માંહે જિલ્હજ્જ નો ચાંદ ગઈકાલે થયો ના હોવાથી આજનો પુરા ત્રીસા નો ગણાશે અને બકરી ઈદ તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૦ ને શનિવારના રોજ મનાવવામાં આવશે. અલ્લાહ તબારક વ તઆલા માંહે જિલ્હજ્જ ની બરકતોથી તમામ મુસલમાને આલમને માલામાલ ફરમાવે. આમીન.

ભારે ઉકરાત અને અતિશય ગરમી વચ્ચે આજે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. પરંતુ વાતાવરણ માં કોઈ ફરક પડ્યો નથી. ગ્લોબલ વૉર્મિંગ ના અણસાર સ્વરૂપે આજે જુલાઈ મહિનો તેના અંતિમ પડાવમાં હોવા છતાં વરસાદ જે પ્રમાણે પડવો જોઈએ તેમ પડતો નથી અને વાતાવરણ ભેજયુક્ત રહે છે જેને લઈને બફારો અને ગરમીનો અહેસાસ થાય છે. થોડા થોડા સમયના અંતરે વરસાદ ડોકિયું કરે છે પરંતુ જે પ્રમાણે ચોમાસામાં વરસાદ ખાબકવો જોઈએ તેમ થતું ના હોવાથી ખેડૂત વર્ગ ના કપાળે પણ ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. એટલેકે બેવડી ઋતુ નો અહેસાસ થાય છે અને જે લોકોના સ્વાસ્થ્ય ને પણ બગાડે છે. ટૂંક માં છૂટ થી મેહુલિયો વરસતો નથી. અલ્લાહ તબારક વ તઆલા તમામના ગુનાહો ને માફી આપી તેના રહેમતના દ્વાર ખોલી દે એવી દુઆ ગુજારવાની અપીલ કરીએ છીએ. કોરોના મહામારી એ પણ લોકોને ગભરાહટ માં મૂકી દીધા છે. દરેક વ્યક્તિ ગભરાટ અનુભવે છે. એટલેકે વાતાવરણ અને કોરોના મહામારીને લઈને લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે. સોસીઅલ ડિસ્ટર્ન્સિંગ, મોઢા પર માસ્ક ધારણ કરવો વિગેરે એ લોકોના માનસપટને અકળાવી મૂક્યું છે. અલ્લાહ તબારક વ તઆલા તેના પ્યારા હબીબના સદકામાં તમામ આફત, બલૈયાંત, વબા ને નષ્ટ કરી ઉમ્મતે મોહમ્મદી ને ચેન અને શુકુન પ્રદાન કરે એવી દુઆ.

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા ટંકારીઆ કોરોના વાઇરસની મહામારી માં શારીરિક રીતે ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા કોઈ પણ વ્યક્તિને ઓક્સિજન સિલિન્ડર ની જરૂરત હશે તો તેમને કીટ સાથે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવશે. આ ફક્ત ટંકારીઆ ગામ પૂરતું મર્યાદિત છે.

કોરોના વાઇરસ ની મહામારીને દયાનમાં રાખી ભરૃચી વર્લ્ડ વહોરા ફેડરેશન દ્વારા ગામે ગામ રીક્ષા ના માધ્યમ થકી કોરોના વિષે જન જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ટંકારીઆ ગામની ચોતરફ રીક્ષા દ્વારા લાઉડ સ્પીકર પર કોરોના મહામારીમાં શું કરવાનું? અને શું નહિ કરવાનું તે વિષે લાઉડસ્પીકર દ્વારા જાણ કરવામાં આવી હતી. તદુપરાંત ભરૃચી વર્લ્ડ વહોરા ફેડરેશન દ્વારા આગામી દિવસોમાં ઓક્સિમીટર પણ વસાવવામાં આવશે જે થકી ગામોમાં ટુકડીઓ બનાવી દરેકનું શારીરિક ઓક્સિજન લેવલ પણ ચેક કરવામાં આવશે અને જેનું પણ ઓક્સિજન લેવલ નિર્ધારિત લેવલથી ઓછું જણાય તો તેમને પોતાના ઘરોમાં જ ઓક્સિજન ના બોટલ દ્વારા ઓક્સિજન પહોચાંડવાનું કામ પણ હાથ ધરાશે. તેમજ ઓક્સિજન ના બોટલો ની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા પણ થઇ રહી છે અને આ કાર્ય ટૂંક સમયમાં શરુ થઇ જશે. જેને પગલે કોરોનાની પ્રાથમિક તપાસણી થાય અને તે આગળ વધતો અટકે. આ સરાહનીય કાર્ય બદલ ભરૃચી વર્લ્ડ વહોરા ફેડરેશન ને ધન્યવાદ અર્પિત કરીએ છીએ. અત્રે નોંધનીય છે કે ઓક્સિજન બોટલોની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં થઇ રહી છે અને બોટલો ખરીદવાનું કાર્ય પણ સંસ્થા દ્વારા ચાલુ છે.

https://www.youtube.com/watch?v=mQktRVVAQxo