Tankaria ગામ માં જ્યાર થી કૉરૉના વાયરસ નૅ કારણે લૉક ડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યાર થી Tankaria ગામ પંચાયત ઍકઘારી ગામ લૉકૉ ની સૅવા કરી રહી છે.ગામ માં પીવાનુ પાણી,લાઈટૉ રીપૅરીગ,લીકૅજૉ રીપૅરીગ, ડીડીટી પાવડર નૉ છંટકાવ,ફૉગીગ મશીન દ્વારા ઘુમાડૉ,આખા ગામમાં સૅનીટાઈઝર થી દવાઑનૉ છંટકાવ,વૅપારીઑનૅ જરુરી પ્રમાણપત્રો આપવા, ગામ બહાર ફસાયૅલા લૉકૉ નૅ ગામ માં પરત લાવવા, ગામ માં ફસાયૅલા લૉકૉ નૅ તૅમના ગામ માં પરત મૉકલવા,આખા ગામ ના ગરીબ વિસ્તારોમાં અનાજ નું વિતરણ, જરુરત મંદ લોકો માટે ભૉજન ની વ્યવસ્થા, ગામ માં જીવન જરૂરી ચીજવસ્તુઓનૉ પુરવઠૉ સતત ચાલુ રહૅ તૅવી સચૉટ વ્યવસ્થા તથા અન્ય જરૂરી કામૉ કરવા/કરાવવા Tankaria પંચાયત દ્વારા રૅકૉરડ કરવામાં આવ્યો છે… પંચાયત ની કામગીરી થી ઉચ્ચ અધિકારીઓ પણ સંતુષ્ઠ છે અનૅ પંચાયત ની કામગીરી ની નૉઘ લૅવાઈ છે…અનૅ આ કામગીરી સતત ચાલુ રહૅશૅ…લિ, Tankaria in. સરપંચ

ટંકારીઆ ગામમાં સતત બે દિવસથી ફળિયે ફળિયે ડી.ડી.ટી. નો છંટકાવ થઇ રહ્યો છે. કે જેથી મચ્છરો તદુપરાંત બીજી નાની જીવાતો નો ઉપદ્રવ ઓછો થઇ જાય. આ કામ તબક્કાવાર થઇ રહ્યું છે જરૂરત પડેથી આ પ્રમાણે બે કે ત્રણ રાઉન્ડ માં આ દવાનો છંટકાવ થશે તથા ઇન્ચાર્જ સરપંચ મુમતાઝબેન ઉસ્માન લાલન જણાવે છે કે ગામમાં અપાતા પાણીમાં પણ કલોરીનેશન કરવામાં આવશે. કે જેનાથી પાણીમાં રહેલા બેક્ટેરિયા નો પણ નાશ થાય. ઇન્ચાર્જ સરપંચે એમ પણ જણાવ્યું હતું કે તમામ ગામવાસીઓ પોતાના ઘરોમાં જ રહે અને કોરોના વાઇરસ જેવી મહામારીથી પોતાનું તથા પોતાના પરિવારનું રક્ષણ કરે.

કોરોના મહામારી અને લોકડાઉન ને પગલે ગરીબ પરિવારો આર્થિક રીતે ભીંસ માં મુકાઈ જતા રેશન ની અનેક સમસ્યાઓ નો સામનો કરી રહેલા છે. આવા પરિવારોની વહારે સેવાભાવી સંસ્થા એકતા ગ્રુપ ઓફ ટંકારીઆ એ ઉદારતા બતાવી અનાજ, તેલ, તેમજ જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરતા લોકોમાં રાહતનો અહેસાસ થવા પામ્યો છે.