ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આવતી કાલે તારીખ ૬/૫/૧૮ ના રવિવારના રોજ રાત્રે ઈશાની નમાજ બાદ ખરી ના મેદાન પર સરકારે કલા કોન્ફરસ નું આયોજન બગદાદી નવયુવાન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં શહેનશાહે ખિતાબત હુઝૂર ગાઝીએ મિલ્લત અલ્લામા હાશ્મિમીયાં સાહબ કિછોછવી તથા તેમના ત્રણ શહેઝાદાઓ તથા હુઝૂર શૈખુલ ઇસ્લામ ના નૂરે નઝર હમઝા મિયાં તશરીફ લાવી બયાનો કરશે. તો આ કોન્ફરન્સ માં હાઝરી આપવા તમામ મુસ્લિમ બિરાદરોને બગદાદી ગ્રુપ ના નવયુવાનો આમંત્રણ પાઠવે છે.

ભરૂચ તાલુકાના ટંકારીઆ પાલેજ રોડ પર ઠીકરીયા ગામ પાસે બાવળ નું ઝાડ ધરાશાયી થતા ટંકારીઆ ગામના સફવાન મુસ્તાક કબીર ને હાથમાં ફ્રેક્ચર થવા પામ્યું છે.
બનાવ ની વિગત એમ છે કે ટંકારીઆ પાલેજ રોડ પર થી રાત્રે આશરે પોણાબાર વાગ્યે પાલેજ તરફ ટંકારીઆ ના રહીશ સફવાન મુસ્તાક કબીર મોટર બાઈક લઈને પસાર થતા હતા તે દરમ્યાન ઠીકરીયા પાસે બાવળનું ઝાડ ધડાકા સાથે ધરાશાયી થતા સફવાન ને હાથ માં ફ્રેક્ચર થવા પામ્યું છે જેને ભરૂચ ની હોસ્પિટલ માં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમનું હાથનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ રસ્તા પર વારંવાર આવા ઝાડ ધરાશાયી થવાના બનાવો અવારનવાર બને છે અને રાહદારીઓ ને વારંવાર અકસ્માત નો ભોગ બનવું પડે છે તો શું તંત્ર આવા જર્જરિત થઇ ગયેલા ઝાડો ની તપાસ કરાવી તેને દૂર કરવાના પ્રયાસો કરશે?

દારુલ ઉલુમ અશર્ફિય્યહ મુસ્તુફાઇય્યાહ માં ફારિગ થયેલા હિફઝ ક્લાસ ના વિદ્યાર્થીઓનો દસ્તારબંધી નો પ્રોગ્રામ મસ્જિદ એ મુસ્તુફાઇય્યાહ માં યોજાયો હતો. જેમાં ૧૦ હાફિઝને સનદ આપવામાં આવી હતી.