1 2 3 5

ટંકારીઆ ગામે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ટી-૨૦ વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ ગત રવિવારે ટંકારીઆ અને વલણની ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ટંકારીઆ ટીમનો ભવ્ય વિજય થયો હતો.
ફાઇલના અંતે ઇનામ-વિતરણ સમારંભમાં ભરૂચ જિલ્લાના જુના-જાણીતા ખેલાડીઓને બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના સંચાલકો તથા ટીચચુક ફેમિલી અને ઘોડીવાલા ફેમિલી તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુસુફ ઘોડીવાલા અને બાબુભાઇ વોરાસમનીવાલા હસ્તે મનીષ નાયક, ઇસ્તિયાક પઠાણ, મુબારક ડેરોલવાલા, સલીમ વૈરાગી, લુકમાન મેરીવાળા વગેરેને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી સરપંચ ઝાકીર ઉમતા, લીજેન્ડ સ્પિનર યુસુફ ઘોડીવાલા ઉર્ફે અબ્બા તેમજ ગામના અને પરગામના ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન માજી સરપંચ ઝાકીર ઉમતાએ કર્યું હતું.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાનામાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ અને બરોડા હાર્ટ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભરૂચ બરોડા હાર્ટના કાર્ડિયોલોજિસ્ટ ડો. રુજુતા પરીખ [હૃદય રોગના નિષ્ણાંત] તેમજ ડો. શબીના પટેલે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી. આયોજિત આ કેમ્પમાં આશરે ૫૮ દર્દીઓએ લાભ લીધો હતો. અને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા બ્લડ પ્રેશર, બ્લડ સુગર, ઈ.સી.જી., કાર્ડિયોલોજિસ્ટ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમયાન્તરે ગરીબ તબક્કાના લોકો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેનો ટંકારીઆ સહીત આસપાસના ૨૦ થી ૨૫ ગામોના ગરીબ વર્ગના લોકો લાભ ઉઠાવે છે. મદની શિફાખાનામાં સરળ અને રાહત દરે ઈ.સી.જી. ની અદ્યતન મશીનરી, એક્ષરે મશીન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ શિફાખાનાનો લાભ ઉઠાવે છે.
આ શિબિરની સફળતામાં ટ્રસ્ટ ના પ્રમુખ મુસ્તાક બાબરીયા, અઝીઝ ભા, અમીન કડા, ઇલ્યાસ જંગારીયા, શકીલ સાપા તથા ગામના અગ્રગણ્ય લોકોનો મુખ્ય ફાળો હતો.

HAJIYANI MEHRUNBEN W/O GULAMBHAI ISMAIL GHODIWALA [G.P. MOTORS BARODA WALA] passed away…….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Her Namaj e janaja will held at Hashamshah [Ra] graveyrad at 9am tomorrow. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen.

અસ્સલામુ અલયકુમ વ. વ.
અલ્લાહ તઆલાના ખાસ ફજલો કરમથી અને એના પ્યારા નબી નામદાર હુઝૂર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સદકો તુફેલથી ઇન્શાઅલ્લાહ તારીખ ૦૨/૦૫/૨૦૨૫ ના રોજ હું અને મારી અહલીયા હજના ફર્ઝની અદાયગી માટે જઈ રહ્યા છીએ. આ તબક્કે દીલની ગેહરાઈથી નમ્ર અરજ કરીએ છીએ કે મારાથી જાણે અજાણે કોઈનું મન દુ:ખ થયું હોય, મારાથી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય, મારા વર્તન કે વાણીથી આપના દિલને કોઈ ઠેસ પહોંચી હોય તો મારી એવી નાની મોટી તમામ ભૂલો માટે સાચા દિલથી આપનાથી માફીનો તલબગાર છું. થોડો સમય હું જાહેર જીવનમાં રહ્યો છું એના કારણે પણ નાની મોટી કોઈ ભૂલ મારી જાણ અજાણમાં થઈ હોય એવું શક્ય છે. શક્ય બનશે ત્યાં સુધી હું આપને રૂબરૂ મળીને પણ માફી માંગવાનો પ્રયત્ન જરૂર કરીશ. પરંતુ જો કોઈ કારણસર આપને રૂબરૂ મળી ન શકું તો પણ મારા આ લેખિત સંદેશ દ્વારા માફી માંગુ છું. આપ સૌ મને જરૂરથી માફ કરશો. અલ્લાહ તઆલા એના પ્યારા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સદકએ તુફેલમાં અમારી ખાસ મદદ ફરમાવે, અમારી હજની સફર આસાન કરે, હજના તમામ અરકાનો આસાની સાથે અદા કરાવી અલ્લાહ પાક અમારા ગુનાહો માફ કરે, અલ્લાહ તઆલા અમારી તથા અમારા માતા-પિતાની તથા દરેક મુસલમાન ભાઈ બહેનોની મગફીરત ફરમાવે એવી અમો પણ દુઆ કરીએ છીએ. જિંદગીનો કોઈ જ ભરોસો નથી આપણી નજર સામે જ આપણા કેટલાક નવયુવાન અને તાકતવર ભાઈ- બહેનો આ ફાની દુનિયાની તમામ જાહોજલાલી, માલો દોલત, ઈજ્જત અને સોહરતને છોડી આખીરતની દુનિયા તરફ ફક્ત અને ફક્ત પોતાના આમાલો સાથે લઈને કૂચ કરી ગયા છે. હજ્જે બૈતુલ્લાહની આ સફર માટે અને હરહંમેશ આપ સૌ અમને માફ કરશો એવી દીલની ગેહરાઈથી ખાસ નમ્ર અરજ કરીએ છીએ.
જાકીર ઇસ્માઇલ ઉમટા. ટંકારીઆ.

ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર ખુશનસીબ હાજી ભાઈ બહેનોનો હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન આયોજન મસ્જીદે મુસ્તુફાઈય્યાહમાં દારુલ ઉલુમ ટંકારીઆ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં ગામના તથા પરગામના હજ્જે બૈતુલ્લાહ જનાર હુજ્જાજ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં મૌલાના ગુલામરસુલ સાહેબે તથા મુફ્તી નૂર સઇદ સાહેબે  હજ્જ ના અરકાનોની પ્રેક્ટિકલ સમજ આપી હતી. અંતમાં તમામ હુજ્જાજ મહેમાનોને ભોજન બાદ કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.

1 2 3 5