મદની શિફાખાના ટંકારીઆમાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીઆ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાનામાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ અને બરોડા હાર્ટ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભરૂચ બરોડા હાર્ટના કાર્ડિયોલોજિસ્ટ ડો. રુજુતા પરીખ [હૃદય રોગના નિષ્ણાંત] તેમજ ડો. શબીના પટેલે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી. આયોજિત આ કેમ્પમાં આશરે ૫૮ દર્દીઓએ લાભ લીધો હતો. અને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા બ્લડ પ્રેશર, બ્લડ સુગર, ઈ.સી.જી., કાર્ડિયોલોજિસ્ટ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમયાન્તરે ગરીબ તબક્કાના લોકો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેનો ટંકારીઆ સહીત આસપાસના ૨૦ થી ૨૫ ગામોના ગરીબ વર્ગના લોકો લાભ ઉઠાવે છે. મદની શિફાખાનામાં સરળ અને રાહત દરે ઈ.સી.જી. ની અદ્યતન મશીનરી, એક્ષરે મશીન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ શિફાખાનાનો લાભ ઉઠાવે છે.
આ શિબિરની સફળતામાં ટ્રસ્ટ ના પ્રમુખ મુસ્તાક બાબરીયા, અઝીઝ ભા, અમીન કડા, ઇલ્યાસ જંગારીયા, શકીલ સાપા તથા ગામના અગ્રગણ્ય લોકોનો મુખ્ય ફાળો હતો.
Leave a Reply