આજરોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર થયું છે. જેમાં દયાદરા હાઈસ્કૂલ માં ભણતા આપણા ગામના મોહમ્મદનકીબ સલીમ રૅઠડા સમગ્ર સ્કૂલમાં ૯૮.૪૮ પર્સનટાઈલ રેન્ક સાથે પ્રથમ તથા ભોજા સીમા અબ્દુલ ૯૪.૮૯ પર્સનટાઈલ રેન્ક સાથે દ્વિતીય તથા પટેલ ફરહીન સલીમ અલ્તાફ [ગુજિયા] ૯૪.૧૦ પેર્સન્ટાઇલ રેન્ક સાથે તૃતીય આવી ટંકારીઆ ગામનું ગૌરવ વધાર્યું છે. તદુપરાંત ૧. મોહમ્મદનકીબ સલીમ રેથડા તથા ભોજા સીમા અબ્દુલ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં પસંદગી પામતા તેમને ગુજરાત સરકાર તરફથી વાર્ષિક રૂપિયા ૮૦૦૦૦ [પાંચ વર્ષ સુધી] વધુ અભ્યાસ માટે સ્કોલરશીપ તરીકે મળશે.
ટંકારીઆ ગામ વતી આ ત્રણેવ સ્કોલર વિદ્યાર્થીઓને ખુબખુબ અભિનંદન પાઠવીએ છીએ.

 

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ ની સીતપોણ તરફ ની સીમમાં આરામ ફરમાવી રહેલા પીર સૈયદ તાજુદ્દીન રહ. ના સંદલ શરીફ નો પ્રોગ્રામ અસર ની નમાજ બાદ યોજવામાં આવ્યો હતો.
આ સંદલ શરીફ સૈયદ અહેમદ અલી પાટણવાળા બાવા સાહેબ ના હસ્તે વિશાળ અકીદતમંદો વચ્ચે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બગદાદી ગ્રુપ ના નવયુવાનો દ્વારા ન્યાજ નો પ્રોગ્રામ પણ આસ્તાના પર રાખવામાં આવ્યો હતો.

 

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગતરોજ રાત્રે મુસ્તુફાબાદ મેદાન પર બગદાદી ગ્રુપ દ્વારા હઝરત ગાઝી એ મિલ્લત સૈયદ હાશ્મિમીયાં કિછોછવી સાહબની સાદારતમાં હુઝૂર સરકારે કલા કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિશાળ જનમેદની વચ્ચે ગાઝીએ મિલ્લત ના શેહઝાદાઓ સૈયદ નુરાનીમીયા, સૈયદ સમદાનીમીયા, તથા હુઝૂર શૈખુલ ઇસ્લામ ના નૂરે નઝર સૈયદ હમઝા અશરફ તથા ખતીબ એ જમા મસ્જિદ ટંકારીઆ ખલિફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી, મૌલાના હશન હલદરવી, સૈયદ અહમદ અલી પાટણવાળા બાવા, કારી ઇમરાન ટંકારવી, ખલીફા એ શૈખુલ ઇસ્લામ સૂફી ઈસ્હાક સાહબ, તથા ઉલેમા એ કિરામ  હાજર રહ્યા હતા.
સૌ પ્રથમ નુરાનીમિયાએ ખિતાબ કર્યો હતો. તેમને તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અલ્લાહ વાળાઓને કોઈનો ડર લાગતો નથી. અલ્લાહ થી ડરો અને અલ્લાહ વાળાઓ સાથે થઇ જાઓ. અલ્લાહ વાળાઓનો કુર્બ હાંસલ કરવાથી જીવન સફળ થઇ જશે. ત્યારબાદ ગાઝીએ મિલ્લત એ તેમના વક્તવ્યમાં હુઝૂર સરકારે કલા ના જીવન પર રોશની પાડી હતી. છેલ્લે સલાતો સલામ અને દુઆઓ ગુજારી પ્રોગ્રામ સંપન્ન થયો હતો.
આ સમગ્ર પ્રોગ્રામ બગદાદી ગ્રુપના નવયુવાનોએ ખડે પગે રહી સફળ બનાવ્યો હતો.