એક સમય હતો અને હજુ પણ ગામડામાં આવી રીતે રસોઈ થતી હતી. સમય કોઈની રાહ જોતો નથી એ આપણે સૌ જાણીએ છીએ અને સમયનાં ચક્ર સાથે જીવનની ઘટમાળ ચાલ્યા કરે છે. હવે આધુનિક યુગમાં આવુ બધુ યાદ એટલે કરવુ પડે કે…. આપણા એ દિવસો આપણને વર્તમાન કરતા સારા લાગતા હતા ભલે ત્યારે હાલ જેટલી અદ્યતન ટેકનૉલોજી ન હતી. ચોમાસામાં તો રસોઈ કરવી કઠીન હતી અને એ તો ‘માં’ જ બનાવી શકે. તાવડી દાંત કાઢે એટલે ‘માં’ આપણને કહે કે.. ” જો દીકરા, મે’માન આવશે”, તો આપણે રાજીના રેડ થઇ જતા હતા. તમે એકેક પરંપરા લઈ લો, એકેક રીવાજ લઈ લો તો એમાં વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલુ હોઈ. મને જ્યારે કંઈક લખવાનું થાય ત્યારે હું વિતેલ દિવસોને યાદ કરીને લખવું એ મારી પ્રાથમિકતા છે, આપણે જે વર્તમાન ઉપર ઉભા છીએ એનો પાયો એ ભુતકાળ છે અને પાયો યાદ ન કરીએ તો એ વર્તમાન અધૂરો છે.

ટંકારિયામાં ગામ પંચાયતના સહયોગથી અંધજન મંડળ અને નેશનલ એસોસિયેશન ફોર ઘી બ્લાઇન્ડ, ભરૂચ આયોજિત મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના ટંકારીઆ મુકામે કરવામાં આવ્યું હતું.
આજરોજ ટંકારીઆ ખાતે ગામ પંચાયતના સહયોગથી અંધજન મંડળ અને નેશનલ એસોસિયેશન ફોર ઘી બ્લાઇન્ડ, ભરૂચ આયોજિત મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન મદની શિફાખાના ટંકારીઆ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નેત્ર રોગો ધરાવતા દર્દીઓએ લાભ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે પધારેલા ડો. એમ. પટેલે જણાવ્યું હતું કે મોતિયા તથા આંખની અન્ય તકલીફો વાળા દર્દીઓને પોરેયા આંખની હોસ્પિટલ બારેજા ખાતે લઇ જય તદ્દન મફત નેત્રમણિ સાથે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિના મુલ્યે દવાઓ આપવામાં આવશે. આ કેમ્પના આયોજન બદલ ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરભાઈ ઉમતાએ અંધજન મંડળ અને નેશનલ એસોસિયેશન ફોર ઘી બ્લાઇન્ડ, ભરૂચ નો આભાર વ્યક્ત કર્યો હતો
.

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાના દ્વારા આજરોજ અત્યાનુધિક લેબોરેટરી, ઈ.સી.જી., એક્સ-રે મશીનના લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ની શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ટંકારીઆ ગામના લોકલાડીલા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથીએ મદની શિફાખાનાનો વિસ્તારમાં ચિતાર આપ્યો હતો. આ સમારંભમાં પધારેલા મુફ્તી અહેમદ ટંકારવી સાહેબે તેમના ટૂંકા પ્રવચનમાં સંસ્થાની કામગીરી તથા માનવ સેવાઓને બિરદાવી હતી. ત્યારબાદ ભરૂચ થી પધારેલા મૌલાના ઝાકીરસાહબ, મૌલાના ઈરફાન સાહબે તેમના ટૂંકા વ્યક્તત્વમાં સમાજસેવાની મહત્તા સમજાવી ભલી દુઆઓથી નવાજ્યા હતા. ત્યાર બાદ ગુજરાત ટુડે ના પ્રકાશક તેમજ ટંકારીઆ પુત્ર “અઝીઝ ટંકારવી” સાહેબે તેમના ટૂંકા પ્રવચનમાં સંસ્થાનો ટૂંકો પરિચય આપી જંગલમાં લાગેલી આગ ઓલવવા માટે ચકલીના પ્રયાસનું દ્રષ્ટાંત ટાંકી મુશ્કેલીના સમયમાં સમાજની પડખે ઉભા રહી પોતાનાથી થતા નાના મોટા પ્રયાસો કરી છૂટવાનું આહવાન કર્યું હતું.
ત્યાર બાદ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશના નીગરા સૈયદ મુઝફ્ફરહુસેન ના હસ્તે રીબીન કાપી લેબોરેટરી, ઈ.સી.જી., એક્સ-રે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમમાં મૌલાના અબ્દુલરઝાક અશરફી, મુફ્તી અહેમદ માલજી, હાફેઝ સિરાજ, મૌલાન ઈરફાન, મૌલાના ઝાકીર, ડો. મુઝમ્મિલ, ડો. મોહસીન રખડા, સરપંચ ઝાકીર ઉમતા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહમાંમાં, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, નાસીર લોટીયા, અઝીઝ ટંકારવી તેમજ એન.આર.આઈ. ઈકબાલ ધોરીવાલા, અય્યુબ મીયાંજી, યુનુસ જંગારીયા, અબ્દુલ છેલીયા, મુસ્તાક દેવરામ, બશેરી એઝાઝ તથા ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લોકાર્પણના આ પ્રસંગે મદની શિફાખાના દ્વારા તારીખ ૧૬ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી સુધી લેબોરેટરી, ઈ.સી.જી., એક્સ-રે માટે, ગાયનેક, ઓર્થો તેમજ ફિઝિઓ ની કન્સલ્ટિંગ ફી માં ૧૦૦% માફી આપવાની જાહેરાત કરી હતી.
આ સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન લોકલાડીલા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી દ્વારા કરવામાં આવ્યું હતું.