News
રમઝાન ની રાત્રી ની રોનક
રમઝાન માસ નો પ્રારંભ થઇ ગયો છે અને આજે ૬ થો રોઝો છે. ભર ઉનાળાના લાંબા દિવસો માં રોઝદાર ગરમી થી પરેશાન થઇ જાય છે અને સાંજ પડતા મંદ મંદ પવન વચ્ચે રોઝો ઈફ્તાર કર્યા બાદ તરાવીહ થી ફારિગ થઇ નાના ટાબરિયાંઓથી લઈને આધેડ વયના લોકો સુસવાટા મારતા પવન વચ્ચે ખુલ્લા ગગન નીચે કેરમ જેવી રમતો રમી ટૂંકી રાત્રી નો આનંદ લઇ રહ્યા છે. તથા કેટલાક લોકો મિત્રોની સાથે ગપસપ કરતા નજરે પડે છે. સ્કૂલ કોલેજોમાં અભ્યાસુ વિદ્યાર્થી મિત્રો ને તો આ વખતે મજા જ પડી ગઈ છે કારણ કે આ વખતે ઉનાળાનું વેકેશન ચાલતું હોય રાત્રે રમતોમાં મશગુલ અને દિવસે આરામ કરતા નજરે પડે છે.





Pride of Our Community… Farhan Ashraf Patel..
Farhana Ashraf Patel, nephew of our Tankarvi Brother Rafiq Kaduji, graduated from School of Management Science in Venda with as many as 6 awards including “Best Student”. Many congratulations to Brother Ashraf, his parents and entire family. May allah SWT bless him more success in future and our community benefit from his knowledge and skills.

રમઝાન નિમિતે રોશની નો ઝગમગાટ
બરકતવંત પવિત્ર રમઝાન માસ નો પ્રારંભ થઇ ગયો છે. ઠેર ઠેર મસ્જિદો, ઘરો, મહોલ્લાઓને રોશની થી શણગારવામાં આવે છે. ટંકારીઆ ના નવયુવાનો એ પણ જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ને શણગારી છે જે તસ્વીરોમાં નઝરે પડે છે.

ભારે ગરમી વચ્ચે આજે પ્રથમ રોઝો ઈફ્તાર થઇ ગયો
ભીષણ ગરમી વચ્ચે આજે પ્રથમ રોઝો ઈફ્તાર થઇ ગયો, અલહમદો લીલ્લાહ. આશરે ૪૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રમઝાનુલ મુબારક નો પ્રથમ રોઝો ઈફ્તાર થઇ ગયો છે. રોઝદારોના ચહેરા પર એક અજીબ રોનક જોવા મળી હતી.
“Ramadan Mubarak!!!”

All Praises are For Allahu Subhanahu Wa Ta’ala for allowing us to witness, once again, the month of Ramadan and the incredible opportunity to reap its blessings and benefits.
Abu Hurayrah reported that the Prophet (peace and blessings be upon him) said, “Whoever observes fasts during the month of Ramadan out of sincere faith, and hoping to attain Allah’s rewards, then all his past sins will be forgiven.” (Al-Bukhari and Muslim).
On behalf of Admin Team, we wish “Ramadan Mubarak” to all our “My Tankaria” family across entire globe. May Allah SWT give us strength and opportunity to fast during entire month of Ramadan. Please forgive us all and keep our Ummah, who are going thru some very difficult time, in your precious Dua.
RAMAZAN STARTED
શરઈ ગવાહી મળી ગઈ હોવાથી આજથી રમઝાન શરીફ શરુ થઇ ગઈ છે.
ટંકારીઆ ગામે ઘરફોડ ચોરી ના બે બનાવો બન્યા
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગત રાત્રિને સુમારે પારખેત રોડ પર આવેલ અલીફ પાર્ક સોસાયટી ના છેવાડાના આવેલ ફારૂક ઉમરજી વેવલી તથા ખૈરૂન્નીશા અય્યુબ પટેલ સરનારવાળાઓના બંધ મકાનો ને તસ્કરોએ નિશાન બનાવતા ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીઆ ગામે પારખેત તરફ જવાના છેવાડાના ઘરો માં ઘરના લોકો વેકેશનમાં બહાર ગામ ગયા હોવાનો લાભ લઈને તસ્કરો ગત રાત્રીએ ત્રાટક્યા હતા. આ બંને ઘરો ની તિજોરીઓ તોડી નાખી સમાન વેરવિખેર કરી નાખી રોકડ રકમ તથા સોનાની વીંટી લઈને પલાયન થઇ ગયા હતા. ઘર વખરીનો થોડો સમાન તસ્કરો નજીક ના ખેતરોમાં વિરવિખેર કરી છોડી ને ભાગી ગયા હતા. આ બાબતે પાલેજ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

TANKARIA WEATHER
