ટંકારીઆમાં ઇરફાને સુન્નીયત કોન્ફરન્સ યોજાઈ

અલ્લાહથી ડરો અને નમાજના પાબંધ થઇ જાઓ : સય્યદ નુરાનીમીયા

ભરૂચ તાલુકાના  ટંકારીઆ ગામે શાદી પ્રસંગે પધારેલા તાજુલઓલેમાં સય્યદ નુરાનીમીયા અશરફીયુલ જીલાનીનો તકરીરનો પ્રોગ્રામ  ઇરફાને સુન્નીયત કોન્ફરન્સ ના બેનર હેઠળ ઈશાની નમાજ બાદ મોટાપાદર ખાતે રાખવામાં આવ્યો હતો. તકરીરની શરૂઆતમાં સય્યદ નુરાનીમીયા લિખિત એક મનકબત ના પઠન સાથે કરવામાં આવી હતી. જેમાં સીએએ તથા એનઆરસી પર પ્રહારો કર્યા હતા.

તાજુલઓલેમાં એ તેમના બયાનમાં મુસલમાનોને અલ્લાહથી ડરવાની અને નમાજ ને પાબંદી સાથે અદા કરવાની સખત નસીહત કરી હતી. અને આપણા પ્યારા નબી સલ્લલાહો અલય્હે વસલ્લમ ના જીવનના કિરદારને ઉતારવા અને તેનાપર અમલ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો તથા સમગ્ર મુસલમાનોને ફીરકાબંધી થી પર રહી એક થવામાટે હાકલ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા અને ફૈઝયાબ થયા હતા. અંતમાં દુનિયાના સમગ્ર મુસલમાનો માટે અમન અને શાંતિની દુઆઓ કરી હતી. આ કાર્યક્રમમાં ટંકારીઆ તથા આજુબાજુના ગામોમાંથી અકીદતમંદોએ હાજરી આપી હતી.

ટંકારીઆ ના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*