ટંકારીઆમાં મદની શિફાખાના દવાખાનામાં લેબોરેટરી, ઈ.સી.જી., એક્સ-રે મશીનનું લોકાર્પણ થયું
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત મદની શિફાખાના દ્વારા આજરોજ અત્યાનુધિક લેબોરેટરી, ઈ.સી.જી., એક્સ-રે મશીનના લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ની શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ટંકારીઆ ગામના લોકલાડીલા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથીએ મદની શિફાખાનાનો વિસ્તારમાં ચિતાર આપ્યો હતો. આ સમારંભમાં પધારેલા મુફ્તી અહેમદ ટંકારવી સાહેબે તેમના ટૂંકા પ્રવચનમાં સંસ્થાની કામગીરી તથા માનવ સેવાઓને બિરદાવી હતી. ત્યારબાદ ભરૂચ થી પધારેલા મૌલાના ઝાકીરસાહબ, મૌલાના ઈરફાન સાહબે તેમના ટૂંકા વ્યક્તત્વમાં સમાજસેવાની મહત્તા સમજાવી ભલી દુઆઓથી નવાજ્યા હતા. ત્યાર બાદ ગુજરાત ટુડે ના પ્રકાશક તેમજ ટંકારીઆ પુત્ર “અઝીઝ ટંકારવી” સાહેબે તેમના ટૂંકા પ્રવચનમાં સંસ્થાનો ટૂંકો પરિચય આપી જંગલમાં લાગેલી આગ ઓલવવા માટે ચકલીના પ્રયાસનું દ્રષ્ટાંત ટાંકી મુશ્કેલીના સમયમાં સમાજની પડખે ઉભા રહી પોતાનાથી થતા નાના મોટા પ્રયાસો કરી છૂટવાનું આહવાન કર્યું હતું.
ત્યાર બાદ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશના નીગરા સૈયદ મુઝફ્ફરહુસેન ના હસ્તે રીબીન કાપી લેબોરેટરી, ઈ.સી.જી., એક્સ-રે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમમાં મૌલાના અબ્દુલરઝાક અશરફી, મુફ્તી અહેમદ માલજી, હાફેઝ સિરાજ, મૌલાન ઈરફાન, મૌલાના ઝાકીર, ડો. મુઝમ્મિલ, ડો. મોહસીન રખડા, સરપંચ ઝાકીર ઉમતા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહમાંમાં, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, નાસીર લોટીયા, અઝીઝ ટંકારવી તેમજ એન.આર.આઈ. ઈકબાલ ધોરીવાલા, અય્યુબ મીયાંજી, યુનુસ જંગારીયા, અબ્દુલ છેલીયા, મુસ્તાક દેવરામ, બશેરી એઝાઝ તથા ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લોકાર્પણના આ પ્રસંગે મદની શિફાખાના દ્વારા તારીખ ૧૬ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી સુધી લેબોરેટરી, ઈ.સી.જી., એક્સ-રે માટે, ગાયનેક, ઓર્થો તેમજ ફિઝિઓ ની કન્સલ્ટિંગ ફી માં ૧૦૦% માફી આપવાની જાહેરાત કરી હતી.
આ સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન લોકલાડીલા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી દ્વારા કરવામાં આવ્યું હતું.
Leave a Reply