સમગ્ર ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે કાતિલ ઠંડીએ લોકોના હાંજા ગગડાવી મુક્યા છે. હવામાન ખાતાએ સતત ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરતા કાતિલ ઠંડીએ તેનું જોર બતાવતા લોકો ઠંડીથી ધ્રુજી ઉઠ્યા છે. આ શીતલહેર વચ્ચે ટંકારીઆ તથા પંથકમાં લોકોને તાવ, શરદી જેવી સમસ્યાઓ ઉદ્દભવી હોવાથી ગામના તમામ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. આ કાતિલ ઠંડી ને લઈને બાળકો, વૃદ્ધો, તેમજ બીમાર વ્યક્તિઓને વિશેષ સાવધાની રાખવા જણાવાયું છે.

“MARIYAMBEN GULAM LALAN” passed away………. Inna Lillahe Wainnna Ilayhe Rajeun. Namaj e Janaja will held at bhadbhag graveyard at 3pm today. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.

આજે વહેલી સવારે ફજરથી સમગ્ર ટંકારીઆ ગામે ધુમ્મસની ચાદર ઓઢી લીધી હતી અને આ ગાઢ ધુમ્મસ લગભગ સવારે ૮.૩૦ વાગ્યા સુધી રહ્યું હતું. શિયાળામાં આ ધુમ્મસનો નજારો જોવાનો લ્હાવો કંઈક ઓર જ છે. લોકોએ કુતુહલવશ થઇ આ નજારાને માણ્યો હતો.