1 4 5 6

ટંકારીઆ નજીક આવેલ વેપારી મથક પાલેજ કે જે અત્યારસુધી કોરોના વાઇરસથી અલિપ્ત હતું ત્યાં આજે એક કેસ પોઝિટિવ આવતા પાલેજ નગરમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર વડોદરા થી સગા સંબંધીઓની મુલાકાત કરી પરત પાલેજ ખાતે આવેલા એક ભાઈને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને પગલે કોરોનગ્રસ્ત દર્દી જ્યાં રહેતા હતા તે મક્કા મસ્જિદ વિસ્તારને પ્રશાસને સીલ કરી દીધું છે. જેને પગલે પાલેજ સહીત આસપાસ ના ગામડાઓમાં પણ ભયની લાગણી ફેલાઈ જવા પામી છે.
સોશિઅલ ડિસ્ટન્સ જાળવી ઘરે રહો સુરક્ષિત રહો ના સૂત્ર મુજબ અમલ કરવાની લોકોમાં ધાસ્તી ફેલાઈ ગઈ છે.

1 4 5 6