીરસી રહ્યા છે. નાસિર લોટીયા વિશે હું જેટલું લખીશ એટલું મારી દ્રષ્ટિએ ઓછું પડશે. તેમના લેખો કે જે હંમેશા ઓથેન્ટિક હોય છે તે વાંચી દિલને શુકુન મળે છે. અને વાત રહી મારા પરમ મિત્ર મુસ્તાક દૌલાની મેં એને સતત આ વેબ સાઈટ પર પોતાનું અંગત કામ છોડીને પણ કામ કરતો નજરે ભારેલ છે. હું મારુ પોતાનું અંગત કામ અર્થે તેની પાસે જાઉં ને એ વેબ સાઈટ પર કામ કરતો હોય તો મને પહેલા કહે થોડો સમય બેસ હું વેબ સાઈટ પર કામ પતાવી તારું કામ કરીશ. આવી ધગશથી મેં એને કામ કરતો જોયો છે. શકીલ ભા અને મતીન મનમન વિદેશની ધરતી પર રહી હરહંમેશ ગામના ફિકરમંદ હોય છે આવા રચનાત્મક કાર્યો કરતા તમામ એડમીનોને મારા કોટી કોટી સલામ……….
    રફીક ડાહ્યા.

  3. Bismihi Taala.
    Assalam,
    What a great and sincere effort.!!
    Covering from major to minor events related to tankaria throughout the world. My sincere congratulations and wish for the future project. My Hon. English teacher Ismailsaheb rightly praised the great work done by the team
    My sincere apologies for the discouraging comment made by me before 18 years when M. Ammar ghodiwala put an essay under Naseer sahib guidance. Sorry about that.
    Once again MashaAllah tremendous
    Achievement.
    Dr. Yusuf Musa.

    • Assalamualaikum respected Dr. Yusuf Saheb,
      Thank you sincerely for your kind words, encouragement, and especially for the grace and humility with which you expressed yourself. Your message truly touched my heart.
      Please know that I have always held you in the highest respect. Time has only strengthened my understanding that words, circumstances, and intentions all belong to their moments — while relationships, respect, and guidance remain far greater than any single comment or incident.
      Your appreciation today means a great deal to me, and your courage to speak openly and generously only adds to the pride I feel in being associated with you. Such sincerity itself is a lesson in character, wisdom, and leadership.
      May Allah grant you health, honour, and continued strength. Your words will always be remembered with warmth and gratitude.
      With utmost respect and prayers,

  4. Salam from Ismail Saheb Khunawala, London.
    My heartfelt and sincere congratulations for featuring a memorable group photo of administrators of successful My Tankaria website after completing a glorious eighteen years. Tankaria website has done a tremendous job for providing local news, information and guidance regarding the educational careers for students and multi purposes, I think a local newspaper would have not done such a great job. Well done Matinbhai, Mustaqbhai, Nasirbhai, Shakilbhai and Zakirbhai you all deserve the stars and credit for the wonderful job.

    • અસ્સલામુ અલયકુમ
      ટંકારીયા વેબસાઇટના શિલ્પીઓને એક સાથે જોઈ ખુબ જ આનંદ થયો,‌ પાંચ રૂપિયાના રીચાર્જથી ચાલુ થયેલી ટંકારીયા વેબસાઇટ આજે વટવૃક્ષ બની, દુનિયાના ખુણે ખુણે વસેલા ટંકારવીઓમાં માદરે વતનની મહેંક પ્રસરાવી રહી છે.. સ્વખર્ચે,‌ કોઈ પણ જાતની પ્રસિદ્ધ વગર My Tankariaની સમગ્ર ટીમ ગામની માહિતી અને માર્ગદર્શન લોકો વચ્ચે સતત વહેંચી રહ્યા છે. ભાઈ જનાબ નાસીરના ઐતિહાસિક સંશોધનો, માહિતી સભર લેખો, કારકિર્દી માર્ગદર્શન, સેમીનાર જેવા બોધ્ધીક કામો કે જેમાં કણ‌ કણ લખવા માટે મણ મણ જેટલું ખણખોદ કરવું પડે, કે કોવિદમાં રાતોરાત હોસ્પિટલ ઉભી કરવામાં અને વકફોના રજીસ્ટ્રેશન માટે રાતોના ઉજાગરા કરવામાં કશીયે પરવા કર્યા વગર હંમેશાં અગ્રેસર રહ્યા છે,‌ બીજી રીતે કહીએ તો ટંકારીયા ટીમના તેઓ ઓલરાઉન્ડર છે.‌ મુસ્તાક દૌલા પોતાના વ્યસ્ત વ્યવસાયમાંથી સમય અને શક્તિનું દાન કરી ગામ અને સમાજના ખુશી-ગમીના પ્રસંગો કેમેરામાં કંડારી વર્ષોથી આપણા સુધી પહોંચાડી ગામના દરેક પ્રસંગમાં આપણને હાજરીની અનુભૂતિ કરાવી રહ્યા છે..
      ભાઈ શકિલ ભા અને મતીન ભાઈ મનમન પરદેશમાં રહીને પણ‌ પોતાના કિંમતી સમયનો વર્ષોથી ભોગ આપતા રહ્યા છે..
      અલ્લાહ અજ્જવજલ તમામની ખિદમતે ખલ્કને કુબુલ ફરમાવે, તમામને તંદુરસ્તીની નેઅમતથી નવાજી ગામની અવીરત સેવાનો જજ્બો એમનામાં કાયમ રાખે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*