ટંકારીઆ ગામે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ટી-૨૦ વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ ગત રવિવારે ટંકારીઆ અને વલણની ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ટંકારીઆ ટીમનો ભવ્ય વિજય થયો હતો. ફાઇલના અંતે ઇનામ-વિતરણ સમારંભમાં ભરૂચ જિલ્લાના જુના-જાણીતા ખેલાડીઓને બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના સંચાલકો તથા ટીચચુક ફેમિલી અને ઘોડીવાલા ફેમિલી તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુસુફ ઘોડીવાલા અને બાબુભાઇ વોરાસમનીવાલા હસ્તે મનીષ નાયક, ઇસ્તિયાક પઠાણ, મુબારક ડેરોલવાલા, સલીમ વૈરાગી, લુકમાન મેરીવાળા વગેરેને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી સરપંચ ઝાકીર ઉમતા, લીજેન્ડ સ્પિનર યુસુફ ઘોડીવાલા ઉર્ફે અબ્બા તેમજ ગામના અને પરગામના ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન માજી સરપંચ ઝાકીર ઉમતાએ કર્યું હતું.
Leave a Reply