હજ્જે બૈતુલ્લાહ જનાર માજી સરપંચ ઝાકીર ઉમટાનો સંદેશ

અસ્સલામુ અલયકુમ વ. વ.
અલ્લાહ તઆલાના ખાસ ફજલો કરમથી અને એના પ્યારા નબી નામદાર હુઝૂર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સદકો તુફેલથી ઇન્શાઅલ્લાહ તારીખ ૦૨/૦૫/૨૦૨૫ ના રોજ હું અને મારી અહલીયા હજના ફર્ઝની અદાયગી માટે જઈ રહ્યા છીએ. આ તબક્કે દીલની ગેહરાઈથી નમ્ર અરજ કરીએ છીએ કે મારાથી જાણે અજાણે કોઈનું મન દુ:ખ થયું હોય, મારાથી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય, મારા વર્તન કે વાણીથી આપના દિલને કોઈ ઠેસ પહોંચી હોય તો મારી એવી નાની મોટી તમામ ભૂલો માટે સાચા દિલથી આપનાથી માફીનો તલબગાર છું. થોડો સમય હું જાહેર જીવનમાં રહ્યો છું એના કારણે પણ નાની મોટી કોઈ ભૂલ મારી જાણ અજાણમાં થઈ હોય એવું શક્ય છે. શક્ય બનશે ત્યાં સુધી હું આપને રૂબરૂ મળીને પણ માફી માંગવાનો પ્રયત્ન જરૂર કરીશ. પરંતુ જો કોઈ કારણસર આપને રૂબરૂ મળી ન શકું તો પણ મારા આ લેખિત સંદેશ દ્વારા માફી માંગુ છું. આપ સૌ મને જરૂરથી માફ કરશો. અલ્લાહ તઆલા એના પ્યારા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સદકએ તુફેલમાં અમારી ખાસ મદદ ફરમાવે, અમારી હજની સફર આસાન કરે, હજના તમામ અરકાનો આસાની સાથે અદા કરાવી અલ્લાહ પાક અમારા ગુનાહો માફ કરે, અલ્લાહ તઆલા અમારી તથા અમારા માતા-પિતાની તથા દરેક મુસલમાન ભાઈ બહેનોની મગફીરત ફરમાવે એવી અમો પણ દુઆ કરીએ છીએ. જિંદગીનો કોઈ જ ભરોસો નથી આપણી નજર સામે જ આપણા કેટલાક નવયુવાન અને તાકતવર ભાઈ- બહેનો આ ફાની દુનિયાની તમામ જાહોજલાલી, માલો દોલત, ઈજ્જત અને સોહરતને છોડી આખીરતની દુનિયા તરફ ફક્ત અને ફક્ત પોતાના આમાલો સાથે લઈને કૂચ કરી ગયા છે. હજ્જે બૈતુલ્લાહની આ સફર માટે અને હરહંમેશ આપ સૌ અમને માફ કરશો એવી દીલની ગેહરાઈથી ખાસ નમ્ર અરજ કરીએ છીએ.
જાકીર ઇસ્માઇલ ઉમટા. ટંકારીઆ.

2 Comments on “હજ્જે બૈતુલ્લાહ જનાર માજી સરપંચ ઝાકીર ઉમટાનો સંદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*