આજે વહેલી સવારથીજ ભારે ધુમ્મસ ના આવરણે સમગ્ર ટંકારીઆ ને ઢાંકી દીધું હતું. ફઝર થી ધુમ્મસ ની અસર વર્તાવા લાગી હતી જેમ જેમ દિવસ ચડતો ગયો તેમતેમ ધુમ્મસ વધુ ગાઢ બનતું ગયું હતું અને સવારના સાડા નવ કલાકે પણ ધુમ્મસ ની ચાદર યથાવત રહી હતી. વિઝિબિલિટી રેસીઓ લગભગ ૦ થઇ ગયો હોય વાહનચાલકોએ પોતાના વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. લોકોએ કુદરતના આ રોમાંચિત વાતાવરણનો આનંદ ઉઠાવ્યો હતો.

Record dew point in the Tankaria today. At 5 PM the dew point was below, which is the highest dew point ever recorded in the year. visibility ratio is around 0 for that vehicles on the road kept headlight on.

Makki Education Academy (MEA) in Chicago, USA which opened its door to students just few years back, is on to a great path. The institute is aiming to provide high quality education to students of diverse population in an Islamic setting and bring upon new programs and initiatives to nurture their talents. Last week on Sunday, MEA held annual “Spelling Bee” competition to help develop students vocabulary as well as prepare them for competitive exams. Students were encouraged with awards for participation. Many thanks to MEA for holding such events and we pray for their continued success.

અલ્લાહથી ડરો અને નમાજના પાબંધ થઇ જાઓ : સય્યદ નુરાનીમીયા

ભરૂચ તાલુકાના  ટંકારીઆ ગામે શાદી પ્રસંગે પધારેલા તાજુલઓલેમાં સય્યદ નુરાનીમીયા અશરફીયુલ જીલાનીનો તકરીરનો પ્રોગ્રામ  ઇરફાને સુન્નીયત કોન્ફરન્સ ના બેનર હેઠળ ઈશાની નમાજ બાદ મોટાપાદર ખાતે રાખવામાં આવ્યો હતો. તકરીરની શરૂઆતમાં સય્યદ નુરાનીમીયા લિખિત એક મનકબત ના પઠન સાથે કરવામાં આવી હતી. જેમાં સીએએ તથા એનઆરસી પર પ્રહારો કર્યા હતા.

તાજુલઓલેમાં એ તેમના બયાનમાં મુસલમાનોને અલ્લાહથી ડરવાની અને નમાજ ને પાબંદી સાથે અદા કરવાની સખત નસીહત કરી હતી. અને આપણા પ્યારા નબી સલ્લલાહો અલય્હે વસલ્લમ ના જીવનના કિરદારને ઉતારવા અને તેનાપર અમલ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો તથા સમગ્ર મુસલમાનોને ફીરકાબંધી થી પર રહી એક થવામાટે હાકલ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા અને ફૈઝયાબ થયા હતા. અંતમાં દુનિયાના સમગ્ર મુસલમાનો માટે અમન અને શાંતિની દુઆઓ કરી હતી. આ કાર્યક્રમમાં ટંકારીઆ તથા આજુબાજુના ગામોમાંથી અકીદતમંદોએ હાજરી આપી હતી.

ટંકારીઆ ના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.