ટંકારીઆ તથા આસપાસના ગામડાઓ નો આજનો ચિતાર

ભારે ઉકરાત અને અતિશય ગરમી વચ્ચે આજે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. પરંતુ વાતાવરણ માં કોઈ ફરક પડ્યો નથી. ગ્લોબલ વૉર્મિંગ ના અણસાર સ્વરૂપે આજે જુલાઈ મહિનો તેના અંતિમ પડાવમાં હોવા છતાં વરસાદ જે પ્રમાણે પડવો જોઈએ તેમ પડતો નથી અને વાતાવરણ ભેજયુક્ત રહે છે જેને લઈને બફારો અને ગરમીનો અહેસાસ થાય છે. થોડા થોડા સમયના અંતરે વરસાદ ડોકિયું કરે છે પરંતુ જે પ્રમાણે ચોમાસામાં વરસાદ ખાબકવો જોઈએ તેમ થતું ના હોવાથી ખેડૂત વર્ગ ના કપાળે પણ ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. એટલેકે બેવડી ઋતુ નો અહેસાસ થાય છે અને જે લોકોના સ્વાસ્થ્ય ને પણ બગાડે છે. ટૂંક માં છૂટ થી મેહુલિયો વરસતો નથી. અલ્લાહ તબારક વ તઆલા તમામના ગુનાહો ને માફી આપી તેના રહેમતના દ્વાર ખોલી દે એવી દુઆ ગુજારવાની અપીલ કરીએ છીએ. કોરોના મહામારી એ પણ લોકોને ગભરાહટ માં મૂકી દીધા છે. દરેક વ્યક્તિ ગભરાટ અનુભવે છે. એટલેકે વાતાવરણ અને કોરોના મહામારીને લઈને લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે. સોસીઅલ ડિસ્ટર્ન્સિંગ, મોઢા પર માસ્ક ધારણ કરવો વિગેરે એ લોકોના માનસપટને અકળાવી મૂક્યું છે. અલ્લાહ તબારક વ તઆલા તેના પ્યારા હબીબના સદકામાં તમામ આફત, બલૈયાંત, વબા ને નષ્ટ કરી ઉમ્મતે મોહમ્મદી ને ચેન અને શુકુન પ્રદાન કરે એવી દુઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*