કસ્બા ટંકારીઆ તથા આસપાસના અનેક ગામોમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસથી છવાઈ જવા પામ્યું છે. હવે આપણે તેને ગ્લોબલ વૉર્મિંગ કહીએ કે ક્લાઈમેટ ચેન્જ કહીએ પરંતુ આ ગાઢ ધુમ્મસ ને પગલે વિઝિબિલિટી એકદમ ઓછી થઇ જવા પામી હતી. વાહન ચાલકોને આ વાતાવરણમાં પોતાના વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી અને વાહન ચલાવવાની રફતારમાં ઘટાડો કરીને ચલાવવાની પણ ફરજ પડી હતી. લોકોએ કુદરતના આ આહલાદક નજારાને કૌતૂહલવશ માણ્યો હતો.