અસ્સલામુઅલયકુમ…
આજ રોજ ટંકારીયાના નવયુવાનો દ્વારા ઇદે મિલાદના મોકા પર ન્યાજ શરીફનું સુંદર આયોજન કરવામાં આવ્યું.આ પ્રોગ્રામની સફળતા ગામના તમામ નવયુવાનો અને અમેરિકા,ઇંગ્લેન્ડ,કેનેડા,આફ્રિકા, ઝાંબિયા જેવા વિવિધ દેશોમાં વસતા દાનવીરો અને શુભેચ્છકોના અથાગ પ્રયત્નો અને પ્રેમને આભારી છે.
તમામ ગામવાસીઓ અને વિદેશમાં રહેતા ટંકારવીઓ ની ખભાથી ખભા મિલાવી ગમે તેવું મોટું કામ સુપેરે પાર પાડવાની નેક નિય્યત માટે શબ્દો મળતા નથી.દેશ વિદેશમાં વસતા તમામ ટંકારવી આજ રીતે ભવિષ્યમાં પણ આવા નેક અને જાહેર કામો માટે આગળ રહે એવી અપેક્ષા.
અલ્લાહ તમામની નેક અને નિસ્વાર્થ સેવાઓને કબૂલ કરે,બંને જહાનમાં ખુબ જ બેહતર બદલો આપે,હરેક જાઇજ તમન્નાઓ પૂરી કરે,વતનપ્રેમ કાયમ રાખે,બધા લોકો વચ્ચે મુહોબ્બત કાયમ રહે એવી દિલી દુઆ છે.

# ટંકારીયા ગામના નવયુવાનો 

ગતરોજ રાત્રે ઈશાની નમાજ બાદ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં ટંકારીઆ નવયુવાન કમિટી [ટીમ-૧૦૮] દ્વારા ઈદ એ મિલાદની સામુહિક ન્યાજ અંતર્ગત કુરાનખાની રાખવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કુરાનખાની બાદ નાત શરીફ – મનકબત – દુઆઓ અને અંતમાં સલાતો સલામ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
આજે રવિવારના રોજ સમગ્ર ટંકારીઆ ગામના લોકો માટે સામુહિક ન્યાઝનું ભોજન રાખવામાં આવ્યું છે.

HAJI ISMAILMASTER IBRAHIM SAPA [FATHER OF FARUK SAPA{GOLI}] passed away……………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 9am today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush.