ભરૂચ તાલુકાના ટંકારીઆ પાલેજ રોડ પર ઠીકરીયા ગામ પાસે બાવળ નું ઝાડ ધરાશાયી થતા ટંકારીઆ ગામના સફવાન મુસ્તાક કબીર ને હાથમાં ફ્રેક્ચર થવા પામ્યું છે.
બનાવ ની વિગત એમ છે કે ટંકારીઆ પાલેજ રોડ પર થી રાત્રે આશરે પોણાબાર વાગ્યે પાલેજ તરફ ટંકારીઆ ના રહીશ સફવાન મુસ્તાક કબીર મોટર બાઈક લઈને પસાર થતા હતા તે દરમ્યાન ઠીકરીયા પાસે બાવળનું ઝાડ ધડાકા સાથે ધરાશાયી થતા સફવાન ને હાથ માં ફ્રેક્ચર થવા પામ્યું છે જેને ભરૂચ ની હોસ્પિટલ માં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમનું હાથનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ રસ્તા પર વારંવાર આવા ઝાડ ધરાશાયી થવાના બનાવો અવારનવાર બને છે અને રાહદારીઓ ને વારંવાર અકસ્માત નો ભોગ બનવું પડે છે તો શું તંત્ર આવા જર્જરિત થઇ ગયેલા ઝાડો ની તપાસ કરાવી તેને દૂર કરવાના પ્રયાસો કરશે?

દારુલ ઉલુમ અશર્ફિય્યહ મુસ્તુફાઇય્યાહ માં ફારિગ થયેલા હિફઝ ક્લાસ ના વિદ્યાર્થીઓનો દસ્તારબંધી નો પ્રોગ્રામ મસ્જિદ એ મુસ્તુફાઇય્યાહ માં યોજાયો હતો. જેમાં ૧૦ હાફિઝને સનદ આપવામાં આવી હતી.

આજે શબે બારાત ની ઉજવણી કરવામાં આવશે. આ પવિત્ર રાત્રે મુસ્લિમ બિરાદરો તથા માં બહેનો ઈબાદત ગુજારી અલ્લાહ થી દુઆઓ કરશે. તો આ પવિત્ર રાત્રે આપ સૌ ઉમ્મતે મુસલીમાં માટે અમન, શાંતિ અને આફિયાત ની દુઆઓ ગુજારશો. અને અમારા માટે પણ ખાસ દુઆ ગુજારવા અપીલ છે.

આપણાથી છૂટી ગયેલી ફર્ઝ્ નમાઝો ની કઝા કરવાનો આગ્રહ રાખજો. જેની સરળ રીત નીચે મુજબ છે. 

Ex M.L.A. of Vagra vidhansabha Iqbalbhai Patel passed away……… inna lillahe wainna ilayhe rajeun. Namaj E janaja will held at Derol at 10pm. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Aamin.